________________
૪૫
અનુભવ સંજીવની V સામાન્યતઃ સંયોગની અનુકૂળતામાં જીવ હરખાય છે અને પ્રતિકૂળતામાં જીવ ખેદાય છે. આ બંન્ને પ્રકારના ભાવો–પાપ ભાવ છે. તેથી હર્ષ-શોકને ઇષ્ટ-અનિષ્ટ માની જીવ દુર્ગતિમાં જાય છે. જે પાપનું ફળ છે.
(૧૬૩)
અનાદિથી જીવ રાગના આધારે પરિણમી રહ્યો છે. હું જ્ઞાનમાત્ર છું તેમ જો જ્ઞાનનો આધાર લેવામાં આવે તો જ જીવ રાગથી ભિન્ન પડી શકે; રાગથી ભિન્ન થવામાં આ પ્રકારની કાર્ય પદ્ધતિ અનિવાર્ય છે. જેને સમયસારમાં (નિર્જરા અધિકાર) જ્ઞાનગુણ' કહેવામાં આવેલ છે. આ સિવાઈ બીજો કોઈ ઉપાય . માર્ગ નથી. અન્ય ઉપાય કરતાં રાગાદિની ઉત્પત્તિ થાય છે; આ વિધિની ભૂલ છે. પરંતુ જ્યાં રાગાદિથી જ ભિન્ન પડવું છે ત્યાં રાગનો ઉત્પાદક ઉપાય કરતાં, ભિન્નતા કેમ થાય ? જ્ઞાનના આધારે જ્ઞાનવેદન ઉપજે.
(૧૬)
એ ભેદજ્ઞાન થવામાં જ્ઞાન અને રુચિનો સુમેળ છે. પરમ સ્વભાવની અત્યંત રુચિ અને સ્વભાવ પ્રાપ્તિની અપૂર્વ ભાવના વિના ભેદજ્ઞાન પ્રવર્તે નહિ. સ્વભાવની રુચિ અને રાગથી છૂટું પડતું જ્ઞાન આગળ વધીને સ્વરૂપ ગ્રહણ કરીને સ્વસંવેદન ભાવે પરિણમે છે. તેમજ શ્રદ્ધા અભેદ સ્વરૂપશ્રદ્ધારૂપે પરિણમે છે, ત્યાં રાગથી પ્રત્યક્ષ ભિન્નતા થઈ જાય છે, રાગ-મળની અરુચિ થાય છે. આ પ્રકારે જ સ્વકાર્યની નિષ્પત્તિ છે અર્થાત્ કોઈ જીવ એકલું જ્ઞાન કે એકલી દૃષ્ટિથી સ્વકાર્યની પ્રાપ્તિ કરવા ધારે / કલ્પના કરે, તો તે વિધિથી અજાણ છે. કલ્પના વાસ્તવિકતાથી બહુ દૂર
(૧૬૫)
છે.
જગતવાસી સંસારી જીવની વિષયતૃષ્ણા અનંત છે, તેને વ્યસનની જેમ તલપ લાગેલી જ રહે છે . એવી સ્થિતિમાં, પૂર્વકર્મ અનુસાર સંયોગીક ફેરફાર થતાં જીવ સંયોગના રણે ચડી જાય છે, અનુકૂળતામાં પ્રાયઃ વિશેષ સંયોગનો રસ ચડી જાય છે...(કર્તબુદ્ધિને લીધે) - તો કોઈવાર પ્રતિકૂળતામાં વધુ ખેદાઈને રસ ભોગવે છે. પરંતુ પોતાનું ધાર્યું કાર્ય અહીં થતું નથી . તેવા અનુભવને વિચારવાનો અહીં અવસર / પ્રસંગ છે. જો વિચારવાન હોય તો ... જ્યારે અનુકૂળતામાં આવા વિચારની સંભાવના નથી રહેતી). આમ પરરસનું ઝેરની માત્રા વધતી જાય છે. તેથી જ પરિભ્રમણ કરતો જીવ ક્રમશઃ અધોગતિને પ્રાપ્ત કરે છે. ત્યાં સત્પુરુષનું શરણ જ તેને બચાવે છે, કે જે પુરુષ આત્મશાંતિ દ્વારા વિષય-દાહને શાંત કરવાના ઉપાયમાં જીવને યોજે છે. (૧૬૬)
જે જીવ છૂટવાના ઉપાયની / માર્ગની શોધમાં હોય, તેને માર્ગ, સપુરુષની વાણીમાં, પ્રકાશની જેમ મળે છે. સત્પુરુષ - અનુભવી પુરુષની વાણીમાં જ માર્ગ પ્રાપ્તિની વિધિ આવે . અજ્ઞાનીની