________________
અનુભવ સંજીવની
સાધ્યની ભૂલ રહેતાં સાધન મળતું નથી.
૨૯
(૧૩૧)
બુદ્ધિપૂર્વક પદાર્થનું સ્વરૂપ વિપરીત કે અન્યથા નિશ્ચિત કર્યું હોય-તે યથાર્થ વિચારણાથી જેમ છે તેમ દ્રવ્ય, ગુણ, પર્યાયથી અવિપરીતપણે સ્વીકાર થયા વિના, પુરુષાર્થ યોગ્ય દિશામાં શરૂ થઈ શકતો નથી. ઉદાહરણ તરીકે, કોઈ જીવની વસ્તુ સ્વરૂપની સમજણમાં ભૂલ હોય અને અધ્યાત્મના વિષયમાં તે મુખ્યતા કરે તો પણ તેનો પ્રયત્ન સફળ થઈ શકે નહિ, અધ્યાત્મ ભાવો તો સહજ છે. સ્વરૂપની વિપરીત સમજણમાં પ્રયત્ન કૃત્રિમતા ધારણ કરે છે અર્થાત્ અધ્યાત્મનો વિષય પરલક્ષી ક્ષયોપશમમાં બુદ્ધિગોચર થતાં કૃત્રિમ મુખ્યતા થાય છે. - તેમાં પોતે છેતરાઈ જાય છે. પોતાને અધ્યાત્મી માનવાની આ બહુ મોટી ભૂલ થાય છે.
(૧૩૨)
શ્રી ‘સમયસાર’પરમાગમમાં આચાર્ય ભગવંતોએ અસ્તિ-નાસ્તિથી બન્ને પડખેથી, અદ્ભુત શૈલીથી નિરૂપણ કર્યું છે.
અસ્તિથી : દૃષ્ટિનો વિષયભૂત શાયક (દ્રવ્ય) સ્વભાવ, દ્રવ્યદૃષ્ટિનું અનુભવપૂર્ણ નિરૂપણ અને સ્વભાવ દૃષ્ટિવંત - સમ્યક્દષ્ટિના - દૃષ્ટિના પરિણમનની મુખ્યતાવાળા અનેક પડખાને તાત્વિક દૃષ્ટિકોણથી, અદ્ભુત શૈલીથી પ્રકાશ્યું છે. આખા સમયસારનું આ હાર્દ છે.
નાસ્તિથી : અનાદિ અજ્ઞાન, મિથ્યાત્વનું સ્વરૂપ, તેનો અભાવ કરવાની વિધિનું અનેક ભેદે નિરૂપણ છે.
આમ અસ્તિ-નાસ્તિથી સૂક્ષ્મ આત્માનું તત્ત્વ અર્થાત્ પ્રાપ્તિની રીત પ્રકાશેલી છે. (૧૩૩)
પુદ્ગલ પર્યાય પ્રતિ જીવનો રસ - વિભાવરસ જેટલી માત્રામાં પ્રવર્તે છે, તે પર્યાયને બહિર્મુખ રહેવાનું - થવાનું કારણ છે અને અંતર્મુખનો પુરુષાર્થ થવામાં બાધક અર્થાત્ અવરોધક - પ્રતિબંધક છે. વિભાવરસથી અધિકમાત્રામાં સ્વભાવનો - ચૈતન્યનો રસ થયા વિના પર્યાય અંતર્મુખ થતી નથી. આમ બહારમાં અટકવામાં કષાયરસ - રાગરસ મુખ્ય છે. તેથી પરમાગમમાં તે રસને જ બંધ તત્ત્વ' બતાવ્યું છે. ચાલતા પરિણામમાં તેનું યથાર્થ અવલોકન થવાથી તે રસ મંદ પડે છે. ત્યાં સ્વભાવ રસ ઉપજવાનો અવકાશ થાય છે.
(૧૩૪)
શાસ્ત્ર વચન વાચક છે, આત્મ સ્વભાવ વાચ્ય છે. જ્ઞાનમાં વાચ્યની યથાર્થતા જ્ઞાનરસ ઉપજતાં સિદ્ધ થાય છે. વાચ્ય જ્ઞાનમાં આવે છતાં જ્ઞાનરસ - આત્મરસ ન ઉપજે, તો તે પરલક્ષી ઉઘાડરૂપ જ્ઞાન છે, તે કાર્યકારી થતું નથી. ત્યાં પ્રાયઃ અન્યથા કલ્પના થાય છે. યથાર્થતામાં - સ્વલક્ષમાં ચૈતન્ય રસ - ઉત્પન્ન થાય જ, કારણ કે દ્રવ્યશ્રુતના સમ્યક્ અવગાહનથી શ્રદ્ધાગુણજ્ઞતા પ્રાપ્ત