________________
૩૬
અનુભવ સંજીવની આત્મરુચિ પોસાતી હોય.
(૨૨) પુરુષની અંતર ઓળખાણપૂર્વક મહિમા સતુ પુરુષોના વચનોમાં રહેલ અનુભવની વિધિની ગંભીરતાને ગહન ચિંતન વડે શોધતો હોય અને તેથી સત્ પુરુષોનાં વચનોમાં રહેલ પારમાર્થિક રહસ્યને સમજી શકતો હોય, અને તેથી સત્ પુરુષોની અંતર પરિણતિની ઓળખાણથી સત્પુરુષનો મહિમા જેને હૃદયગત થયો હોય.
(૨૩) સર્વ ઉદ્યમથી પુરુષાર્થ : પૂરી શક્તિથી શક્તિને ગોપવ્યા વગર) સમગ્રપણે જોરથી - ઉલ્લાસથી પ્રયત્ન - પુરુષાર્થ કરતો હોય.
(૨૪) વિકલ્પમાં દુઃખ-ભેદજ્ઞાનથી : ભેદજ્ઞાનનો પ્રયાસ કરનાર હોય અને વિકલ્પમાત્રમાં ત્યારે દુઃખ અંદરથી લાગતું હોય અને આત્મસ્વભાવના વિકલ્પથી પણ ખસવાની તૈયારીવાળું પરિણામમાં વલણ હોય (આ સ્થિતિ અનુભવની નજીકતાવાળા જીવને હોય છે).
| (૨૫) ક્યાંય ગમે નહિ : ઉદયભાવો બોજારૂપ લાગે, તેથી ઉદય પ્રસંગોમાં ક્યાંય ગમતું ન હોય.
(૨૬) સ્વકાર્યની શીઘતા વૃત્તિ : સ્વીકાર્ય પછી કરીશ તેવો પ્રકાર પરિણામમાં ન હોય, પરંતુ અત્યારે જ થતું હોય તો વિના વિલંબે તત્પર થાય અર્થાત્ શીવ્રતા | સાવધાનીમાં પછી કરીશ' એવો અરુચિ-સૂચક પ્રકાર ન હોય.
(૨૭) પ્રત્યક્ષ સન્દુરુષમાં એકનિષ્ઠા, સર્વાર્પણ બુદ્ધિ પ્રત્યક્ષ યોગમાં સપુરુષના સર્વ વિકલ્પોને અનુસરવાનો ભાવ રહે, એકનિષ્ઠાથી આજ્ઞાનું આરાધન કરવાના ભાવો હોય અર્થાત્ સર્વાર્પણબુદ્ધિથી વર્તતો હોય.
(૨૮) ગુણ પ્રમોદ : પોતાને ગુણ પ્રાપ્તિની અભિલાષા હોવાથી, અન્યમાં ગુણ દેખે ત્યાં પ્રમોદ ભાવ સહજ થતો હોય.
(૨૯) અંતરથી નિવૃત્ત થવાની વૃત્તિ ઃ અંતરમાં નિવૃત્ત થઈને સ્વીકાર્ય કરવાની ધગશ હોય.
(૩૦) બ્રહ્મચર્યની ચાહના : સેંકડો - હજારો વિકલ્પની પરંપરાનું મૂળ (સર્જક) એવું અબ્રહ્મચર્ય જાણીને, વિકલ્પોની જાળની વૃદ્ધિને અટકાવનાર એવા બ્રહ્મચર્યની ચાહનાવાળો હોય.
(૩૧) મધ્યસ્થભાવે નિજ દોષ દેખનાર : પોતાના દોષને અપક્ષપાતપણે દેખવામાં, દોષને ટાળવાનો દૃષ્ટિકોણ હોય, જ્ઞાનમાં મધ્યસ્થતા હોય . જેથી સ્વચ્છંદ ન ઉપજે.
(૩૨) એકાંત પ્રિય : એકાંત - પ્રિયતા હોય (અનેક અર્થાત્ બહુજન પરિચય આત્મ સાધનાને પ્રતિકૂળ નિમિત્ત છે)
(૩૩) આહાર વિહારમાં વૈરાગ્ય / નિયમીતતા : આહાર, વિહાર અને નિહારનો નિયમી હોય, જેથી દેહાશ્રિત બાહ્યભાવો નિયમીત (મર્યાદિત) થાય; રાગરસ જેનો મંદ થયો છે, તેને આ સહજ સાધ્ય છે. ઉપરોક્ત વિષયમાં અનિયમીતતા તીવ્ર રાગરસને લીધે સહજ પ્રવર્તે, તેવો પ્રકાર