________________
અનુભવ સંજીવની
૩૯
છે. . તેવા પરિણામ ન હોય.
૪૮. કુતર્ક, શંકાશીલતા, વિભ્રમનો અભાવ. વિકલ્પ વૃદ્ધિ થાય તેવી રીતનો અભાવ, અપરિપક્વ વિચારોનો અભાવ, અધૂરા નિશ્ચયનો અભાવ, ડામાડોળપણાનો અભાવ : શાસ્ત્ર અધ્યયન, તત્ત્વ શ્રવણ, તત્ત્વચર્ચા, આદિમાં એવો પ્રકાર ન હોય કે જેથી વિકલ્પ વૃદ્ધિ થાય, અધૂરો નિશ્ચય, અપરિપક્વ વિચારદશાપણું, શંકાશીલતા અને વિશ્વમ ઉત્પન્ન થાય, કુતર્ક ઉપજે અને ભાવમાં ડામાડોળપણું રહે, તેવા પ્રકારનો અભાવ.
૪૯. લૌકિક અભિનિવેષનો અભાવ, શાસ્ત્રીય અભિનિવેષનો અભાવ, પ્રશસ્ત – અપ્રશસ્તનો અભાવ :– લૌકિક અભિનિવેષ અને શાસ્ત્રીય અભિનિવેષથી દૂર રહે તે નિમ્ન પ્રકારે :
A-૧. લોકમાં જે જે વસ્તુ અને વાતોનું મહત્વ ગણાય છે, તેની મહાભ્યબુદ્ધિ તે લૌકિક અભિનિવેષ.
B.૧. આત્માર્થ સિવાઈની શાસ્ત્રની માન્યતા, વા શાસ્ત્રનું ભણતર - ધારણામાં સંતોષ, અપ્રયોજનભૂત વિષયમાં જાણપણાની મહત્તા અને તેથી આત્માર્થની ગૌણતા વગેરે પ્રકાર તે (પ્રશસ્ત) શાસ્ત્રીય અભિનિવેષ અને
B-૨. પ્રત્યક્ષ સપુરુષના સમાગમને ગૌણ કરી, તેની સરખામણી સ્વયંના શાસ્ત્ર અધ્યયનને ગણવી અથવા શાસ્ત્ર - ઊંચા ગુણસ્થાન સ્થિત પુરુષનાં વચનો ગણી-વધુ ભાર દેવો તે અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેષ. (અહીં શાસ્ત્રની મુખ્યતા હોવા છતાં ‘અપ્રશસ્ત' વિશેષણ લગાવેલ છે. તે ગંભીર ભાવ / વચન છે. આવા પ્રકારના ભાવમાં વર્તતો જીવ - અવશ્ય કાંઈને કાંઈ અપ્રશસ્ત લૌકિક) પ્રયોજનવશ પ્રવર્તતો હોય છે. તેવી જ્ઞાનીની ગણત્રી (મર્યાદા જ્ઞાનનો નિયમ) છે, જે નિયમબદ્ધ છે.
૫૦. સંદિગ્ધ અવસ્થાનો અભાવ—તેથી સપુરુષને વિષે પણ સંદેહ - તેનો અભાવ ઃ સંદિગ્ધ અવસ્થા ન હોય, સંદિગ્ધ અવસ્થા ને લીધે (૧) જ્ઞાન પ્રાપ્તિ માટે અનેક ગ્રંથોનું અધ્યયન કરતાં અનેક પ્રકારે સંદેહનું ઉપજવું, જેથી પ્રયોજનભૂત વિષય ઉપર લક્ષ જતું નથી. પ્રાયઃ અપ્રયોજનભૂત વિષય ઉપર વજન રહે અને તેમાં અટકે. (૨) પુરુષનો પ્રત્યક્ષ સમાગમ થવા છતાં ઓળખાણ ન થાય; ઊંડે ઊંડે સત્પુરુષના મન, વચન, કાયાના ઉદય પરિણામ પ્રત્યે સંદેહ રહે અથવા ક્યાંક પણ અવિશ્વાસ . અપ્રતીતિને યોગ્ય વાત લાગે.
૫૧. ભેદની રુચિનો અભાવ અથવા અભેદ-પરમાર્થમાં અરુચિનો અભાવ : જ્ઞાનના ભેદ પ્રભેદમાં ગુણભેદ, પર્યાયભેદ, અનેક પ્રકારના ન્યાયો, નયજ્ઞાન, કર્મ બંધ, ઉદય - સત્તાના ભેદોમાં) રુચિ થવાથી, અભેદ પરમાર્થ વિષયમાં રસ ન ઉપજે તેવું ન થાય.
પર. બાહ્ય જ્ઞાનને જ્ઞાન પ્રાપ્તિ અથવા અતિપરિણામીપણાનો અભાવ: શાસ્ત્રના બાહ્ય જ્ઞાનમાં જ્ઞાન પ્રાપ્તિ મનાઈ જાય અને તેથી સમ્યક્ પરિણમનના અભાવમાં પણ પોતાનું મહતપણું માનવું,