________________
અનુભવ સંજીવની
૪૯
ઑગસ્ટ - ૧૯૮૬
(૧૭૬)
પ્રયોજનની જાગૃતિ એ જ પ્રયોજનની સફળતાની ચાવી છે.
V નિશ્ચયની મુખ્યતા કરતાં, દોષનો બચાવ ન થાય તે લક્ષમાં રાખવા યોગ્ય છે. યથાર્થતા હોય તેમાં દોષનો ત્યાગ / અભાવનું લક્ષ હોય તેમાં દોષનો બચાવ અથવા પક્ષ કેમ થાય?
(૧૭૬-A)
સપ્ટેમ્બર - ૧૯૮૬ - આત્મસ્વરૂપનું ધ્યાન થવા અર્થે :
૧. જેને વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અર્થાત્ આગમ અધ્યાત્મનો સુમેળ - હોય તેવી સમજણ હોય અર્થાત્ વૈચારિક ભૂમિકામાં અસમાધાન ન હોય.
૨. જેને સહજ વેરાગ્ય રાગથી વિરક્તપણું - રાગમાં દુઃખનો અનુભવ . તેથી નીરસપણું
૩. ભેદજ્ઞાનના પ્રયાસને જેને લીધે મન-ઇન્દ્રિયોનું પરાધીનપણું ન હોય . વશ હોય. પાંચ ઇન્દ્રિય વિષયની આસક્તિના / રસના પરિણામ ન હોય.
૪. જેને સ્વરૂપમાં ઢળવાનું વલણ, સહજ પ્રયત્ન વર્તતો હોવાને લીધે . તેમજ ભય અને કુતૂહલ વિસ્મય આદિ ન હોવાથી - ઉપયોગની ચંચળતા ઘટી ગઈ હોય, જે અચંચળ ચિત્તવાળા હોય.
૫. જેને ત્વરાથી નિજ કાર્ય કરવાની વૃત્તિને લીધે પ્રમાદ ન હોય. ૬. જે પૈર્યવાન હોય . ઉતાવળે અથવા અધીરજથી કાર્ય કરવા ઉત્સુક ન થાય. ૭. જે મુક્તિના ઇચ્છુક અથવા ઉદ્યમી હોય. પૂર્ણતાના લક્ષવાળો પુરુષાર્થી. ૮. જેને નિજ પરમપદનો લક્ષ હોવાથી અત્યંત ... અત્યંત સ્વરૂપ મહિમા હોય. - ૯. સ્વક્ષેત્રમાં વ્યાપ્ય-વ્યાપકભાવે અસ્તિત્વપણાનું જોર થાય . તે મહાત્મા સ્વરૂપમાં સ્થિર થવા સમર્થ હોય છે. તેમને ભક્તિભાવે નમસ્કાર !
૧૦. જનપદ ત્યાગથી વિક્ષેપ મટે છે. (મનમાં). પરમપદનું ધ્યાન પરમપદની પ્રાપ્તિનું કારણ છે. (આ સર્વેમાં આઠમું સૌથી મુખ્ય છે.).
(૧૭૭)
Vશ્રુતનો સ્વાધ્યાય સ્થળ ઉપયોગ તેમજ પરલક્ષે કર્તવ્ય નથી. તેમાં શાસ્ત્રજીનો અવિનય છે. સૂમ ઉપયોગે વાગ્યને લક્ષમાં લઈ સ્વાધ્યાય કર્તવ્ય છે. જેથી વિષયના ઊંડાણમાં જવાય. (૧૦૮)