________________
અનુભવ સંજીવની
ઑક્ટોબર–૧૯૮૬ સહજ સ્વરૂપના અવલંબને શુદ્ધ સ્વસંવેદન પ્રગટ થાય છે. તેમાં વેદન પર્યાયમાં પર્યાયનું છે - ત્રિકાળીમાં વેદન નથી.’ તે ભેદ માત્ર જાણવાનો વિષય છે. જોર દેવાનો વિષય નથી. જોર તો અવલંબન સાથે રહે છે, તે સમ્યફ છે. હું પણ ધ્રુવનું અવલંબન વર્તતું હોવાથી અને પર્યાયમાં સ્વભાવમય ભાવ હોવાથી . સ્વભાવના આવિર્ભાવના હેતુથી “ત્રિકાળી સ્વરૂપનો અભેદ અનુભવ થાય છે.” તેમ અધ્યાત્મ પદ્ધતિમાં કથન થાય છે. • તેમાં આગમ અનુસાર વસ્તુ વ્યવસ્થાનું (બંધારણનું જ્ઞાન - સંતુલન યથાર્થ રહે છે.
(૧૭૯)
નવેમ્બર - ૧૯૮૬ * સ્વલક્ષી જ્ઞાન પ્રતીતિનું ઉત્પાદક થાય છે. પરલક્ષી આગમજ્ઞાન અનાદિ વિપરીત શ્રદ્ધાને ફેરવવા સમર્થ નથી.
* સ્વલક્ષી જ્ઞાન સ્વભાવ7 ગુણને અર્થાત્ નિર્મળતાને સાધે છે. પરલક્ષી જ્ઞાન દોષને / અવગુણને સાધે છે . વિકલ્પને સાધે છે.
* સ્વલક્ષી જ્ઞાન અંતરના ઊંડાણમાં સૂમ થઈને જાય છે. પરલક્ષી જ્ઞાન ઉપર-ઉપર છૂળપણે બહાર રહી પ્રવર્તે છે.
* સ્વલક્ષી જ્ઞાન સાથે પ્રતીતિ ભળતાં–સ્વરૂપ સ્થિરતાનું સામર્થ્ય ઉત્પન્ન થાય છે. - આ વસ્તુ વિજ્ઞાન છે. પરલક્ષી જ્ઞાન સ્વરૂપ સ્થિરતા માટે અસમર્થ છે. અસ્થિરતા / વિકલ્પ લાવે છે.
* સ્વલક્ષી નિર્ણય પુરુષાર્થ ઉત્પન્ન કરે, પરલક્ષી નિર્ણય ક્ષયોપશમમાં અટકે. (૧૦)
આત્માની શક્તિઓ તે સામર્થ્યરૂપ સ્વભાવ / સ્વરૂપ છે, એકરૂપે અર્થાત્ દ્રવ્યરૂપે તેને જોતા આત્મરસ ઉપજે છે–આરાધના થાય છે.–ભેદરૂપે–ગુણભેદરૂપે જોતાં આરાધના થતી નથી–વિકલ્પ થાય છે. રસ ભંગ થાય છે.
(૧૮૧)
ડિસેમ્બર–૧૯૮૬ જ્ઞાનાભ્યાસ થવા અર્થે. – સન્મુખ થવા અર્થે, જ્ઞાનની વ્યાપકતા, સ્વચ્છતા (સાકારપણું, વેદકતા અને પ્રત્યક્ષતા દ્વારા પરથી / રાગથી ભિન્ન અને પોતાથી અભિન્ન જ્ઞાનમય આત્માનો નિરંતર આશ્રય / અભ્યાસ કરવા યોગ્ય છે, જેથી અંતર્મુખ થવાય.
(૧૮૨)
જાન્યુઆરી - ૧૯૮૭ છે નિજ પરમસ્વરૂપની પ્રાપ્તિના અભાવમાં, વેદના સહિતની ભાવના હોય તો માર્ગ મળે જ. (૧૮૩)