________________
અનુભવ સંજીવની જાણપણારૂપ જ્ઞાન - જાણવારૂપ સદા પ્રવર્તે છે. પરંતુ જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય તો આચરણ ઊભું થાય; જ્ઞાનને પ્રતીતિનો સાથ ન મળે તો અર્થાત્ જાણપણાથી પ્રતીતિ વિરૂદ્ધ વર્તતી રહે તો જાણપણું કાર્યગત થતું નથી. સ્વભાવના અંતર અભ્યાસમાં, સહજપણે . પ્રગટ જ્ઞાન વેદન દ્વારા સ્વભાવના પ્રત્યક્ષપણાનું - પ્રતીતિના બળથી વારંવાર ઉગ્રતા થતાં, “હું આવો જ (જ્ઞાનમાત્ર) છું . સ્વસંવેદનનો આવિર્ભાવ થાય છે. આ પ્રકારે શ્રદ્ધા-જ્ઞાનની મૈત્રી છે; (મોક્ષમાર્ગને વિષે).
(૧૨૭)
જ્ઞાનીને દ્રવ્યદૃષ્ટિ હોવાને લીધે, સર્વ જીવો સિદ્ધ સ્વરૂપે જણાય છે. ભલે તેઓ અજ્ઞાન અને પર્યાય દૃષ્ટિને લીધે પોતાને ગમે તેમ માનતા હોય, પરંતુ જ્ઞાની તો તેમને સિદ્ધપણે જ દેખે છે. તેથી માથાનો વાઢનાર અર્થાત્ તીવ્ર વિરોધ કરનાર પ્રત્યે પણ જ્ઞાનીને વ્યક્તિગત દ્વેષ થતો નથી. પરંતુ તેની વિકારી દોષિત વૃત્તિનો નિષેધ આવે છે, તો પણ દ્રવ્યની મુખ્યતા છૂટીને નિષેધ આવતો નથી. (દ્દેષ મુખ્ય થતો નથી. પરંતુ દ્રવ્યની મુખ્યતા સહિત નિષેધ (દોષભાવનો કરુણાબુદ્ધિથી આવે છે. - આવા અંતરંગ પરિણામોને જ્ઞાની જ સમજે છે. બીજા સમજી શકતા નથી. (૧૨૮)
ત્રિકાળી નિજ સ્વભાવ, જેવો સર્વજ્ઞ ભગવાનના કેવળજ્ઞાનમાં ગોચર થાય છે, તેવા સ્વરૂપનું ભાન થવું . રહેવું તે પ્રગટ સમ્યક્ દશા છે; જે અપૂર્વ નિજ ચૈતન્ય રસના નિર્વિકલ્પ વેદન સ્વરૂપે છે. - આવું ભાન શુદ્ધોપયોગ પૂર્વક ઉત્પન્ન થાય છે.
(૧૨૯)
જ્ઞાનમયપણે નિજ અસ્તિત્વનું સહજ વેદન તે (પરથી) ભેદજ્ઞાન છે, અને સ્વથી) અભેદજ્ઞાન છે અથવા આત્મજ્ઞાન છે. જે ભવભ્રમણ રોગનું પરમ (અમોઘ) ઔષધ છે. (૧૩૦)
પોતાના કલ્યાણની શરૂઆત યથાર્થપણે - વાસ્તવિકપણે કેવા પ્રકારે હોય તે વિષયમાં સિદ્ધાંત સૂત્ર, અનુભવસિદ્ધ થયેલ . પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. અહીં પૂર્ણતા - પૂર્ણ શુદ્ધ દશરૂ૫ ધ્યેયના સ્થાને છે. - સાધ્યના સ્થાને છે, આ સૂત્ર એમ નિર્દેશ કરે છે કે જો ધ્યેય પૂર્ણતાનું ન બંધાયુ હોય તો સાધ્યની ભૂલ રહી છે. તેથી તેને શરૂઆત યથાર્થ પ્રકારે થતી નથી. તેથી તે જીવ ધર્મ અંગે જે કાંઈ કરે છે; તે માર્ગની વિધિ માટે શરૂઆત રૂપ પણ નથી. કોઈપણ (ધર્મમાં પ્રવેશ કરનાર જીવે પોતાના પરિણમનમાં ઉક્ત સૂત્રનું વાચ્યભૂત - તાત્પર્યભૂત સાધ્ય નિશ્ચિત થયું છે કે કેમ ? તે અવશ્ય મળવણીથી . તપાસીને સમજી લેવું જોઈએ. પ્રાયઃ જીવ પોતાની મતિ કલ્પનાથી ધર્મ . માર્ગમાં પ્રવર્તે છે. પરંતુ શરૂઆત અન્યથા પ્રકારે હોવાથી ધર્મનો પ્રારંભ પણ થતો નથી. પરંતુ અનાદિ ભ્રમ ભાંગવાને બદલે એક વધુ ભ્રમ સેવાય છે.