________________
૩૩
અનુભવ સંજીવની લક્ષણ, જ્ઞાન જ છે. તે કારણથી પણ જ્ઞાનની પ્રધાનતા અબાધિત અને અવિસંવાદીત છે. જ્ઞાન નિજ વેદનનો - જ્ઞાનના વેદકપણાનો કદી પણ ત્યાગ કરતું નથી, પર વેદનના અધ્યાસ કાળે પણ વેદનનો ત્યાગ થતો નથી અને તેથી જ અજ્ઞાનભાવે પણ પરને વેદી . ભોગવી શકાતું નથી. નિજ વેદનને નહિ છોડતું એવું જ્ઞાન સ્વપર પ્રકાશક સ્વભાવને લીધે, સ્વ વેદનમાં રહીને પરને જાણે છે અર્થાત્ પર પદાર્થ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય . જણાય છે. તેમાં સ્વની અપેક્ષાથી પર છે અર્થાત્ સ્વપરપણું પરસ્પર અપેક્ષિત છે. અપેક્ષા રાખીને . અપેક્ષા પૂર્વક વિવિક્ષા થાય છે . તે વિવિક્ષાથી વસ્તુ સિદ્ધિ છે. અને નિજ જ્ઞાનથી સ્વરૂપાનુભવ છે.
(૧૪૭)
Vહું જ્ઞાન માત્ર છું . આ પ્રકારે જ્ઞાનમાત્ર ભાવમાં અંતર સાવધાની દ્વારા જ્ઞાનથી નિજ પ્રત્યક્ષ જ્ઞાનમય અસ્તિત્વનું ગ્રહણ થવું - તે પ્રયોગ છે. આવો પ્રયોગાભ્યાસ સાધકને અંતરમાં થયા કરે, તેમાં જ્ઞાનમાત્ર' નો વિકલ્પ વા રટણ કર્યા કરવાનો પ્રકાર (તે પ્રયોગ) નથી; વિકલ્પથી અસ્તિત્વનું ગ્રહણ પણ થતું નથી. પરંતુ જ્ઞાનની પ્રત્યક્ષતાથી અને વેદકતાથી જ્ઞાનમય સત્તાનો અનુભવ સૂક્ષ્મ અંતર અવલોકનથી સધાય છે. કાંઈપણ કરવું એવો “કરું-કરું નો વિકલ્પ તો ઉપાધિરૂપ છે, પુરુષાર્થમાં બાધક છે. વિકલ્પથી નિરપેક્ષ અર્થાત્ વિકલ્પથી પરત આગળ એવું અવલોકન તે પ્રયોગ છે. પ્રયોગમાં પુરુષાર્થ છે, પ્રયોગ પુરુષાર્થથી થાય છે. વિકલ્પથી . રાગથી કાર્ય સિદ્ધિ નથી. પુરુષાર્થથી જ કાર્ય સિદ્ધિ છે.
(૧૪૮)
કે
- નિર્વિકલ્પ સમાધિરૂપ ધર્મધ્યાન થવા અર્થે . શેયરૂપ પદાર્થોમાં ઇષ્ટ . અનિષ્ટબુદ્ધિ મટવી આવશ્યક છે. પોતે આત્મા માત્ર જ્ઞાન સ્વરૂપ છે, અન્ય પદાર્થ માત્ર શેયરૂપ છે. કોઈ પદાર્થ જ્ઞાનને ઇષ્ટ-અનિષ્ટ નથી. તેવું વસ્તુ સ્વરૂપ છે, તળુસાર જ્ઞાન માત્ર જાણવારૂપે રહેતાં અને શેયને માત્ર જોય' ના સ્થાનમાં જાણતાં - ઇષ્ટ અનિષ્ટપણે અન્ય પદાર્થ જ્ઞાનમાં ભાસતો નથી, તેથી ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિપૂર્વકના રાગ-દ્વેષ થતાં નથી, તેથી વિકલ્પ જાળ મટે છે અને વિકલ્પ રસ મટતાં ધર્મધ્યાન થાય છે. ધર્મધ્યાન થતાં નિજાનંદની ઉત્પત્તિ થાય છે. વીતરાગી જ્ઞાનભાવ. જ્ઞાતા-દષ્ટાભાવ થતાં, પર સાથેનો પ્રતિબંધ મટતાં, સ્વરૂપમાં સમાધિ ઉપજે . સ્વરૂપમાં લીનતા થાય, નિરાકુળતા થાય, જેની સરખામણીમાં ઇન્દ્રાદિ સંપદા રોગવત્ (ઉપાધિ) ભાસે છે. ઉદયમાં જોડાતાં દુઃખ થાય જ થાય.
(૧૪૯)
આકુળતારૂપ દુઃખનું મૂળ અનાદિ અજ્ઞાનરૂપ ભ્રમભાવ છે. આ ભ્રમભાવથી અનાત્મા (દેહ અને રાગ) નો પોતારૂપે અનુભવનો અભ્યાસ થઈ રહ્યો છે. આ વિપરીત અભ્યાસને લીધે પોતાનું ગુણ નિધાન પરમપદરૂપ સ્થાન દેખાતું નથી અર્થાત્ વિપરીત અભ્યાસનો અભાવ થતાં, પોતાનું