________________
૪૬
અનુભવ સંજીવની
વાણીમાં વિધિનું પ્રકાશન થઈ શકતું નથી. તેથી જેને માર્ગ'ની શોધ વર્તે છે, તેને સત્પુરુષથી માર્ગ નિઃસંદેહ મળે છે. તે જીવને સત્પુરુષની ઓળખાણ તેની અંતર પરિણતિથી થાય છે. તેને સત્પુરુષનો યથાતથ્ય મહિમા આવે છે. અનાદિકાળના પરિભ્રમણમાં, સત્પુરુષનો યોગ થવા છતાં, જીવને ઉક્ત પ્રકારે ઓળખાણ થઈ નથી. ઓથે ઓઘે ‘આ જ્ઞાની છે’ તેમ માન્યું છે. બહુમાન પણ ઓઘે ઓથે કર્યું છે, પણ તે ખરો મહિમા નથી. ઓળખીને બહુમાન - મહિમા આવે તો જરૂર તરી જાય. - માર્ગની શોધ એ ખાસ પ્રકારની પાત્રતા છે. આવી પાત્રતાના અભાવમાં જ્ઞાની ઓળખાતા નથી.
(૧૬૭)
આત્માનું પદાર્થ જ્ઞાન-દ્રવ્યાનુયોગ (દ્રવ્યાનુયોગ, સ્વસન્મુખના પુરુષાર્થ વિના નિશ્ચયાભાસનું પ્રાયઃ કારણ થાય છે). / આગમ દ્વારા દ્રવ્ય, ગુણ, પર્યાયથી, નય-પ્રમાણ દ્વારા કરવામાં આવે છે. ત્યાં વસ્તુ વ્યવસ્થાનું સમજવું થાય છે. પરંતુ અનાદિ ભેદવાસિત બુદ્ધિવાળો જીવ પ્રાયઃ ભેદની પ્રધાનતામાં અટકે છે. નવ તત્ત્વના જ્ઞાનમાં પણ નવના - ભેદમાં રોકાવાનું થાય છે. પરંતુ પરમાર્થના ઉપદેશક મહાપુરુષોએ નવ તત્ત્વમાં છુપાયેલી અખંડ ચૈતન્ય જ્યોતિને જુદી પાડીને અનુભૂતિ કરવા ઉપદેશ્ય છે. તેવી જ રીતે પર્યાય અને દ્રવ્યના વ્યક્ત અને અવ્યક્ત અર્થાત્ ગુપ્ત અને પ્રગટ - એ પણ અવસ્થા (સ્થિતિ) ના ભેદો છે, ‘ભેદમાત્ર’ - ભેદના અવલંબે, વિકલ્પ / રાગનું કારણ (છદ્મસ્થને) થાય છે. તેથી તે બન્ને અવસ્થામાં ચૈતન્ય સ્વરૂપ તો જેવું ને તેવું એકરૂપ જ છે. તેવો શ્રદ્ધા ભાવ કર્તવ્ય છે. - અર્થાત્ એકરૂપ - એકરસ અખંડ - ચેતનામાત્ર સ્વરૂપ હું છું' તેમ ચૈતન્ય સામાન્યમાં અસ્તિત્વનું ગ્રહણ થવું - તે પ્રાપ્તિની વિધિનું સ્વરૂપ છે. ચૈતન્ય સામાન્યને તો ખરેખર દ્રવ્ય-પર્યાયની (ભેદની) અપેક્ષા પણ નથી. તેવું પરમ નિરપેક્ષ નિશ્ચય - તત્ત્વનું સ્વરૂપ
છે.
(૧૬૮)
ફેબ્રુઆરી
૧૯૮૬
જિનેન્દ્ર દેવની સ્વસંવેદનરૂપ વીતરાગ મુદ્રા દેખીને પોતાના સ્વસંવેદનરૂપ સ્વભાવને અવલોકે તેવો હેતુ જિન પ્રતિમાની સ્થાપનાનો છે. વાણી - વ્યાખ્યામાં સ્વસંવેદનરૂપ - સ્વાનુભવ સંકેતમાત્રપણે દર્શાવી શકાય છે. જ્યારે જિન પ્રતિમા, અંતર્મુખ પરિણમનરૂપ સ્વસંવેદનને વ્યક્તપણે દર્શાવે છે. તેથી જિનદર્શન, જિનેન્દ્રની સ્થાપના પરમાર્થના હેતુભૂત છે. અર્થાત્ આસન્ન ભવ્ય જીવને સમ્યક્દર્શનનું કારણ છે. જ્ઞાનીને ધ્યાનનું નિમિત્ત છે. આત્માર્થીને ભાવભાસનનું નિમિત્ત છે.
(૧૬૯)
-
પરમ તત્ત્વનો આશ્રય - સ્વભાવના જોરથી આવે છે. સ્વભાવ ઉપર જોર થવું તે જ સ્વરૂપ જ્ઞાનની વાસ્તવિકતા છે; અન્યથા દ્રવ્ય, ગુણ, પર્યાય સંબંધી ક્ષયોપશમવાળું જ્ઞાન - અનાદિ કષાયના