________________
પપ
અનુભવ સંજીવની છે. જ્યાં સિદ્ધાંત તૂટે ત્યાં અજ્ઞાન અને દર્શનમોહ (મિથ્યાત્વ) નો પ્રભાવ સમજવો.
સૂત્ર : જ્ઞાનીના વચનોમાં હંમેશા ઉક્ત સિદ્ધાંતદ્વયનું સંતુલન હોય છે. તેથી ક્યાંય એકાંત થતો નથી. સિદ્ધાંતને દર્શાવતા વચનપ્રયોગને સૂત્ર કહેવામાં આવે છે. અને તેની અનેકવિધ શૈલી જોવામાં આવે છે. તેથી કોઈપણ પ્રકારની કથન શૈલીથી પ્રતિપાદિત સિદ્ધાંત, યથાર્થતાને લીધે, પ્રમાણિત કરવા યોગ્ય છે. કથન શૈલીનો આગ્રહ કે નિષેધ તત્ત્વદૃષ્ટિએ યોગ્ય નથી.
કાળક્રમે જુદા જુદા કાળના જ્ઞાની . ધર્માત્માની શૈલીમાં વિભિન્નતા હોવા છતાં ક્યાંય સિદ્ધાંત તૂટતો નથી કે વિપર્યાસ થતો નથી. પરંતુ વસ્તુ - સ્વરૂપને વ્યક્ત કરવાનું તેઓનું અદ્ભુત સામર્થ્ય બહુમાન | ભક્તિ થવાનું - ઉપજવાનું કારણ બને છે.
કદાચિત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને વિદ્યમાન જીવોની યોગ્યતા વિશેષને લીધે શૈલી ફેર જોઈને પણ જ્ઞાનીના વચનોમાં શંકા કરવા યોગ્ય નથી.
(૨૦૩)
સાધકપણું, પુણ્ય અને તેના ફળથી પર છે. કેમકે સાધક તેનાથી ભિન્ન પડીને, અંતરમાં વિચરે છે. તે માર્ગ નિરાલંબ છે. તેથી તેમના પૂર્વકર્મના ઉદયની સરખામણી, બીજા સંસારી જીવોના ઉદય સાથે કરવા યોગ્ય નથી. અર્થાત્ ઉદયની સરખામણીનો દૃષ્ટિકોણ ભૂલ ભરેલો . ગેર રસ્તે દોરવનાર છે અને તે દૃષ્ટિકોણ રહેતાં, જ્ઞાનનું નિરપેક્ષ - નિસ્પૃહતાવાળું અંતર દશાનું પરિણામન ઓળખાઈ શકાતું નથી. - જ્ઞાની ઉદયના આધારે નથી, અંતર ધ્રુવ ધામનો તેમને આધાર છે. તેથી તે પ્રકારને લક્ષમાં રાખી મૂલવણી કરવા યોગ્ય છે. પુણ્ય પાપના દૃષ્ટિકોણ થી નહિ.
(૨૦૪)
સપ્ટેમ્બર - ૧૯૮૭ Vસત્સંગ નિત્ય ઉપાસવા યોગ્ય છે . એવી જે સત્પુરુષની શિખામણ જીવને અત્યંત હિતકારી અને પડતી વૃત્તિને સ્થિર રાખનારી છે. વર્તમાન દુઃષમકાળમાં અસત્ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે; જીવ સહજ માત્રમાં કુસંગની અસર તળે આવી જાય છે. જેથી દીર્ધકાળ પર્યત સેવેલો સત્સંગ નિષ્ફળતાને પામતાં વાર લાગતી નથી. આરાધના માટે તો અપૂર્વ પુરુષાર્થ જોઈએ. તેની નિરંતર લગની જ આવશ્યક છે.
(૨૦૫)
ક્ટોબર - ૧૯૮૭ v મુમુક્ષુજીવ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે, ત્યાં વસ્તુ સ્વરૂપને સમજીને સ્વાભિમુખ થવાનો પ્રયત્ન, અંતર અવલોકન દ્વારા શરૂ ન કરે તો ધારેલા જ્ઞાનમાં શુષ્કતા ઉત્પન્ન થઈ જાય છે. તેથી હિતા સધાતું નથી. પ્રાયઃ અહિત થવાનું બને છે. તે લક્ષમાં લેવા યોગ્ય છે.
(૨૦૬)