________________
उ४
અનુભવ સંજીવની ગુણ નિધાન પરમપદરૂપ સ્થાન દેખાય અને ભવ વાસના વિલય પામે, ત્યારે જગતના નવનિધાનરૂપ વિધવિધ ભોગ-ઉપભોગ સંબંધી સુખ જૂઠું ભાસે - કલ્પિત ભાસે. નિજ પરમપદરૂપ સહજપદને ભાવતાં, આત્મભાવો પ્રકાશે અને આત્મ શક્તિની વૃદ્ધિ થાય. નિરાકુળ સુખામૃતનો આસ્વાદ આવે.
(૧૫))
શાસ્ત્ર વચનરૂપ - વાચક શબ્દ તે દ્રવ્યશ્રત છે. તે શબ્દના વાયભૂત સ્વભાવભાવને, દ્રવ્યશ્રુતના નિમિત્તે ભાવવો, તે ભાવૠત છે અથવા શ્રુતજ્ઞાનમાં સ્વરૂપના અનુભવકરણ ને ભાવશ્રુત કહ્યું છે. તે આ પ્રકારે ?
પરમાત્મા ઉપાદેય છે' તે દ્રવ્યશ્રુતનું વાચ્ય અર્થાત્ તે રૂ૫ ભાવ તે ભાવભૃત રસ છે, તેને પી. તેથી સ્વરૂપ સમાધિ થાય છે અને અમરપદ સધાય છે.
(૧૫૧)
પૂર્વકર્મ અનુસાર પ્રાપ્ત સંયોગોમાં, તે સંયોગો પ્રગટપણે પરદ્રવ્યસ્વરૂપ હોવા છતાં, તેમાં નિજપણું માની, જીવ પોતામાં સુખ કલ્પે છે–તે સર્વથા જૂઠ છે. સૌથી મોટું જૂઠ છે; તેનો દંડ, ચાર ગતિનું પરિભ્રમણ છે અને જન્મ મરણાદિનું દુઃખ છે. સુખ તો ચૈતન્યના વિકાસમાં ઉત્પન્ન થાય છે. - સુખભંડારમાંથી સુખ થાય.
(૧૫ર)
R
મોહને લીધે, મનરંજક પરિણામોને જીવ કરે છે તે જૂઠા વિનોદ વડે પોતાને ઠગે છે. જો જીવ સ્વરસ પરિણામ કરે અર્થાત્ આત્મરસનું સેવન કરે તો પરભાવની પ્રીતિ જરાપણ ન કરે. (કારણકે આત્મરસ નિરાકુળ શાંતરસ છે. . પરભાવની મીઠાશમાં આકુળતા થાય છે. અનંત મહિમા ભંડાર સ્વરૂપનું જ્ઞાન ચેતનામાં પોતારૂપે અનુભવે તો અવશ્ય તરી જાય. (૧૫૩)
આત્માર્થીનું સ્વરૂપ અર્થાત્ સમ્યફની યથાર્થ ભૂમિકાના લક્ષણો : | (૧) લક્ષ : જેને માર્ગ પ્રાપ્તિનું એકમાત્ર લક્ષ હોય, જેને
(૨) જિજ્ઞાસા અનંત જન્મ મરણથી . પરિભ્રમણથી મુક્ત થવાની અપૂર્વ જિજ્ઞાસા વેદનાપૂર્વક ઉત્પન્ન થઈ હોય. (જન્મ-મરણથી મુક્ત થવાની વેદના)
(૩) પૂર્ણતાનું ધ્યેય : જીવનમાં સંયોગી પદાર્થોની પ્રાપ્તિનું ધ્યેય ન હોય, પરંતુ પરિપૂર્ણ શુદ્ધ નિષ્કલંક) દશા પ્રાપ્ત કરવાનું ધ્યેય હોય.
(૪) ભાવના અંતરના ઊંડાણથી સ્વરૂપ પ્રાપ્તિની અપૂર્વ ભાવના જેની ઉત્પત્તિ પાછળ કોઈ રાગ-દ્વેષની ભૂમિકા ન હોય તેવી વીતરાગી ભાવ - ભૂમિકા | અભિપ્રાયના આધારથી ઉત્પન્ન ભાવના.