________________
૫૬
અનુભવ સંજીવની
નવેમ્બર - ૧૯૮૭ ઉદયમાં જોડાણ તે બંધમાર્ગ અને સ્વભાવમાં જોડાણ તે મોક્ષમાર્ગ. આ બંધમાર્ગ અને મોક્ષમાર્ગનો સંક્ષેપ નિયતપણે છે. પરમહિત વિવેકથી નિપજે, પુરુષાર્થ ઉપજવાનું કારણ પણ તે
(૨૦૭)
-
વીતરાગ દેવ, ગુરુ, શાસ્ત્ર મળવા છતાં, ઓઘસંજ્ઞાએ જીવ પ્રવર્તે તો લોકસંજ્ઞા અને અસત્સંગની જેમ તે દર્શનમોહ વૃદ્ધિમાં આવી જાય છે. કેમકે ઓઘસંજ્ઞાએ પ્રવર્તતાં ત્યાં નિજ પરમાત્મપદ પ્રાપ્તિની ઉપેક્ષા થઈ, તેથી યથાર્થ નિર્ણયની દિશામાં પ્રયત્ન થવો ઘટે, જેથી ઓઘસંજ્ઞાની નિવૃત્તિ થાય. અને સ્વભાવ સન્મુખ / સમીપ જવાય. ઓઘસંજ્ઞા ટાળવા અર્થે તીવ્ર લગની / દરકાર હોવી ઘટે.
(૨૦૮)
સ્વપણે વેદવાનો જ્ઞાનનો – જ્ઞાન સ્વભાવ છે. જ્યાં સુધી તેવું અંતર અવલોકનથી નિજ જ્ઞાનનું સ્વરૂપ ન જણાય, ત્યાં સુધી તે દૃષ્ટિએ જોવા / શોધવાનો પ્રયાસ થવો ઘટે. તેથી જ પરમાગમમાં ‘જ્ઞાનમાત્ર' ની જ્ઞાનગુણ / જ્ઞાન સ્વભાવ દ્વારા પ્રાપ્તિ કહી છે. જે નિજાવલંબનરૂપ છે અને રાગના અવલંબનથી ભિન્ન પડીને સમુત્પન્ન છે.
(૨૦૯)
Vશ્રીગુરુ આત્માને અનુભવવાનો ઉપદેશ આપે છે. પરંતુ જેને આત્મ રુચિ નથી, તેવો જીવ સ્વાનુભવનો પુરુષાર્થ કરવાને બદલે અનેક પ્રકારે શુભ ક્રિયામાં શુભની રુચિને લીધે ધર્મ માટેના પ્રયત્નનો આડંબર કરે છે. તે કપટનો ખેલ છે. (અનુભવ પ્રકાશ)
(૨૧૦)
| આત્મામાં આનંદ છે. તેની શ્રદ્ધા અને વિશ્વાસ વિના જગતના પદાર્થોની આશા અને મહત્વાકાંક્ષા ઘટે નહિ, પરંતુ વધ્યે જ જાય. બીજમાંથી વૃક્ષ થાય તેમ; અને તેથી જીવ ઝાંપા મારે છે, તેમાં ભવને ભાંગવાનો આ ભવ મળ્યો છે, તેમાં ભાવ વૃદ્ધિનું કારણ સેવ્યું તેથી આત્મહિત સૂઝતું નથી. ઝેર પીતાં પીતાં જીવન ઇચ્છે છે, પરંતુ આનંદકંદ ભગવાન અમૃત સરોવર અંદર છે. ત્યાં જતો નથી. શ્રીગુરુ આમ કહીને અમૃત પીવડાવે છે, તેને શું ઉપમા આપી શકાય ? (અનુભવ પ્રકાશ) (૨૦૧૧)
સતું શાસ્ત્ર વાંચવા છતાં જે સ્વભાવનો પુરુષાર્થ કરતા નથી, તે અધ્યાત્મજ્ઞાનથી શૂન્ય રહે છે. તેની અધ્યાત્મ - વિષય સંબંધી ધારણા તે જ્ઞાન નહિ પરંતુ એક કલ્પના માત્ર હોય છે.
(૨૦૧૨)
અભેદ ચૈતન્યના અનુભવમાં આવનાર ધર્મી વ્યવહારથી મુક્ત છે. કારણ કે વીતરાગ સ્વભાવનો