________________
અનુભવ સંજીવની
ફેબ્રુઆરી-૧૯૮૭
/ મંત્ર કણિકા | સૂત્ર કણિકા – “અનુભવ પ્રકાશ' (૧) “પરપદમાં પોતાને માની પરભાવ કર્યા, તેથી જન્માદિ દુઃખ સહન કરવા પડયા– આવી દુઃખ પરિપાટી પોતાને અશુદ્ધ ચિંતવવાથી થઈ.” - (૨) “જે આ જ્ઞાન પરમાં પોતાને જાણે છે, તે આ જ્ઞાન નિજ વાનગી છે. આ નિજજ્ઞાન વાનગીને ઓળખી–ઓળખીને ઘણા સંતો અજર અમર થયા; તે કહેવા માત્ર (શબ્દાર્થ માત્ર) ન ગ્રહણ કરવું, પણ ચિત્તને ચેતનામાં ( સ્વભાવ ) લીન કરવું.” | (૩) “નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહીને, દર્શન જ્ઞાન ચેતનાનો પ્રકાશ વેદન) પોતાના ઉપયોગ દ્વારમાં દઢ ભાવથી ચિંતવતાં, ચિ પરિણતિથી (વડ) સ્વરૂપરસ- આત્મરસ (
ચિસ) ઉત્પન્ન થાય.”
(૪) “જ્યારે પરપ્રવેશભાવનો અભાવ થાય ત્યારે સ્વસંવેદનરૂપ નિજ જ્ઞાન થાય.” અર્થાત્ પરપ્રવેશભાવ સ્વસંવેદનને રોકે છે.
(૫) “ઉપયોગમાં જ્ઞાનરૂપ (સ્વ) વસ્તુને જાણવી.”
(૬) “જ્ઞાનરૂપ વસ્તુ” એટલે જ્ઞાન સ્વભાવ – મારું સ્વરૂપ અનંત મહિમાવંત - અવિકાર, અપાર શક્તિથી મંડિત છે.—એવો ભાવ પ્રતીતિ વડે કરી, ધ્યાન ધરતાં નિશ્ચલતા - સ્થિરતા થાય.”
૨૩-૨-૮૭ (૭) “સદા ઉપયોગધારી (ઉપયોગ સ્વભાવી) આનંદરૂપ પોતે સ્વયમેવ જ, યત્ન વિના - સહજ . બન્યો છે.” અર્થાત્ છે...છે...ને છે. “તેથી નિજને (નિજમાં) નિહાળવાનું જ કર્તવ્ય છે.” અર્થાત્ તેટલું જ નિહાળવાનું જ) કરવાનું છે.
(૮) “સ્વરૂપ નિશ્ચય: અનંત ચૈતન્ય ચિન્હ સહિત અખંડિત ગુણપુંજના અને પર્યાયના ધારક દ્રવ્યનો - જ્ઞાનાદિ ગુણ પરિણતિરૂપ અને પર્યાય–અવસ્થારૂપ વસ્તુનો નિશ્ચય - ધ્રુવ પૂર્વક પ્રમાણ.
(૯) જઘન્ય જ્ઞાની, કેવળ જ્ઞાનમાત્ર' વસ્તુની પ્રતીતિ પ્રત્યક્ષ કરી કરી સ્વસંવેદન વધારે છે.
(૧૦) તે આ રીતે : “મારા દર્શનજ્ઞાનનો પ્રકાશ મારા પ્રદેશમાંથી ઊઠે છે. (પ્રત્યક્ષતા) વેદનથી.
અવલોકનથી જ્ઞાન પ્રકાશ એટલે જ્ઞાનવેદનને વેદી પૂર્ણની પ્રતીતિ કરતાં નિર્વિકલ્પ આનંદ થાય - તે સુખ છે. જ્ઞાન વેદનથી પ્રત્યક્ષતાને વારંવાર પ્રતીતિમાં લેવાથી પુરુષાર્થ પ્રગટ થઈ સ્વસંવેદન આવિર્ભત થાય છે.
(૧૧) છું એવી પરિણતિ વડે આત્મા પ્રગટે. હું છું પણાની માન્યતા સ્વપદનું સાધન છે. હું હું પરિણામોએ સ્વપદની આસ્તિક્યતા કરી.