________________
૩૮
અનુભવ સંજીવની
C. જ્ઞાનીનાં વચનમાં શંકા થવી – સત્પુરુષના વચનમાં શંકા થવી. AD, જ્ઞાનીનાં વચનમાં ભૂલ દેખવી – સત્પુરુષના વચનમાં ભૂલ દેખવાના શોધવાના પરિણામ થવા.
E. માનીપણું– લોકસંજ્ઞા રહે માનાર્થે પ્રવૃત્તિ રહે – માનીપણું . જ્યાં જ્યાં માન મળે ત્યાં આકર્ષણ રહે અથવા રુ; માન મળવા અર્થે મન-વચન-કાયાની પ્રવૃત્તિ થાય. સમાજની મુખ્યતા થઈ આત્મ સાધન ગૌણ થાય (જેને શાસ્ત્રમાં લોકદષ્ટિ કહી છે. જ્યાં બહુમાન થયું હોય - થતું હોય તેવા સમુહમાં તે માન જળવાઈ રહે . તેવો અભિપ્રાય અથવા પરિણતિ રહે, તનુસાર પ્રવૃત્તિ શુભ (?) ની કરે અથવા અનૈતિક અશુભ પ્રવૃત્તિ પણ, સ્વચ્છંદ તીવ્ર થતાં કરે.
F. સપુરુષનાં ઉપકારને ઓળવવો :– સત્પુરુષના ઉપકારને ઓળવવો. 6. પુરુષના વચનપ્રત્યે અપ્રીતિ – સત્પુરુષના વચનામૃત પ્રત્યે અચળ પ્રેમનો અભાવ.
H. પુરુષ પ્રત્યે પરમ વિનયમાં ઓછ૫ :- પ્રત્યક્ષ સપુરુષ પ્રત્યે પરમ વિનય - અત્યંત ભક્તિનો અભાવ, (સામાન્ય વિનય હોય તે ઓછપ યોગ્ય નથી.
1. સત્પુરુષોના ઉદય ભાવો . કાર્યોમાં પોતા સમાન કલ્પના રહેવી.
J. સપુરુષનાં આચરણમાં રાગની / ચારિત્રમોહની મુખ્યતાથી દોષ દેખવા – સત્પુરુષના બાહ્ય આચરણમાંથી ચારિત્રમોહના દોષને મુખ્ય કરવા.
K. શાસ્ત્રની ધારણાની મુખ્યતામાં અધ્યાત્મ ગૌણ થવું – માર્ગ સૂઝનો અભાવ – બાહ્ય જ્ઞાન : શાસ્ત્રની ધારણા . ઉપરના ઝુકાવને લીધે માર્ગની અંતરમાં સૂઝ ન પડવી, અધ્યાત્મ ગૌણ થવું . એ વગેરે પ્રકારના પરિણામો સ્વચ્છંદની તીવ્રતા અથવા મંદતાના વિદ્યમાનપણાના ઘાતક
છે.
૪૨. અસરળતા હઠાગ્રહનો અભાવ : અસરળતા, હઠાગ્રહ, જીદ . આવી જાતના ભાવો ન થાય, કારણ પરમ સરળતારૂપ એવું અંતર્મુખનું વલણના અવરોધક આ અસરળ ભાવો છે.
૪૩. ક્ષયોપશમની મહત્તાનો અભાવ : ક્ષયોપશમની વિશેષતાને લીધે મોટાઈની ઇચ્છાભાવ રહે તેવું ન હોય.
૪૪. ક્રિયાકાંડ પરંપરાના આગ્રહનો અભાવ : પરંપરા અને ક્રિયાકાંડનો આગ્રહ ન રહે. ૪૫. જ્ઞાનીના વચનમાં કલ્પનાનો અભાવ : જ્ઞાનીના વચનોનું કલ્પિત અર્થઘટન કરવાનું ન
થાય.
૪૬. સત્પુરુષથી વિમુખતાનો અભાવ : સત્પુરુષથી વિમુખ થવાનું કોઈપણ ભોગે સ્વીકારે નહિ. તે માટે અપકીર્તિભય, સમાજભયને ગૌણ કરે.
૪૭. પ્રમાદનો અભાવ પ્રમાદ અર્થાત્ સ્વકાર્યનું ઉલ્લાસિત વીર્યનો અભાવ રહે તો તે પરિણામો ઉપર ઉપરથી શાંત (કષાયની મંદતાવાળા) દેખાતા હોય, તો પણ, કષાયના ભારથી પ્રમાદિત થયાં