________________
અનુભવ સંજીવની થાય છે, તેથી પરમાર્થ સધાય છે.” અથવા દ્રવ્યશ્રુતનું સમ્યફ અવગાહન ભાવબૃતને સાધે છે” (અનુભવ પ્રકાશ) ઉપરોક્ત સિદ્ધાંત વચન સ્વ. શ્રી દિપચંદજી કાસલીવાલનું અનુભવપ્રકાશ શાસ્ત્રમાં છે. આ નિમિત્ત-ઉપાદાનની પારમાર્થિક સંધિ છે.
(૧૩૫)
જ્ઞાન પર્યાયમાં જ્ઞાનવેદન સદા પ્રગટપણે રહેલું છે. વેદન અપેક્ષાએ જ્ઞાનમાં અન્ય દ્રવ્યભાવનું વદન થવું અસંભવિત અને અશક્ય છે; તેમ છતાં પર પ્રવેશભાવને લીધે પરભાવ અને પદ્રવ્યનું વેદન પોતાને થયાનો અધ્યાસને લીધે, આ પ્રગટ વેદના તિરોભૂત થઈ જાય છે અર્થાત્
પરય સાથે જ્ઞાનની એકતાભાવને લીધે સ્વયંનું વેદના જ્ઞાનમાં જ્ઞાનને મોજૂદ હોવા છતાં તે અનુભવ પકડી શકાતો નથી અર્થાત્ વેદનનું ઉપયોગમાં) ગ્રહણ થઈ શકતું નથી. વાસ્તવમાં તો પ્રગટ વેદન જ સ્વસંવેદન-સ્વરૂપ છે . નિજ જ્ઞાનરૂપ છે. પરંતુ તે પરપ્રવેશભાવનો અભાવ થતાં આવિર્ભત થાય. તે પરપ્રવેશભાવનો અભાવ એકમાત્ર ભેદજ્ઞાનના અભ્યાસથી થાય છે. ત્યારે (ઉપયોગમાં) નિજ વેદન વેદોવા ઉપરાંત લક્ષ્યભૂત જ્ઞાનરૂપ વસ્તુને અનંત સામર્થ્યરૂપ અને અનંત મહિમાવંત જાણે - સ્વ સ્વરૂપપણે - અભેદ અનુભૂતિ સ્વરૂપે અનુભવે.
(૧૩૬)
સદા ઉપયોગધારી, ઉપયોગ સ્વભાવી, આનંદ સ્વરૂપ પોતે સ્વયમેવ - યત્ન વિના જ છે, છે અને છે. પોતાનું કામ પોતાને - સહજ સ્વરૂપને નિહાળવા પૂરતું જ છે, માત્ર આટલું કર્તવ્ય છે; છે તેને નિહાળવું છે. છે તેમાં કાંઈ નવું કરવાનું નથી કે કાંઈ બનાવવાનું નથી. પરની અપેક્ષાવૃત્તિને પલટાવી ઉપરોક્ત સ્વપદને ઓળખી, સન્મુખ થઈ, અનંત મહિમાધારીને, નિજ રસથી નિહાળ !!
(૧૩૭)
નિજ અસ્તિત્વનું ગ્રહણ થવા અર્થે, સ્વ. શ્રી દિપચંદજીનું સમ્યક વચનામૃત અનુપ્રેક્ષણીય છે. અમારા દર્શન જ્ઞાનનો પ્રકાશ મારા પ્રદેશમાંથી ઊઠે છે. અવલોકનથી . પ્રયોગથી આમ દેખવું. માત્ર શબ્દાર્થનો વિચાર કરી, વાગ્યને વિચારની મર્યાદામાં ન રાખતાં, નિજ સત્તાના ગ્રહણનો અભ્યાસ. પ્રયત્ન થવો ઘટે. પરથી વિમુખ થઈને વારંવાર જ્ઞાન-દર્શનમય નિજ પદને અવલોકી સ્વયં સુખી થાય.
(૧૩૮)
છે જેમ ઝેર ખાવાથી (જાગ્યે . અજાણ્ય) મરણ થાય જ, તેમ પરરુચિભાવે પરને સેવવાના પરિણામથી સંસાર દુઃખ થાય જ થાય. તેથી અરસ પરિણામે ઉદયમાં પ્રવૃત્તિ કર્તવ્ય છે. (૧૩૯)
સ્વાનુભવમાં પૂર્ણજ્ઞાન (આત્મા)ના પ્રતીતિ ભાવનું વેદન આવતાં, જ્ઞાન નિર્મળ થાય છે. આ