________________
અનુભવ સંજીવની
૪૧
બંધ થઈ જાય છે. અર્થાત્ વીતરાગ સ્વરૂપના મહિમાનો વિકલ્પ - રાગ ઉત્પન્ન થવા છતાં - અને મહિમા વધવા છતાં - રાગ વધતો નથી પણ તૂટે છે. કારણ કે રાગથી ભિન્નપણારૂપ ભેદજ્ઞાન વૃદ્ધિગત થઈને - રાગને મિટાવે છે. વીતરાગ સ્વરૂપના લક્ષે ઉત્ત્પન્ન પુરુષાર્થથી રાગ મટે છે.
(૧૫૫)
વિપરીતના પરિહાર પૂર્વક અવિપરીતપણાની - યથાર્થપણાની - સિદ્ધિ અર્થાત્ ઉપલબ્ધિ છે. નવ તત્ત્વના શ્રદ્ધાનની પરિભાષામાં આ પ્રકાર પ્રસિદ્ધ છે, ત્યાં એમ સ્પષ્ટ કર્યું છે કે : “વિપરીત અભિનિવેષ રહિત નવ તત્ત્વનું શ્રદ્ધાન તે યથાર્થ શ્રદ્ધાન છે;” તેમાં અતત્ત્વમાં તત્ત્વ બુદ્ધિ અથવા એક તત્ત્વમાં અન્ય તત્ત્વનો અધ્યાસ (અન્યથા ભાસવું) તે મિથ્યા શ્રદ્ધા, વિપરીત અભિનિવેષને પ્રદર્શિત કરે છે, તેવી જ રીતે શાસ્ત્રજ્ઞાનની યથાર્થતા - આત્મલક્ષપૂર્વક શાસ્ત્રનું અધ્યયન થાય તેમાં છે. આવું યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન હોતાં, કુદેવમાં દેવ બુદ્ધિ, લાભબુદ્ધિ ન થાય અને સર્વજ્ઞદેવ પ્રત્યે અનાદર, અવિવેક અથવા નિષેધ ન આવે; કોઈપણ લૌકિક કારણથી નિષેધ આવતાં ગ્રહિત મિથ્યાત્વનો દોષ ઉપજે. તેવી જ રીતે ભાવલિંગી ગુરુ સિવાઈ ગુરુબુદ્ધિ ન થાય, તેમજ દ્રવ્યલિંગી કે લિંગાભાસી, અન્ય લિંગી પ્રત્યે ગુરુ - પૂજ્યબુદ્ધિથી, ધર્મબુદ્ધિથી - ત્રિયોગે પ્રવૃત્તિ ન થવી ઘટે. કેમકે ત્યાં વિપરીત અભિનિવેષ થાય.
તેવી જ રીતે સુશાસ્ત્ર અને કુશાસ્ત્ર વચ્ચે વિવેક કર્તવ્ય છે. કુશાસ્ત્ર - અન્યમતના શાસ્ત્ર કે મિથ્યાર્દષ્ટિએ રચેલા શાસ્ત્રો પ્રત્યે શ્રદ્ધા - વિનય રાખીને સત્ શાસ્ત્રો વાંચે સાંભળે, તેમાં લાભ થાય નહિ.
તેવી જ રીતે, સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા વિનય હોવા છતાં, અસત્પુરુષમાં - તેના વચનમાં શ્રદ્ધા - વિનય કરતાં - અયથાર્થતા વિપરીત અભિનિવેષ ઉત્પન્ન થાય છે અને પ્રત્યક્ષ યોગ - અયોગ થઈ પડે છે.
ઉપરોક્ત વિષય મુમુક્ષુ જીવે - વિચારવાન જીવે ગંભીરપણે વિચારવા યોગ્ય છે. (૧૫૬)
પાત્રતા :
૧. જેને એકમાત્ર નિજ સ્વરૂપ સિવાઈ જગતમાંથી કાંઈ જ જોઈતું નથી તે ખાસ પ્રકારની પાત્રતા છે.
૨. સત્પુરુષના ચરણનો ઇચ્છુક, એકનિષ્ઠાથી સત્પુરુષની આજ્ઞા શિરોધાર્ય કરનાર વર્તમાન પાત્ર છે.
૩. પાત્ર જીવને સ્વરૂપ વિચારણા - ચિંતવન આદિ થવાં છતાં, સ્વાનુભવના અભાવની ખટક રહ્યા કરે - અસંતોષ રહે છે.