________________
અનુભવ સંજીવની
૩૧ રીતે જ્ઞાનની નિર્મળતાને ઉપરોક્ત પ્રતીતિભાવ કારણ છે. અહીં જ્ઞાને સર્વજ્ઞ શક્તિનો પોતારૂપે અનુભવ કર્યો, તેથી તે અનુભવ સર્વજ્ઞ શક્તિને પ્રગટ કરશે. આ અનુભવ સર્વજ્ઞ શક્તિના આધારે થયો છે. રાગ, વિકલ્પ કે નિમિત્તના આધારે થયો નથી. જ્ઞાન બળ સાથે પ્રતીતિનું બળ મળ્યું, ત્યાં આચરણ - એકાગ્રતા થઈ અને આનંદ ઉછળ્યો. ગુણ અનંત કે રસ સબેં, અનુભવ રસકે માંહીએ, તેથી અનુભવ સમસ્ત જિનશાસન છે.
(૧૪૦)
/ સ્વભાવનો ભાવમાં આવિર્ભાવ કરવાની રીત અંગે સ્વ. શ્રી દિપચંદજીના નિમ્ન વચનામૃતો (‘અનુભવ પ્રકાશમાં અત્યંત પ્રયોગ પદ્ધતિને પ્રકાશે છે.
૧. “જ્ઞાનનો પ્રત્યક્ષ રસ ભાવમાં વેદવો તે અનુભવ છે.” ૨. પોતાના પરમેશ્વરપદનું દૂર અવલોકન ન કર, પોતાને જ પ્રભુ સ્થાપ.” ૩. “ગુપ્ત ચૈતન્ય શક્તિને વ્યક્તપણે ભાવવાથી તે વ્યક્ત થાય છે.”
(૧) આત્મસ્વરૂપ સહજ પ્રત્યક્ષ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન લક્ષણમાં પણ તે સદશ પ્રત્યક્ષપણું પ્રગટ છે. જે અનુભવરૂપ છે. નિજરસથી | ભાવનાથી તેનું વેદવું તે અનુભવ છે.
(૨) પોતાના પરમેશ્વરપદનું દૂરપણું ભાવમાં ન રાખવું પરંતુ સમીપતાથી ભાવતાં અર્થાત્ સહજપદની પ્રત્યક્ષતાને મુખ્ય કરી સ્વરૂપે અવલોકતાં, આત્મવીર્યની ફૂરણા તેજ થાય છે . ઉગ્ર થાય છે ને પરોક્ષપણાનો વિલય થઈ સ્વરૂપનો સાક્ષાત્કાર સધાય છે.
(૩) ગુપ્ત અર્થાત્ શક્તિરૂપ ચેતન્ય સ્વભાવને, શુદ્ધ પરિણમન સ્વભાવપણે જોતાં / ભાવતાં શક્તિનું વ્યક્ત શુદ્ધ પરિણમન થવા લાગે છે. • પરિણમનની શુદ્ધતાનું આ વિજ્ઞાન છે. સ્વભાવની મહત્તામાં અન્ય સર્વ જગત સહજ ગૌણ છે. ગણ કરવાની કૃત્રિમતા ત્યાં કરવી પડતી નથી. (૧૪૧)
- જેમ દર્પણમાં મોર (પ્રતિબિંબ) ને જોતાં, મોર જ જણાય છે . દેખાય છે. પરંતુ પ્રતિબિંબને ગૌણ કરીને અરીસાને જોતાં, તે અરીસો જ છે . તેમ દેખાય છે. તેમ પોતાને જ્ઞાનમાં પર પદાર્થ . પ્રતિબિંબિત થઈ જાય છે. ત્યાં (જ્ઞાનમાં) સ્વમાં પર તરફ . (પર લક્ષે) જોતાં માત્ર પર’ - એકલું પર દેખાય છે, જ્ઞાનને ચૂકી જવાય છે. તેથી સ્વને ભૂલીને પર તરફ ખેંચાતા દુઃખ ઉત્પન્ન થાય છે. આ શેય-જ્ઞાયક સંકર દોષથી ઉત્પન્ન થતું દુઃખ અને અજ્ઞાન છે. સમ્યકજ્ઞાનમાં તો, પર પદાર્થ જણાવાં છતાં, નિજમાં પર પદાર્થ - પર ભિન્ન) પણે જણાય છે, કારણ કે તે (પરને જાણવાના) સમયે પણ નિજમાં નિજને જોવાની દૃષ્ટિ - મુખ્યતા છે, નિજમાં નિજનું વેદન પરિણતિ છે, જે સુખને ઉત્પન્ન કરનારી છે. તેથી સમ્યકજ્ઞાન પરને જાણવાના કાળે પણ વિપરીતતા સાધતું નથી; ભિન્ન ભાવે રહે છે. સ્વ. શ્રી બનારસીદાસે સત્ય જ કહેલ છે કે “જ્ઞાનકલા જિસકે ઘટ