________________
૩૫
અનુભવ સંજીવની
(૫) લગની : પૂર્ણતાના ધ્યેય પ્રત્યે પૂરી લગનીથી લાગનાર.
(૬) ધગશ : પૂરી ધગશથી આગળ ધપનાર.
(૭) પ્રયોજનની મુખ્યતા : પૂર્ણતાને લક્ષે શરૂઆત કરવાને લીધે, નિજ પ્રયોજનના વિષયમાં સહજ સૂક્ષ્મ અને તીક્ષ્ણ દૃષ્ટિપૂર્વક પ્રવર્તનાર.
(૮) ખટક : સમ્યક્દ્ની પૂર્વ ભૂમિકામાં સ્વભાવને અનુલક્ષીને ઉચ્ચ કક્ષાના શુભ વિકલ્પો થવા છતાં, અનુભૂતિનો અભાવ હોવાથી, અંદરમાં જેને ખટક રહ્યા કરતી હોય.
(૯) યથાર્થતા : લેશ્યા - પરિણતિમાં રાગ રસરૂપ રંજીતપણું ઘટતાં, તેમજ દર્શનમોહનો રસ ઘટતાં, મુમુક્ષુને યોગ્ય ભૂમિકાનું જ્ઞાન નિર્મળ થતાં, સત્પુરુષના વચનો - શાસ્ત્ર વચનોની સમજણમાં યથાર્થતા, અધ્યાત્મ તત્ત્વનો રસ, રુચિ વગેરે હોય.
(૧૦) તાલાવેલી : સ્વકાર્ય માટે તાલાવેલી હોય.
(૧૧) ઉદય ભાવ બોજારૂપ : ઉદય કાર્યો બોજારૂપ લાગે, પ્રવૃત્તિ કરવી પડે તેમાં ત્રાસથાક લાગે અને અરુચિને લીધે ઉદય જનિત પરિણામનું બળ ઘટતું જાય.
(૧૨) પ્રયોજનભૂતનો રસ : સત્ સમાગમમાં પ્રયોજનભૂત વિષય આવતાં રસ વૃદ્ધિગત થાય. (૧૩) અંતર અવલોકનપૂર્વક તત્વ અભ્યાસ : તત્ત્વજ્ઞાનનો અભ્યાસ અંતર સંશોધન પૂર્વક - અંતર અવલોકન પૂર્વક થાય.
(૧૪) એક આત્મા સિવાઈ કાંઈ જોઈતું નથી : જેને આ જગતમાંથી કાંઈપણ જોઈતું નથી. એક આત્મા જ જોઈએ, તેવી દઢ વૃત્તિવાળો હોય.
(૧૫) પ્રયોગથી નિર્ણય ઃ તત્ત્વજ્ઞાન - સમજણને શીઘ્ર પ્રયોગની સરાણે ચડાવી, સમજણની યથાર્થતા કરતો હોય.
(૧૬) ઉદયની વ્યર્થતા : ઉદયના કાર્યોમાં (કરવા પડે તેમાં) વ્યર્થ અમૂલ્ય જીવન ગુમાવવું પડે છે, તેવું લાગ્યા કરે. તેવો અભિપ્રાય જેનો હોય.
(૧૭) પ્રાપ્ત ગુણદશાની ગૌણતા : ચાલુ પરિણમનમાં માર્ગની નજીકતા આદિ વિકાસ થવા છતાં, પૂર્ણતાનું લક્ષ હોવાથી, જે સંતોષાય જાય નહિ, પરંતુ પ્રાપ્ત ગુણો ગૌણ થઈ જાય અને ઉચ્ચ દશાની / પૂર્ણતાની અભિલાષા જેને રહ્યા કરે.
(૧૮) ગુણની મહિમા, મુખ્યતા : ગુણનો મહિમા અને ગુણની મુખ્યતા જેને રહેતી હોય. (૧૯) નીરસ પરિણામ - ઊંડી જિજ્ઞાસાવશ : સત્ સ્વરૂપની ઊંડી જિજ્ઞાસાને લીધે, સર્વ ઉદય પ્રસંગોમાં ચિત્ત ન લાગે અને નીરસપણું આવી ગયું હોય.
(૨૦) તીવ્ર રુચિ : તીવ્ર અને ઊંડી રુચિપૂર્વક પ્રયોજનભૂત વિષયને સૂક્ષ્મ ઉપયોગથી પકડતો
હોય.
(૨૧) ઊંડુ મંથન : મૂળ વસ્તુ સ્વરૂપને ઊંડા મંથનપૂર્વક સમજવાની પદ્ધતિ હોય, સાથે સાથે