________________
અનુભવ સંજીવની
ન હોય, કારણ આત્માર્થી સહજ વૈરાગ્યવાન હોય છે.
(૩૪) પોતાની ગુરુતા દબાવનાર : આત્માર્થી જીવ, સામાન્ય મનુષ્યથી વિશેષ યોગ્યતાવાળો હોવા છતાં, માન-પ્રસિદ્ધિથી દૂર રહેવા ચાહે છે અને તેથી પોતાની મહત્તાને ગોપવે છે અને તે પણ કૃત્રિમતા વિના ગોપવે છે.
૩૭
(૩૫) મુક્તપણાનું મૂલ્યાંકન : મોક્ષ અને મોક્ષમાર્ગની મહત્તા વાસ્તવિકરૂપે સમજાઈ હોય, (ચારે ગતિના સર્વ દુઃખનો અભાવ અને અનંત સમાધિ સુખની પ્રાપ્તિ અને પ્રાપ્તિના સાધનની કિંમત સમજીને આદરબુદ્ધિ ઉત્પન્ન થઈ હોય.)
(૩૬) જાગૃતિપૂર્વક અવલોકનથી નીરસતા : આત્મ જાગૃતિ ઉત્પન્ન થઈ હોય અર્થાત્ જાગૃતિપૂર્વક નિજભાવોનું અવલોકન સૂક્ષ્મપણે થતાં પરરસ-રાગરસ ઘટતો હોય.
(૩૭) પ્રયોજનના લક્ષે શાસ્ત્ર વચનોનું અવગાહન : શાસ્ત્રોમાં આવતા સર્વ ન્યાયો અને અનેક અપેક્ષિત કથનો, તેમજ વિભિન્ન પ્રકારે કથનની વિવિક્ષાઓ - તે સર્વને આત્મહિતના પ્રયોજનના લક્ષે સમજવાની પદ્ધતિ હોય. (જેથી વિપર્યાસપણું કે અન્યથાપણું સમજણમાં ન થાય).
(૩૮) ઉદય પ્રસંગોમાં નિરુત્સાહ (તાલાવેલી વશ) : સ્વકાર્ય માટે તાલાવેલી હોવાને લીધે, અન્ય ઉદયમાન પ્રસંગોમાં નિરુત્સાહી ભાવે જોડાય.
(૩૯) ગતિ નિઃશંકતા : ગતિ નિઃશંકતા આવી હોય અર્થાત્ આગામી ભવોમાં નીચગતિ (નર્ક કે તિર્યંચ) થવા સંબંધી શંકા પણ ન પડે, તેમજ સ્વયંની (મુક્તિ-દશાની) યોગ્યતા માટે જે નિઃશંક હોય.
(૪૦) સુખાભાસનું જ્ઞાન આશ્રયબુદ્ધિ - વાસના ટળવાનું કારણ : અન્ય દ્રવ્ય-ભાવમાં ‘સુખની કલ્પના'નું સ્વરૂપ સમજાયું હોય, તેથી તેની નિવૃત્તિ અર્થે (સાવધાન) પ્રયત્નવાન હોય, કે જેથી જગતના કોઈ પદાર્થમાં ઊંડે ઊંડે પણ સુખની કલ્પના (વાસના) રહી ન જાય અથવા કોઈપણ ઇન્દ્રિય વિષયની અપેક્ષા પરિણતિમાં રહ્યા કરે નહિ, તેમજ શુભ પરિણામોમાં કે શાતા વેદનીના ઉદય કાળે આશ્રયબુદ્ધિ રહી ન જાય.
(૪૧) સ્વચ્છંદનો અભાવ : સ્વચ્છંદ મહાદોષ છે, જે આત્માર્થીની ભૂમિકાનો નાશ કરનાર છે. જેના લક્ષણો અનેકના પ્રકારે સમજી તેને ટાળવા અથવા તેવા પ્રકારના પરિણામ જેને ન હોય; તેવા કેટલાક પ્રકારોનું સંક્ષિપ્ત વિવરણ :
A. ‘હું સમજું છું'—તેવો અહંભાવ, જ્ઞાનીના વચનોની પોતા બરાબર તુલના કરી ઃ– પરલક્ષી શાસ્ત્રના ઉઘાડમાં ‘હું સમજુ છું તેવો અહંભાવ અને તેવા અહંકારવશ જ્ઞાનીના વચનની પોતાની બરાબર તુલના કરવી.
B. પોતાના–પરના દોષનો પક્ષપાત થવો ઃ- પોતાના દોષનો પક્ષપાત થવો' તેમજ જેના ઉપર રાગ-મમત્વ હોય તેવા બીજાનો દોષનો પક્ષપાત થવો.’
- બચાવ થવો,