________________
૫૪
અનુભવ સંજીવની
વેદનમાં આવ્યો / પ્રગટ થયો. અહો ! આ દશા અદ્ભુત છે ! વચનાતીત છે ! (૧૯૯)
જે મુમુક્ષુ ભવ-ભીરૂ છે, પાપથી ભયભીત છે, તે શુભનો નિષેધ - રાગથી ખસવાના પ્રયત્ન કાળે, કરતાં સ્વચ્છંદમાં પરિણમતો નથી. (૨૦૦)
અનાદિથી જીવ વર્તમાન વેદનમાં આવતી પર્યાય માત્રમાં પોતાપણું - હું પણું રાખી રહ્યો છે. પરંતુ કોઈપણ પર્યાય થાય - સમ્યક્ સુખની અલ્પ કે પૂર્ણ પર્યાય કાળે તેમાં એકત્વ હોતું નથી. પર્યાયમાં એકત્વ થતાં સુખનો નાશ થાય છે - અનંત સુખની પણ. ધ્રુવ સ્વભાવમાં જ હું પણું સ્થપાઈ રહેવું જોઈએ, નહિ તો પર્યાયથી એકત્વ છૂટે નહિ. પર્યાયનું એકત્વ છૂટતાં આત્મ બોધ છે. (૨૦૧)
અનેક પ્રકારની અપેક્ષાવાળું જ્ઞાન - અનેક પ્રકારે અસમાધાનને દૂર કરે છે; તો પણ તેથી આગળ જઈને ત્રિકાળીના જોરમાં પ્રેરિત થવામાં તે નિમિત્ત થવું ઘટે, નહિ તો ઉક્ત અસમાધાન મટવારૂપ ફળ પર્યાપ્ત નથી વા સફળ નથી. પરંતુ સંતોષાઈને અટકવાનું સ્થાન થઈ જાય છે. ત્યાં નિશ્ચયથી સમાધાન થયું નથી.
(૨૦૨)
આંગસ્ટ
-
૧૯૮૭
સિદ્ધાંત અને સૂત્ર : સિદ્ધાંતના મુખ્ય બે ભેદ અધ્યાત્મિક અને આગમિક, (કરણ, ચરણ, દ્રવ્યાનુયોગ). ૧. દ્રવ્યાનુયોગના આગમના સિદ્ધાંતો વસ્તુના સ્વરૂપ અનુસારે છે અથવા તે દ્વારા વસ્તુનું બંધારણીય સ્વરૂપ પ્રતિપાદિત થાય છે. તેથી ત્રણે કાળે તેમાં ફેરફાર થતો નથી. આ વસ્તુ વિજ્ઞાન અચલ છે. જે મુખ્યપણે દ્રવ્યાનુયોગનું અંગ છે; તેમજ જડ-ચેતનના પર્યાયોનું વિજ્ઞાન કરણાનુયોગમાં છે. આચરણના સિદ્ધાંતો ચરણાનુયોગમાં છે.
૨. અધ્યાત્મના સિદ્ધાંતો પણ ત્રણે કાળે એકરૂપ રહે છે. આત્માના ત્રિકાળી અચલ સ્વભાવને આલંબતા / ઉપાસતાં અનુભવરૂપ થયેલ, ત્રણે કાળના જ્ઞાની - અનુભૂતિ સંપન્ન મહાત્માઓની પવિત્ર દશા - પરમ પદાર્થને સ્પર્શીને નીકળેલી તે વાણી છે. તેમાં ફેર પડવાનો અવકાશ નથી. મુખ્યપણે ચરણાનુયોગ અને કરણાનુયોગમાં ગુણસ્થાન દ્વારા તેનું પ્રકાશન છે. ચારેય અનુયોગ, દ્રવ્યાનુયોગનો લક્ષ્યાર્થ અધ્યાત્મને પ્રતિપાદિત કરવાનો છે. આમ સશ્રુત આગમ-અધ્યાત્મના સિદ્ધાંતોને અવિરોધપણે પ્રકાશે છે. એક અનુયોગ અને બીજા અનુયોગના સિદ્ધાંતમાં અવિરોધ છે. તેથી કોઈપણ બે સિદ્ધાંત વચ્ચે વિરોધ નથી. - છતાં વિરોધ ભાસે તો ત્યાં જ્ઞાનનો વિપર્યાસ