________________
૪૨
અનુભવ સંજીવની A૩-. અનેક પ્રકારના મોહાસક્તિના પરિણામ કાળે મૂંઝવણનો અનુભવ થાય તે પાત્રતાનું સુચક છે.
૪. ગુણથી ઉત્પન્ન થતાં સુખની રુચિ છે જેને, તેમજ ગુણગ્રાહીપણું.
૫. ઉદયભાવમાં ક્યાંય ગમે નહિ, તેથી ઉદયભાવમાં જોર-ઉત્સાહ આવે નહિ, પાત્રતાવશ સહજ એમ થાય.
૬. સમજણથી સંમત થયેલ બોધને શીધ્ર પ્રયોગમાં મુકનાર પણ વર્તમાન પાત્ર છે.
૭. દર્શનમોહ મંદ થયો છે જેને તેથી પદાર્થનો યથાર્થ નિશ્ચય કરવાની ક્ષમતાવાળો . ઉત્તમ પાત્ર છે.
સ્વરૂપ નિર્ણય તે પાત્રતા. પૂ. ગુરુદેવશ્રી વચનામૃત-૧૯,
૮. શાસ્ત્ર વચનોની યથાર્થ સમજણ સાથે યથાયોગ્ય સ્તરના વહેવારના પરિણામ થવા છતાં તેનો / વ્યવહારનો રસ ચડી ન જાય, તેવી જાગૃતિવાળો.
૯, જગતની મોટાઈવાળી વસ્તુ અને વાતોનો મહિમા ન આવે.
૧૦. સ્વભાવ સાંભળતાં રુચિનું પોષણ થાય - વૃદ્ધિ થાય, સ્વભાવ પ્રાપ્ત કર્યા વિના ચેન ન પડે . સુખ ન થાય - લીધે જ છૂટકો. (વર્તમાન પાત્ર)
૧૧. સૂક્ષ્મ અંતર અવલોકનપૂર્વક ભેદજ્ઞાનનો પુરુષાર્થ કરનાર વર્તમાન પાત્ર છે. ૧૨. ઉપકારી સત્પુરુષ પ્રત્યે અત્યંત ભક્તિવાળો. ૧૩. વિષય-કષાયનાં તીવ્ર રસવાળાં પરિણામ થતાં અહિતરૂપ પરિણામો થતાં ગભરાટ
થવો.
૧૪. પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત વિષયની વહેંચણી કરનાર.
૧૫. અપ્રયોજનભૂત વિષય પ્રત્યે ઉપેક્ષા - ઉદાસ થનાર, તેમજ પ્રયોજનભૂત વિષયના ઊંડાણમાં જવા માટે તત્પર વૃત્તિવાળો, પ્રયોજનને અનુસરવાના પુરુષાર્થવાળો.
૧૬. પ્રતિકૂળ પ્રસંગમાં પરિણામ નહિ બગડતાં, સહજ આત્મહિતમાં સાવધાન થનાર. ૧૭. નિજહિતની જેટલી ગરજ તેટલી પાત્રતા વિશેષ આ પાત્રતાના માપનું ધોરણ છે.
૧૮. ભવભ્રમણથી ડરવાના ચિત્તવાળો અર્થાત્ પોતાના જન્મ-મરણના દુઃખની દયા સ્વદયા ઉત્પન્ન થઈ છે તેવો.
૧૯. આત્મલક્ષી પરિણામવાળો.
૨૦. ભાવના પ્રધાન પરિણમનવાળો અર્થાત્ ભીંજાયેલા હૃદયવાળો, સ્વરૂપની અપૂર્વ ભાવનાવાળો.
૨૧. મધ્યસ્થ - નિષ્પક્ષ જ્ઞાનનો અભ્યાસી . સત્યને સ્વીકારનાર, ૨૨. સ્વરૂપ ભાવનાપૂર્વક અંતરમાં માર્ગનો શોધક . છૂટવાના માર્ગનો શોધક.