________________
४४
અનુભવ સંજીવની જાય છે. તે તેમનો અનુપમ અને અનંત ઉપકાર છે. - સત્પુરુષને ઓળખવાની ક્ષમતા ન હોય તેવા જીવો સામાન્યતઃ પૂર્વગ્રહપૂર્વક સત્સંગ ઉપાસે છે. ત્યાં “આ પુરુષ છે' તેવો પૂર્વગ્રહ બંધાઈને. અંતરથી સ્વીકાર કરીને અર્પણતાપૂર્વક સમાગમ કરતાં યોગ્યતા પ્રાપ્ત થઈ જીવ નિજ કલ્યાણ સાધવામાં અગ્રેસર થાય છે. જ્ઞાનીની ઓળખ વિના, સત્ સમાગમ પ્રાપ્ત થતાં . તત્ત્વજ્ઞાનના શ્રવણ કાળે . કોઈ વિદ્વાન તત્ત્વચર્ચા કરે છે . તેવા પૂર્વગ્રહ પૂર્વક પ્રાયઃ સત્સંગ ઉપાસવાનું બને છે અને તેથી યોગ્યતા રોકાઈ જાય છે. કારણકે તેને પૂર્વગ્રહને લઈ (અહીં) સપુરુષનો યથાયોગ્ય મહિમા આવતો નથી. તેથી ધર્મબુદ્ધિવાન જીવને, એટલે કે આત્માર્થી જીવને - જ્ઞાનીનો અન્ય જ્ઞાની પ્રત્યેનો નિર્દેશ પરમ ઉપકારી થઈ પડે છે.
(૧૫૯)
આત્માના ગુણોને પરિણમનમાં પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જો કે પ્રત્યેક ગુણ સ્વયં અનંત શક્તિમય છે, પરંતુ પરસ્પર નિમિત્ત પણ થાય છે અથવા કોઈ કોઈ ગુણસ્થાને અવિનાભાવે સુમેળપણે પરિણમે તેવું વસ્તુનું સ્વરૂપ છે. તેમાં દ્રવ્યની અખંડતા કારણભૂત છે.
જો કે વસ્તુ - સ્વરૂપે . ત્રણે કાળે સાધકજીવને ધર્મનું મૂળ - સમદર્શન સમાન છે અને દૃષ્ટિનો વિષય પણ પ્રત્યેકને સરખો છે, તેમજ સમ્યક પુરુષાર્થનું પરિણમન પણ અવિનાભાવીપણે હોય છે, તેમ છતાં પણ તે પુરુષાર્થ દરેકનો સમાન હોતો નથી - તેવું પુરુષાર્થનું પરિણમન સ્વતંત્ર છે. પુરુષાર્થ અનુસાર સર્વ ગુણ ખીલે છે અર્થાત્ સર્વ ગુણના વિકાસમાં પુરુષાર્થનું નિમિત્ત છે. તેથી પુરુષાર્થ અંગે ગહન • ગવેષણા કર્તવ્ય છે.
(૧૬૦)
મુમુક્ષુને પુરુષાર્થની મંદતાને લીધે શુદ્ધોપયોગમાં ન પહોંચવાથી શુભ પરિણામ થઈ જાય, પરંતુ તે રીતે ઉત્પન્ન શુભનો આગ્રહ ન હોય; તેમજ આ શુભભાવ ઉચ્ચ કક્ષાના હોવા છતાં તેમાં રોકાવાની ચાહ પણ ન હોય. અહીં ભાવના પ્રધાન પરિણમન હોવાથી, મુમુક્ષુનું હૃદય ભાવનાથી ભીંજાયેલું હોય છે. અને તે પાપથી ભયભીત હોય છે. તેથી શુભથી ખસવાના પ્રયત્નમાં . સ્વચ્છેદ ભાવે પરિણમતો નથી.
(૧૬૧)
સપુરુષના વચનોમાં આત્મહિત થાય તેવું પૂરું નિમિત્તત્વ હોય છે. લક્ષ્ય-સ્વરૂપનો બોધ થવામાં અચુકપણે તે નિમિત્ત થાય છે. જે જીવની તથારૂપ પાત્રતા અર્થાત્ યોગ્ય તૈયારી હોય તો ખચિતપણે કાર્ય સિદ્ધ થાય છે. અહો ! નિજ પૂર્ણ વીતરાગ સ્વભાવ ઉપરની ભીંસમાંથી પ્રગટેલી વાણી ! આવી વાણી અમોઘ-રામબાણ જ હોય ને ! તે નિષ્ફળ કેમ જાય ! તેની સફળતા સાથે કુદરત બંધાયેલી છે. તેથી આ વાણી પણ વ્યવહારથી) પૂજ્ય છે.
(૧૬૨)