________________
અનુભવ સંજીવની
કોઈ માને તો ગમવું - જેને અતિપરિણામીપણું કહે છે. જાણપણાનું / જ્ઞાનનું પ્રદર્શન કરવાના ભાવ - વગેરે પ્રકાર ન થાય.
૫૩. ક્ષયોપશમ થવાથી જિજ્ઞાસા મટી જાય, તે સ્થિતિનો અભાવ : જ્ઞાનના ક્ષયોપશમમાં નિશ્ચય-વ્યવહાર આદિ સમજાય, છતાં માર્ગની વિધિ પોતાને ન પકડાય ત્યાં સુધી અથવા સાક્ષાત્ અનુભૂતિ ન થાય ત્યાં સુધી જિજ્ઞાસાનો અભાવ ન થાય.
૫૪. નિંદા - પ્રશંસા અર્થે પ્રવૃત્તિનો અભાવ : શાસ્ત્ર સંબંધી - (દેવ, ગુરુ, સત્પુરુષ સંબંધી) કોઈ પ્રવૃત્તિ માનાર્થે ન થાય, તીર્થની - શાસનની કોઈ પ્રવૃત્તિમાં, પોતાનું માનનું લક્ષ ન રહે - ન હોય. દા.ત. શ્રીમદ્ભુનું વચન - નિંદા-પ્રશંસા અર્થે વિચારવાન જીવ પ્રવૃત્તિ ન કરે'.
૫૫. ક્રિયા દ્વારા અસત્ અભિમાનનો અભાવ : ક્રિયા સંબંધી મિથ્યા આગ્રહ ન હોય, કે જેથી ‘અસત્ અભિમાન' થાય અર્થાત્ દેહાત્મબુદ્ધિ દૃઢ થાય અને વ્રત-સંયમાદિની દૈહિક ક્રિયામાં આત્માની ક્રિયા માનતાં અસમાં સત્ મનાય અથવા માનાર્થે બાહ્ય ક્રિયા ન થાય.
૫૬. ક્રિયા દ્વારા સિદ્ધિમોહનો અભાવ : બાહ્ય અનુકૂળતા (પુણ્યના ફળ) ની અભિલાષાથી અથવા સિદ્ધિ મોહરૂપ નિદાન ભાવો સહિત ક્રિયા ન કરે.
૫૭. અધ્યાત્મનો વ્યામોહ અથવા શુષ્ક અધ્યાત્મીપણાનો અભાવ : બાહ્ય લક્ષે જાણપણાં માટે વા અન્યથા પ્રકારે તત્ત્વનું ગ્રહણ થતાં, એકલું અધ્યાત્મ ચિંતવન અર્થાત્ શુષ્ક અધ્યાત્મીપણું (ભાવભાસન વગર - જ્ઞાનરસ વગર) થતાં વિકલ્પ અને અધ્યાત્મભાષાનો રસ - વાણીનો રસ - જે પુદ્ગલ રસ છે. તે અધ્યાત્મનો વ્યામોહ છે. તેવો પ્રકાર ન થાય. (૧૫૪)
૪૦
ડિસેમ્બર - ૧૯૮૫
મુમુક્ષુજીવને આત્મસ્વરૂપના મહિમાના ભાવો થવા સ્વાભાવિક છે. પરંતુ સ્વરૂપની ઓળખાણ વિના, માત્ર ઓથે ઓઘે મહિમા થાય તે કાર્યકારી નથી. ઓળખાણ-ભાવભાસન વિનાની સ્વરૂપ મહિમાના કર્તવ્યની સમજણથી પણ કૃત્રિમતાવાળા ભાવોથી મહિમા કરાય તે પણ કાર્યકારી નથી. પરંતુ સ્વરૂપના યથાતથ્ય પ્રતિભાસને લીધે આત્માનો મહિમા ઉત્પન્ન થવો સ્વાભાવિક છે. ત્યાં સ્વરૂપની મુખ્યતા થતાં, સ્વરૂપ સંબંધી વિકલ્પ / રાગ વધે - રહે ત્યાં સુધી શુદ્ધનયનો પક્ષ છે. આ નયપક્ષનો વિકલ્પ અનાદિની એકત્વબુદ્ધિના સદ્ભાવને લીધે સમ્યક્ ઉત્પત્તિમાં - નિર્વિકલ્પ થવામાં - બાધક છે. તેથી તેવા રાગની વૃદ્ધિ પણ ઇચ્છનીય નથી. પરંતુ જ્ઞાનમાં - વિકલ્પની આડ વિના - અવભાસિત થયેલ મહિમાવંત સ્વરૂપ - અપૂર્વ આત્મલક્ષ ઉત્પન્ન કરે છે. ત્યાં શુદ્ધ સ્વરૂપના લક્ષે જ્ઞાનબળ વૃદ્વિગત થાય છે. વિકલ્પનું બળ તૂટતું જાય છે તે સ્વરૂપનો ખરો મહિમા છે. અર્થાત્ સૂક્ષ્મ વિકલ્પ થવાં છતાં તેના ઉપર લક્ષ નથી. એક જ્ઞાનમાત્રમયપણે - વ્યાપ્યવ્યાપકભાવે - જ્ઞાનના બળથી પોતાનો, સ્વયં રાગ રહિતનો અનુભવ થતાં બુદ્ધિપૂર્વકના રાગની ઉત્પત્તિ સહજ