________________
અનુભવ સંજીવની
૨૩. પોતાની ગુરુતાને દબાવનાર.
૨૪. સમય ન વેડફનાર (ઉદય પ્રસંગોમાં).
૨૫. પરમાર્થની વાત સાંભળતા જ ચોંટ - ઊંડી ચોંટ લાગવી.
૪૩
૨૬. નિરંતર સત્ની શોધકવૃત્તિવાળો જીવ.
૨૭. સ્વરૂપ પ્રાપ્તિના અભાવમાં વ્યતીત થતું આયુષ્ય અંગે ખેદ વર્તતા પરિણામ અર્થાત્ ઘણું મોડું થઈ રહ્યું છે, તેમ લાગ્યા કરે.
૨૮. ભવની શંકા ન થાય - મોક્ષને પાત્ર જ છું - તેમ મોક્ષના ભણકાર આવે.
કોઈ બાહ્ય ક્રિયાકાંડ કે શાસ્ત્ર ભણતરથી જીવ માર્ગને પામી શકતો નથી. એક પાત્રતાથી જ જીવ પામે છે. તેથી પાત્રતાનું મહત્વ સમજવા યોગ્ય છે.
(૧૫૭)
(કોઈપણ જીવ જ્યારે નિજ હિત માટે તત્પર થાય - ત્યાં શીઘ્ર પાત્રતા પ્રગટે છે. તે માટે અમુક પૂર્વ પ્રકાર હોય તો પાત્રતા આવે તેવો નિયમ નથી. આ માર્ગની સુવિધા છે.)
જેમ લોકમાં પરાક્રમી પુરુષ નેતાના સ્થાને સ્થપાય છે અને લોકો તેને અનુસરે છે, જે સ્વયંના પરાક્રમથી પોતે નેતા થયેલ છે, તે બીજાના ટેકાથી નેતા થયેલ નથી. બીજાઓ તો તે પરાક્રમી પુરુષને ગૌરવપૂર્વક બિરદાવે છે. તોપણ (પરંતુ) જગતમાં તેવી પ્રસિદ્ધિને પુણ્યની અપેક્ષા છે.
જ્યારે આત્માનો અધ્યાત્મ માર્ગ તો લોકથી નિરપેક્ષપણે સ્વયંના અંતર પુરુષાર્થથી અંદર વિચરવાનો છે. તેમાં લોકોત્તર પરાક્રમ છે, તે જગતથી અને પુણ્યથી નિરપેક્ષ છે. - આ મોક્ષમાર્ગનું અલૌકિક ગૌરવ છે. કદાચ મોક્ષમાર્ગીજીવને (પૂર્વ પુણ્યનો ઉદય હોય તો) પણ લોકો માને, બહુમાન કરે, પ્રશંસા આદિ કરે, તોપણ પોતે - તેવા લોકોનો પ્રેમથી - રાગથી પરિચય કરતો નથી. પોતે પ્રશંસા આદિથી નિરપેક્ષ રહી અંતરમાં વિચરે છે, જો પોતે રાગથી પરિચય કરે અથવા થયેલ પરિચયમાં વૃદ્ધિ થવાનો પ્રયાસ કરે - કે એવી અપેક્ષા રાખે તો પોતાનું પતન થાય, કારણકે પરની અપેક્ષાબુદ્ધિ એ જ નિર્બળતા છે. જે અંતર પુરુષાર્થ - અને નિજ અનંત સામર્થ્યથી વિરૂદ્ધ - વિરાધક ભાવ છે. (૧૫૮)
કોઈ મહાભાગ્ય (!) - મહાપાત્ર જીવને બાદ કરતાં, પ્રાયઃ મનુષ્ય જીવે અનંતકાળથી સત્પુરુષને ઓળખ્યા નથી. ઓળખવાની યોગ્યતા પણ પ્રાપ્ત થઈ નથી. તેથી અનંતવાર (ભૂતકાળે) સત્પુરુષ મળવા છતાં, જીવને પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ - અયોગ સમાન રહ્યો છે, કે જે યોગે કરીને જીવ, જન્મ-મરણના ચક્કરમાંથી છૂટી શકે છે. આ ખરેખર વિધિ'ની કરુણતા જ સમજવી રહી.
આ પ્રકારે અનંતકાળનું પરિભ્રમણ નાશ થવાનો યોગ વૃથા બને નહિ, તે હેતુથી નિઃસ્પૃહપણે અને નિષ્કારણ કરુણાભાવે કોઈ પ્રસિદ્ધ મહાત્મા અન્ય સત્પુરુષ પ્રત્યે અંગુલી નિર્દેશ કરતા