________________
૪૯૧
અનુભવ સંજીવની તે વિકારાંશ મર્યાદામાં જ રહીને, જેટલાં અંશમાં ઉત્પન્ન થાય છે, તેટલા અંશમાં નબળો પડતો પડતો ત્યાં ને ત્યાં લય પામે છે. અને જ્ઞાન-બળ વધતું જાય છે. મુક્ત ભાવની મસ્તી અલૌકિક
(૧૯૭૭)
Vમહા આનંદના રાશિ એવા નિજ સ્વરૂપથી શું અધિક છે ? કે એને છોડી તું પરને ધ્યાને છે ?
(૧૯૭૮)
Y તું વ્યર્થ જ બીજાની વસ્તુને પોતાની માની માનીને જૂઠી હોંશ માને છે. જૂઠી ભ્રમરૂપ કલ્પના માની ખુશી થાય છે. કોઈપણ સાવધાનીનો અંશ નથી. ત્રણ લોકનો નાથ હોવા છતાં નીચપદમાં સ્વપણું માની વ્યાકુળ થાય છે. – “અનુભવપ્રકાશ”
(૧૯૭૯)
/ વ્યાવસાયિક પ્રવૃત્તિ કાળે, ઉત્સાહ રૂ૫) ભ્રાંતિનો રસ ન વધે તે અર્થે પ્રથમથી જ સાવધાની કર્તવ્ય છે. જાગૃત રહેવું.
(૧૯૮૦)
./જે કાંઈપણ કરવું છે, તે આત્મશ્રેયાર્થે કરવું છે, સિવાઈ કોઈપણ પ્રકારની બુદ્ધિ-વાસનાજેના અભિપ્રાયમાં નથી – દઢપણે નથી. તેવું અંતર્લક્ષ છે જેનું, એવો મુમુક્ષુ આત્મા આત્મશ્રેય પ્રત્યે જાગૃત થયો હોઈને, પરભાવ પ્રત્યે ભિનપણામાં સાવધાન થતો હોઈ, સંશોધકભાવે અંતરમાં સ્વરૂપનો નિર્ણય અવશ્ય કરી શકે છે. કોઈપણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનામાં તેને અનુકૂળ– પ્રતિકૂળપણાનો અભિપ્રાય નથી અર્થાત્ તે ઇષ્ટ-અનિષ્ટના અભિપ્રાયથી નિવર્તતો છે. (૧૯૮૧)
પરપદાર્થમાં સુખા-ભાસ રૂ૫ ભાવને ભ્રાંતિ ગણવી, ભ્રાંતદશારૂપ અવસ્થાને રોગ ગણવો.
' (૧૯૮૨)
V દુઃખ જૂઠ છે– કલ્પના માત્ર છે, કારણકે નિજ સ્વરૂપમાં દુઃખ નથી - તેમ છતાં જીવ આનંદમય એવા સ્વરૂપના વિસ્મરણથી બેસાવધાનીને લઈને દુઃખની કલ્પનામાં ઘેરાઈ જાય છે, એટલેકે ભ્રમથી પોતાને દુઃખમય પણે અનુભવે છે.
(૧૯૮૩)
હું પરમ નિર્દોષતામય દ્રવ્ય-સ્વભાવે છઉં” એવા અંતર્ અવલોકનમાં “વિકારાંશ રૂપ દોષ એક અંશમાત્ર મારામાં ઉત્પન્ન થવાનો અવકાશ જ દેખાતો નથી–ત્યાં તે વિકારાંશ પર્યાયમાં હોવા છતાં અંતર્મુખના ધ્યેયમાં – અસ્તિત્વમાં વિકારના કરવાપણાનો કે ટાળવા પણાનો અભિપ્રાય