________________
૩૨
અનુભવ સંજીવની
જાગી, તે જગમાંહી સહજ વૈરાગી.
(૧૪૨)
સાધક દશામાં, હેય-ઉપાદેયનો વિવેક સમ્યક પ્રકારે થાય છે. તેમાં હેય તત્ત્વની . પર તત્ત્વની હેયતા અને નિજ સ્વરૂપની ઉપાદેયતાનું ગાઢપણું થતું જાય છે. જેના પરિણામ સ્વરૂપે સાધક નિર્વિકલ્પ નિજ અમૃત રસને પીએ છે, જ્યાં હેય ઉપાદેયનું ઠંધ નથી, વિકલ્પ નથી. આમ પ્રયોજનની સિદ્ધિ છે. તે માટે પ્રયોજનના તીખા - સૂક્ષ્મ દૃષ્ટિકોણથી હેય-ઉપાદેયની વહેંચણી કારણરૂપ છે. (૧૪૩)
એ આત્મભાવના - સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં સન્માર્ગનું બીજ છે. - (સન્માર્ગનું મૂળ સમ્યકત્વ છે તેમ) મુમુક્ષુ જીવમાં અંતરની ખરી ભાવનાવાળાને જ ભેદજ્ઞાન થઈ શકે છે, બીજાને નહિ. ભાવનાવાળો જ સ્વરૂપને ઓળખી શકે છે અને તેથી ભાવનામાં તથારૂપ રસ હોવાથી, પરિણતિ જન્મે છે. પરિણતિ થયા વિના સ્વરૂપનો ઉપયોગ ક્યાંથી થાય ? પરિણતિ વિના જીવ સ્વરૂપમાં ઉપયોગ જોડવા ઇચ્છે, તો પણ તેમ થઈ શકતું નથી. વળી, આત્માની ભાવના નથી, તેને સંસારની (રાગની ભાવના છે. તેનો પુરુષાર્થ | પરિણતિ બાહ્ય દિશામાં લાગેલો | લાગેલી રહે છે, તે અંતર્મુખ ક્યાંથી થાય ?
પરિણતિ વિના, અંતર્મુખ થવાનો વિકલ્પ તે યથાર્થરૂપમાં પુરુષાર્થ નથી, પરંતુ ઉપર ઉપરની ઇચ્છા છે.
(૧૪૪)
મિથ્યાત્વના સર્ભાવમાં મતિ-શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ પર રસ - વેદન વધવામાં નિમિત્ત થાય છે, તે જ ક્ષયોપશમ સમ્યક્ત્વના સદ્ભાવમાં, કષાયરસ તૂટવાથી અને અકષાય સ્વરૂપમાં સ્થિરતા - રસ વધવાથી, સ્વસંવેદનરસ–આત્મસ વધવામાં નિમિત્ત થાય છે. - આ સ્વસંવેદન પૂર્ણ સ્વસંવેદનનું જ અંગ છે. અનંત સુખનું મૂળ છે. સાધક દશામાં, નિજ પરમપદમાં રહેલ આત્મવૈભવને જોનાર મતિ-શ્રુત છે.
(૧૪૫)
સ્વઆશ્રય ભાવે સ્વરૂપ નિવાસ . પરિણામ કરે છે. પરિણામ વસ્તુને . મને વેદી સ્વરૂપ લાભ લે છે. સ્વરૂપ અસ્તિત્વને ગ્રહણ કરવું તે સ્વરૂપ લાભ છે. પરિણામ શુદ્ધ કરવામાં આટલું જ કામ છે. ઉપયોગસ્વભાવીનું ઉપયોગથી અભેદભાવે ગ્રહણ થવું તે સ્વરૂપાચરણ - વિશ્રામ છે. યુવામો નીવો’ તિ વચનાત !
(૧૪૬)
અનંત સર્વ ગુણોમાં જ્ઞાનગુણ મુખ્ય છે. જ્ઞાન વિના વસ્તુ સ્વરૂપનો નિશ્ચય ન થાય. તેથી જ્ઞાન પ્રધાન છે . ઉર્ધ્વ છે. વસ્તુ સ્વભાવનું પ્રસિદ્ધ - અવિકૃત, સાકારરૂપ, વેદનરૂપ, અનુભવરૂપ