________________
४८
અનુભવ સંજીવની અને બાહ્ય ક્રિયામાં વજન | રસ વધી જઈને કર્તુત્વ થઈ જાય છે. તેમજ ઉભયાભાસીને બન્ને દોષ (ક્રમશ:) થતા રહે છે.
(૧૭૨)
આત્માના અનંત ગુણોમાં, જ્ઞાન–પ્રધાન ગુણ છે અથવા આત્મા જ્ઞાન પ્રધાન અનંતગુણમય છે. કારણ કે :
(૧) પ્રથમ સ્વરૂપની ઓળખાણ જ્ઞાન દ્વારા થાય છે. ત્યાં દર્શનમોહ મંદ થવાનું કારણ બને
(૨) જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવની ઓળખાણપૂર્વક ઉત્પન્ન ભેદજ્ઞાન એક માત્ર સ્વાનુભૂતિનું કારણ છે, જેમાં રાગથી ભિન્ન જ્ઞાનની મુખ્યતામાં સ્વભાવ / અસ્તિત્વનું ગ્રહણ કરવાનો પ્રયત્ન. પ્રયોગ . અભ્યાસ ચાલે છે.
- આમ વિધિના ક્રમમાં જ્ઞાનથી જ ઉપાડ છે, તે સૂચવવા . સમયસારમાં આચાર્યભગવંત “જ્ઞાનમાત્ર થી આત્માને અને પ્રાપ્તિની વિધિ ને દર્શાવે છે. અનેકાંત સ્યાદવાદની સિદ્ધિ પણ જ્ઞાનમાત્ર થી કરી છે.
(૧૭૩)
દૃષ્ટિનું પરિણમન સૂક્ષ્મ છે, તે મિથ્યાત્વની દિશામાં સમજાતું નથી–પકડાતું નથી, તેથી વિધિના ક્રમ માં જ્ઞાયકપણાના અભ્યાસની ઉપેક્ષા કરીને, (જો કે જ્ઞાયક ધ્રુવ છે) ધ્રુવનું જોર (ઓળખાણ વિના - ઓલ્વે ઓથે) દૃષ્ટિ સમ્યક થવા અર્થે કરવા ચાહે, તો તેમાં ધ્રુવના વિકલ્પનું / રાગનું જોર વધશે, પરંતુ દૃષ્ટિનું જોર ઉત્પન્ન નહિ થાય. તેથી જ કહ્યું છે કે જ્ઞાયકપણાનો અભ્યાસ કરતાં જ્ઞાનમાં દૃષ્ટિનો વિષય ગ્રહણ થવાથી દૃષ્ટિનું જોર આવે છે. ત્યાં દૃષ્ટિના જોરે આગળ વધાય છે.
सम्यकत्वम् वस्तुत: सूक्ष्ममस्ति वाचामगोचरम् तस्मात् वक्तुं च श्रोतुं च नाधिकारी विधिक्रमात् - (४०० -- पंचाध्यायी उत्तरार्ध) (१७४)
પરંતુ અનુભૂતિ થયા પછી અનુભવી જીવને દૃષ્ટિનું જોર પરિણમનમાં વધુ રહે તો તેટલી તે જીવની મુક્તિ નજીક છે. તેથી મોક્ષમાર્ગીને જ્ઞાનપ્રધાન પરિણમન કરતાં દૃષ્ટિપ્રધાન પરિણમન ઇષ્ટ છે. દષ્ટિ પ્રધાન પરિણમનમાં પુરુષાર્થ ઉગ્ર રહે છે. કેમકે દૃષ્ટિને અભેદ નિજાત્મા સિવાઈ બીજો વિષય નથી. જ્યારે જ્ઞાનપ્રધાન પરિણમનમાં પુરુષાર્થ ધર્મ મંદ રહે છે. જેથી વિકલ્પ - રાગની ઉત્પત્તિ થઈ આવે છે. જ્ઞાનને બીજા ભેદાદિ વિષય રહે છે.
(૧૭૫)