________________
અનુભવ સંજીવની
૫૭ સદ્ભાવ થતાં વિભાવ સ્વયં અભાવ થઈ મર્યાદિત રહી ગયો છે. તેથી વ્યવહારનો ભાવ હોવો જ જોઈએ તેમ ધર્મને નથી–અર્થાત્ વ્યવહારનું બંધન ધર્મને લાગુ પડતું નથી. પ્રાયઃ તેમનો વ્યવહાર યથાયોગ્ય હોય છે.
(૨૧૩)
સ્વરૂપની ભાવના . એ કલ્યાણનું મૂળ છે. જીવને અનંત કાળમાં ખરી ભાવના ઉત્પન્ન થઈ નથી. તેનું સબૂત એ છે કે અનંતવાર સત્યનો માર્ગ બતાવનારા મળવા છતાં, તેણે તત્સંબંધિત - તથારૂપ પુરુષાર્થ નહિ કરતાં વિવિધ શુભભાવો કરી સંતોષ પડ્યો, પરિણામે વિધિની ભૂલ થઈ અથવા સાચી વિધિ હાથ આવી નહિ. તેમજ સાચી ભાવનાના અભાવને લીધે વિરાધક ભાવોનો નિષેધ આવ્યો નહિ અને ભેદજ્ઞાનનો પુરુષાર્થ જાગ્યો નહિ. તેથી એમ ફલિત થાય છે કે મુમુક્ષુની ભૂમિકામાં આ ભાવનાનું ઘણું જ મહત્વ છે.
(૨૧૪)
ડિસેમ્બર - ૧૯૮૭ V આત્મકલ્યાણની તક મનુષ્યભવ છે. તક એટલે થોડો કાળ'. અનંતકાળે માંડ આવો થોડો કાળ મળે છે. તે બીજા કાર્યોમાં ગુમાવાય તો કલ્યાણનો કાળ જતો રહે; તેથી પાત્ર મુમુક્ષુને આત્મકલ્યાણ સિવાઈ કાળક્ષેપ થાય તે પોસાતું નથી.
(૨૧૫)
જે ધ્યાન કરે છે પણ આનંદ નથી આવતો, તો અનાત્મભાવમાં એટલે કે પુણ્ય-પાપના રાગમાં તે જીવ મૂછઈ ગયો છે. જો ન મૂછયો હોય તો ધ્યાન કરે અને આનંદ ન આવે તે કેમ બને ? આનંદ આવે જ. આગમ - અધ્યાત્મની સાચી સમજણ પછી, ઉપરોક્ત નિયમ આનંદ આવવા માટે અફર છે. જેની સમજણમાં ભૂલ હોય અથવા વિધિમાં ભૂલ હોય તેને તો ધ્યાનની સફળતા (થવા) નો પ્રશ્ન જ નથી; કારણ કે તે બહુ દૂર છે. પરંતુ પુરુષાર્થ ક્યાં જાય છે ? તે પણ સ્વતંત્ર-ગહન વિષય છે.
(૨૧૬)
“મુમુક્ષુઓએ તત્ત્વનો નિર્ણય આપસમાં સાધર્મભાઈ તરીકેની ભાવનાને મુખ્ય રાખીને, શાંતિથી, સમભાવથી, ચર્ચા કરીને કરવો જોઈએ. એક બીજાને ખોટા પાડવાની વાત (હેતુ ન હોવી જોઈએ. તેમાં તો કષાયરસ વધે છે. કોઈની ભૂલ હોય તો સમજાવીને કહેવાની રીત હોવી જોઈએ. વિરોધી કલ્પીને દ્વેષબુદ્ધિથી વર્તવું તેમાં તો સજ્જનતા પણ ન રહે તો મુમુક્ષતા ઉત્પન્ન કેમ હોય? ન્યાયથી સત્યને ગ્રહણ કરવાનો - સ્વીકારવાનો અભિપ્રાય રાખીને તત્ત્વ નિર્ણય માટે પરસ્પર વિચારોનું આદાન-પ્રદાન થાય તે જ યોગ્ય છે. (પૂ. ગુરુદેવશ્રી)
(૨૧૭)