________________
૫૩
અનુભવ સંજીવની. તેથી, સ્વલક્ષી તત્ત્વાભ્યાસ / શાસ્ત્ર અધ્યયન - શ્રવણ અને સત્ સમાગમપૂર્વક યથાર્થ સુવિચારણા અને સ્વરૂપ નિર્ણય, જ્ઞાન પ્રધાન પુરુષાર્થથી થાય તો અત્યંત દર્શનમોહ મંદ થઈને અભાવ (ઉપશમ) થવા પ્રત્યે આગળ વધાય છે.
(૧૯૩)
સત્ શ્રવણ ત્યારે/તો જ અટકવાનું સ્થાન ન થાય, જો સ્વરૂપ ભાવના વા ત્રિકાળીના અવલંબનનો પ્રયાસ ચાલુ કરવામાં આવે, નહિ તો પ્રાયઃ ‘માત્ર શ્રવણ’નો અભિપ્રાય જાણે - અજાણે બંધાઈને અટકવાનું નિમિત્ત બને અને દર્શનમોહ વધારે.
(૧૯૪)
૫ સમાજને મુખ્ય કરીને આત્મહિત ગૌણ કરનાર, પોતાની વર્તમાન હાલત સમજી શક્યો નથી - તેથી પોતાની સંભાળ ન રાખતાં સમાજની ચિંતા કરે છે તે અપ્રશસ્ત અભિપ્રાય સહિતનો રાગ છે. મધદરિયે ડૂબતો હોય તો સમાજની ચિંતા કરવા રોકાય ખરો ? ત્યારે સમાજની ચિંતા કરવા રોકાતો નથી.
(૧૯૫)
જૂન - ૧૯૮૭
શ્રી જિનેશ્વરની આજ્ઞા અને શ્રી ગુરુનો ઉપદેશ (મુમુક્ષુને) શુદ્ધાત્માની રુચિ કરવાનો છે. તેને અવગણીને જીવ રુચિ કરતો નથી - તે મહા અનર્થ છે. ‘અવગણવું’ એટલે ઉદય પ્રસંગોની મુખ્યતામાં રહી શુભાશુભના રસમાં લીન રહી, અંતર્મુખ પ્રયત્ન ન થવો તે.
(૧૯૬)
// જ્ઞાનમાં સહજ પ્રત્યક્ષતા છે, તેને પ્રતીતિ ભાવે વારંવાર ‘ભાવમાં લઈ’–ભાવના’થી રસ લેવો . વેદવો, તે સ્વાનુભવની વિધિ છે.
(૧૯૭)
*
જુલાઈ ૧૯૮૭ જ્ઞાનસ્વભાવી આત્મા માત્ર જ્ઞાનથી જ ગ્રાહ્ય છે / ગ્રહણ થવા યોગ્ય છે / અનુભવવા યોગ્ય છે. સિવાઈ અન્ય કારણથી - કોઈપણ પ્રકારના શુભ રાગથી અથવા પરાશ્રિત બાહ્ય જ્ઞાનથી ગ્રહણ થવા યોગ્ય નથી. તેથી અન્યથા ઉપાય કર્તવ્ય નથી. અભિપ્રાયમાં - આ વિધિ અંગે જરાપણ ફેર થાય, તો તે વિપરીત અભિનિવેષ / ગૃહિત મિથ્યાત્વ થઈ જાય છે.
(૧૯૮)
૫/
સ્વાનુભૂતિ પ્રગટ થતાં આખું જીવન પલટાઈ જાય છે, સમસ્ત સાંસારિક ભાવોનો રસ છૂટી જાય છે, જાણે નવો અવતાર થઈ ગયો હોય એવું થઈ જાય છે. રાગ અને કષાયના વેદનનું જે જીવન હતું તે આખુ પલટીને શાંતિ સુધામય થઈ ગયું અને નિજ ભગવાન અતીન્દ્રિય આનંદપણે