________________
૪૯૨
અનુભવ સંજીવની રહેતો નથી. ટળતો વિકાર જ્ઞાનમાં પર શેયપણે પ્રતિભાસે છે.
(૧૯૮૪)
જગતના જીવોને અજ્ઞાનભાવે પર જીવ પુદ્ગલોની ચિત્ર વિચિત્ર અવસ્થા જણાતાં – રાગદ્વેષનાં કારણ પણે જણાય છે, જ્યારે સમ્યકજ્ઞાનમાં, અંતર્મુખનું ધ્યેય વર્તતું હોવાથી, તે તે પરદ્રવ્યની પર્યાયો માત્ર શેયરૂપે પ્રતિભાસે છે, જ્ઞાન તટસ્થ ભાવે છે, તેમજ ધ્યેયની મુખ્યતામાં તે તે જોયો અત્યંત ગૌણપણે જણાય છે એવી જે વીતરાગી જ્ઞાન કળા- તેવી અબંધભાવે જ્ઞાનની ચાલ થવી, એવો જ જેનો મૂળ સ્વભાવ છે, તે અનંતગુણ મૂર્તિ પૂર્ણ પવિત્ર ધામ નિજ સિદ્ધપદને અભેદભાવે નમસ્કાર !
(૧૯૮૫)
૪ સાધકજીવને પર્યાયની અત્યંત ગૌણતા હોવાથી પર્યાયમાં થતાં વિકારાંશ તે ટાળવાની આકુળતા મુખ્યપણે નથી કેમકે સ્વરૂપનું અત્યંત ઉપાદેયપણું વર્તે છે, તેમાં જે અંતર્મુખનો વેગ છે, તેને લઈ વિકાર આપોઆપ ટળતો જણાય છે. - આમ કાર્ય સિદ્ધિ છે. ' (૧૯૮૬)
/ અંતર્મુખ થઈ, સ્વપદનું પરમેશ્વરરૂપ અવલોકતાં, વર્તમાનમાં જ પોતે પરમેશ્વરરૂપ છે !! અહો! અવલોકનમાત્રથી પરમેશ્વર થાય ! એવી અવલોકના ન કરે તો, પોતાનું નિધાન પોતે લૂંટાવી દરિદ્રી થઈ ભટકે છે ! અને ભવ વિપત્તિને હોરે છે !—-અનુભવ પ્રકાશ' (૧૯૮૭)
પરપદાર્થ પ્રત્યે સાવધાની ભાવ બહિર્મુખપણાનું લક્ષણ છે. આત્મસ્વરૂપની સાવધાની રૂપભાવ અંતર્મુખપણાનું લક્ષણ છે. પરની સાવધાની રૂપભાવ, સ્વમાં એકત્ર થવા ધ્યે નહિ. સ્વની સાવધાની પરમાં એકત્વ થવા ધ્યે નહિ. સત્ નું શ્રવણ થવા છતાં, પરની સાવધાનીમાં ફેર પડે નહિ, તો શ્રવણ થયું જ નથી. અને તેવા ભાવશ્રવણ વિના આત્મભાવનું ઘોલન સ્વરૂપ - લક્ષવાળું હોય નહિ, જેથી જીવને આત્મપ્રાપ્તિની ઈચ્છા હોવા છતાં તે બેકાર જાય છે. – અર્થાત્ નિરર્થક નિવડે છે. મુમુક્ષુ જીવે આ વારંવાર વિચારવા યોગ્ય છે, જેથી આત્માર્થાતા ઉત્પન થાય. (૧૯૮૮)
/ ૧. જાગૃતિ :- જે કોઈ ખરેખર આત્માર્થી છે, અર્થાત્ જેની સર્વ પ્રવૃત્તિ “આત્મલક્ષમાં પૂર્વક જ છે, તેને ચાલતા પરિણમનમાં શુભા-શુભભાવમાં કે ઇષ્ટ–અનિષ્ટ પણામાં, જેટલો કાંઈ પોતાનો ‘રસ છે, તેનું અવલોકન – સૂક્ષ્મ અવલોકન રહે છે, જેથી અધિક હર્ષ શોક નહિ થતાં કષાયરસ ઘટે છે – મોળો પડે છે, જેથી સ્વીકાર્યમાં સુગમતા થાય છે, જ્ઞાનમાં નિર્મળતા થવાની અહીં શરૂઆત થવા ઉપરાંત જ્ઞાન ધીરૂં અને ગંભીર થવા લાગે છે. તત્વને યથાર્થ ગ્રહવાની યોગ્યતા જ્ઞાનમાં આ તબક્કે જ્ઞાન સ્વભાવની જાગૃતિ (જાગૃતિ = “હું જ્ઞાન માત્ર છું” –તેવી સાવધાની) આવતાં