________________
અનુભવ સંજીવની
- ૫૧ V જે સમ્યકજ્ઞાનમાં પોતાનું સ્વરૂપ પરિપૂર્ણ આનંદ અને જ્ઞાનમય પ્રત્યક્ષ છે, અત્યંત પ્રત્યક્ષ અવ્યાબાધપણું છે, ત્યાં ચિંતા શી ? ભય શો ? શંકા શી ? અસમાધાન શું ? દુઃખ શું ? પોતાથી બાહ્ય ચેતન - અચેતન પદાર્થો સ્વકાળની યોગ્યતા અનુસાર પરિણમી રહેલા છે, તેમાં નિર્મમત્વ હોવાથી, તેની ચિંતા શી ? માત્ર જોય' હોવાને લીધે . ઇષ્ટ અનિષ્ટની કલ્પનાની નિવૃત્તિ સહજ સમાધાનરૂપ છે. વળી તેનું પરિણમન ફેરવવા કોઈ ઇન્દ્ર, નરેન્દ્ર, જિનેન્દ્ર, પણ સમર્થ નથી. કુદરતનો તે ક્રમ યોગ્ય જ છે. યોગ્ય સમયે યોગ્ય જ દશા તે કુદરતનો ક્રમ છે. કોઈ સમયે અયોગ્ય દશા કોઈ પદાર્થને વિષે હોતી નથી . થતી નથી.
(૧૮૪)
ફેબ્રુઆરી - ૧૯૮૭ જીવનો સ્વભાવ અનુભવ કરવાનો છે, જેથી પ્રતિસમય સતત અનુભવ - ક્રિયા ચાલુ જ રહે છે. અનાદિથી અકારણપણે, નિર્વિકાર સહજાનંદ એક સુખ સ્વભાવના અનુભવથી શૂન્ય હોવાને લીધે જીવ ઉદયમાં આવેલા સ્વકીય કર્મ ને જ સતતપણે પ્રતિ સમય સ્વરૂપે અનુભવી રહ્યો છે, વા માની રહ્યો છે. અને ફરીને નવા બંધનને પ્રાપ્ત થાય છે. આમ સંસાર ચક્ર ચાલે છે, તેમાં સપુરુષના સમાગમે . “અનુભૂતિ સ્વરૂપ નિજ સ્વરૂપની ઓળખાણ કરે તો કર્મોદયના અનુભવનો . ભ્રમનો ત્યાગ થઈ નિજાનુભવમાં રહે.
(૧૮૫)
પર રુચિનું પોષણ થવાથી, અવિવેકનું જોર વધે છે અર્થાત્ વિવેક નિર્બળ થાય છે. મિથ્યાક્તર આવે છે. તેથી નિજ હિતના ઉપયોગથી સ્વરૂપ સંભાળે (તો) વિવેક સબળ થાય તો નિજ નિધિનો વિલાસ થાય. (અનુભવ પ્રકાશ)
(૧૮૬)
મોક્ષમાર્ગ દર્શન, જ્ઞાન, ચારિત્રના એકપદ સ્વરૂપ એક હોવાથી . મોક્ષમાર્ગના પ્રકરણને વિષે, કોઈ એકને (એક ગુણને સર્વથા જુદો કાર્યરૂપ ન જોવો. સર્વથા એકની જુદાઈ કરીને મહત્વ આપતાં અયથાર્થતા થાય છે. કારણકે અનુભવમાં તેમ નથી, બધુ સાથે છે. અનુભવમાં તો અભેદતા, નિર્વિકલ્પતા અનુભવાય છે. વસ્તુતાએ પણ અભેદપણું જ છે.
(૧૮૭)
માર્ચ . ૧૯૮૭ આત્મામાં રહેલા અનંત સુખ / અનંત આનંદને લક્ષમાં લેવા યોગ્ય છે, વારંવાર લક્ષમાં લેવા યોગ્ય છે. વીતરાગ ભાવનાથી શુદ્ધોપયોગને ધારણ કરીને, તેમાં લીન રહેવા યોગ્ય છે. બ્રહ્મસરોવર આનંદ સુધારસથી પૂર્ણ છે'. (અનુભવ પ્રકાશ)
(૧૮૮)