________________
અનુભવ સંજીવની
૪૭ જોરવાળું ક્ષયોપશમ જ્ઞાન વસ્તુના દ્રવ્ય, ગુણ, પર્યાયના ભેદોને જાણે તે પરાશ્રય છોડાવવા સમર્થ નથી. અનાદિ પર્યાયમાત્રના આશ્રયને છોડાવવા સમર્થ નથી. પરંતુ સ્વભાવનું જોર જ પર્યાયાશ્રિતપણું છોડાવે છે. પરંતુ સ્વભાવ પ્રતિ જોર દેવામાં કૃત્રિમતાકલ્પના ન થાય, તે ધ્યાન રાખવા યોગ્ય છે. વાસ્તવિકપણે તો સ્વભાવની ઓળખાણ • ભાવભાસન - લક્ષપૂર્વક જો સ્વભાવ પ્રત્યે જોર - (વીર્ય) ઉછળે તો કલ્પના / કૃત્રિમતા થતી જ નથી. અને તે પ્રકારમાં દ્રવ્ય, ગુણ, પર્યાયરૂપ વસ્તુનું સ્વરૂપ જ્ઞાન અને ત્રિકાળી સ્વભાવ પ્રત્યેનું જોર - બંન્ને વચ્ચે યથાર્થ સંતુલન જળવાઈ રહે છે.
જે જીવને વસ્તુ સ્વરૂપમાં કલ્પના થાય છે, તેને ત્રિકાળી સ્વભાવ પ્રત્યે સહજ વીર્ય (પુરુષાર્થ) ઉછળતું નથી. તે કૃત્રિમ જોરરૂપ વિકલ્પરૂપ / ભાષારૂપ પ્રવૃત્તિ કરે, તો પણ તે સ્વભાવની સમીપ આવતો નથી અને તેને ઉપર્યુક્ત સ્વરૂપજ્ઞાન અને ત્રિકાળીનું જોર દેવા વચ્ચે સંતુલન રહેતું નથી, એકાંત થઈ જાય છે. તેને જ એકાંત અર્થાત્ આભાસ કહેવાય છે.)
વસ્તુ સ્વરૂપનો નિશ્ચય થવામાં કલ્પના થઈ જવાનું કારણ કે જે જીવને લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અથવા અસત્સંગની પ્રતિરૂપ પરિણામ થવા, તે છે. દુઃખ તે કલ્પનાથી ઉત્પન્ન થતો ભાવ છે તે સત્ય વિસ્મરણ કરવા યોગ્ય નથી. તેથી તત્ત્વ વિચારણામાં યથાર્થ નિશ્ચય થવા અર્થે અને કલ્પના ન થવા અર્થે, આત્માર્થતા સમેત અંતર સંશોધનપૂર્વક નિર્ણયની દિશામાં પ્રયત્ન થવા યોગ્ય છે. - નહિ તો કલ્પના . એટલે કે દુઃખનું કારણ અવશ્ય ઉત્પન્ન થશે જ.
(૧૭૦)
એપ્રિલ - ૧૯૮૬ આત્મા અસ્તિત્વપણે છે, તેમજ જ્ઞાયકપણે છે. તેમાં સ્વને જ્ઞાયકપણે અભ્યાસતાં સ્વરૂપ અસ્તિત્વનું ગ્રહણ થાય તે સમ્યક છે. જ્ઞાયકપણે અભ્યાસ થયા વિના સ્વરૂપ–અસ્તિત્વ ગ્રહણ કરવા) કોઈ દૃષ્ટિનું જોર - વિકલ્પાત્મક ભૂમિકામાં કૃત્રિમપણે ઉપજાવવા ચાહે તો તે વિધિ યથાર્થ નથી. જ્ઞાયકપણાના અભ્યાસમાં અસ્તિત્વ આવી જાય છે તે સત્ય જ કહ્યું છે કે : “જ્ઞાનમ્ જ્ઞાન
વિના પ્રાપ્ત ક્ષjતે ર હિ” (સમયસાર નિર્જરા અધિકાર) અથવા "પ્રસિદ્ધ જ્ઞાનર્વિવું સાઇનાવિવિઘોષિત: સ્વાનુમૂલ્ય હેતુ તાત્પરમં પN' . ૪૦૧ (પંચાધ્યાયી ઉત્તરાર્ધ) (૧૭૧)
મે - ૧૯૮૬ જ્ઞાતા દષ્ટા (અકર્તા) એવા સ્વભાવનું અજ્ઞાન રાગ-દ્વેષનું કર્તુત્વ ઊભું કરે છે. આ સિદ્ધાંત છે. પરંતુ સમ્યક જ્ઞાન પ્રગટ થયાં પહેલાં, યથાર્થ ભૂમિકામાં અને સમ્યકજ્ઞાન થયા પછી પણ દેવ, ગુરુ, શાસ્ત્રનો મહિમા, સ્વાધ્યાય આદિ હોય છે. છતાં પણ તે તે શુભરાગનું કર્તૃત્વ સ્વીકારવાનું ન થાય તેવા પ્રકારનું સંતુલન, પ્રયોજનની તીક્ષ્ણ દૃષ્ટિવાનને સહજ રહે છે. જ્યારે નિયાભાસીને સંતુલન ન રહેવાથી, દેવ-ગુરુ-શાસ્ત્રાદિ પ્રત્યે અવિનય થઈ જાય છે અને વ્યવહારાભાસીને શુભરાગ