________________
પર
અનુભવ સંજીવની
અધ્યાત્મ દશા મહિમાવંત હોવાથી સત્ શાસ્ત્રોમાં તેનો પણ મહિમા ગાયો છે. પરંતુ એ લક્ષ રાખવા યોગ્ય છે કે સન્માર્ગમાં સ્થિત મહાત્માઓએ ત્રિકાળી ધ્રુવ સ્વરૂપના જોરમાં તે મહિમા ગાયો છે, તેથી અધ્યાત્મભાવોનો મહિમા આવે ત્યારે પર્યાયની વાતો—વિષયમાં એવા પ્રકારે રસ ન પડવો જોઈએ કે જેથી ત્રિકાળી ઉપરનું જોર ખસી જાય અથવા ન રહે. ત્રિકાળીનું જોર ઢીલું / મંદ પણ ન થવું જોઈએ, પરંતુ તીવ્ર થવું જોઈએ. એ આ વિષયની યથાર્થતા છે. જેને અધ્યાત્મદશાનો મહિમા આવે છે, પરંતુ ત્રિકાળીનું જોર આવતું નથી તેને અયથાર્થપણે અધ્યાત્મનો મહિમા થાય છે. જેમાંથી વ્યામોહ ઉત્પન્ન થવાનો સંભવ છે - પ્રાયઃ થાય છે. અથવા અનાદિનો દર્શનમોહ તૂટતો નથી. . યથાર્થતામાં તો ત્રિકાળીના લક્ષે - ત્રિકાળીના જોરમાં અધ્યાત્મદશાનો મહિમા રહે છે . થાય છે.
-
(૧૮૯)
પ્રશ્ન : જ્ઞાન પ્રતીતિનું કારણ કઈ રીતે છે ?
સમાધાન : જે જ્ઞાન પરોક્ષ પ્રમાણથી આધારિત રહે ત્યાં સુધી નિઃશંકતા ઉત્પન્ન થતી નથી. પરંતુ વિચારથી આગળ જઈને સ્વભાવનું પ્રત્યક્ષ અવલોકન - પોતામાં—જ્ઞાનમાં પોતાના સ્વરૂપનું અવલોકન પ્રતીતિનું કારણ થાય છે અને પ્રતીતિ સહિતનું જ્ઞાન પુરુષાર્થ ઉત્પાદક પરિણમનવાળું થવાથી સ્થિરતા થાય છે.
બળવાન (૧૯૦)
-
એપ્રિલ - ૧૯૮૭
વિધિ :અવલોકનથી આગળ વધીને સ્વ-સ્વભાવનું ગ્રહણ - પ્રત્યક્ષ સ્વભાવનું પ્રત્યક્ષભાવે ગ્રહણ' કરવામાં વર્તમાન પુરુષાર્થને યોજવાથી કાર્ય સિદ્ધિ છે.
(૧૯૧)
સત્ શ્રવણ થવા છતાં યથાર્થતામાં માત્ર શ્રવણનો અભિપ્રાય હોતો નથી. શ્રુત થયેલ વિષયનું ગ્રહણ થવાનો પ્રયાસ થાય ત્યાં શ્રવણનું નિમિત્તપણું છે. અન્યથા (નિમિત્તરૂપે) નહિ. (૧૯૨)
મે - ૧૯૮૭
દર્શનમોહ મંદ થવાના અનેક કારણો છે. તેમાં વીતરાગી દેવ, ગુરુ, શાસ્ત્ર, સત્સમાગમ આદિ મુખ્ય નિમિત્તો છે. આ નિમિત્તો પ્રત્યેના બહુમાન-ભક્તિ આદિના પરિણામો સ્વયં મંદ કષાયરૂપ છે. તો પણ સાથે સાથે ત્યાં દર્શનમોહ મંદ પામે છે. (અન્ય પ્રકારે કષાય મંદ થતાં દર્શનમોહ મંદ થતો નથી). પરંતુ ઓઘસંજ્ઞાએ ઉપરોક્ત સત્ નિમિત્તો પ્રત્યે અને તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં (શરૂઆતમાં) ઉત્સાહિત પરિણામો અને સદ્ભાવના / હિતભાવના ને લીધે તે દર્શનમોહને મંદ - અલ્પ મંદ કરે છે. પરંતુ ત્યાં ઓઘસંજ્ઞાએ અટકી જતાં દર્શનમોહ તીવ્ર થવાનું પ્રાયઃ બને છે.