________________
અનુભવ સંજીવની
૫૯ (૧૨) “ચિત્પરિણતિ ચિહ્નાં રમ્ય, આત્માનંદ ઊપજે.”
૨૪-૨-૮૭ (૧૩) “નિજપદનું આસ્તિક્ય થતાં અનુપમપદની લીનતા થાય.” (૧૪) “મોહના વિકારથી પોતાનું પદ સૂઝતું નથી.”
દર્શનમોહથી પરમાં સુખની ભ્રાંતિ થતાં નિજ સુખ દેખાતું નથી. સત્પુરુષના ચરણ સેવનથી દર્શનમોહ જાય, ત્યારે નિજ પરમાત્મપદ પામે - અનુભવે, એવો ભક્તિનો પ્રતાપ છે; જગતને વિષે આ જ્ઞાન ગુપ્ત રહ્યું છે; તો પણ જેને સમજાય - તે પ્રત્યક્ષ અમૃતને પી ને અમર થઈ જાય છે.
(૧૫) ખાસ વિધિ સંક્ષેપમાં : “મારું જ્ઞાન તે જ હું છું . પરવિકાર (પરને અનુસરીને થતો ભાવ) પર છે. જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું એવો દઢભાવ સમ્યકત્વ છે. તે સુગમ છે.”
(૧૬) “જે સ્વરૂપારસ (આત્મરસ) પોતાના સ્વભાવમાં છે, તે સ્વભાવને નિજ ઉપયોગમાં યોગ્ય સ્થાનરૂપ કરવો” અર્થાત્ ઉપયોગ દ્વારા ઉપયોગમાં રહેલ સ્વભાવમાં હું પણું થાય, તે અભેદભાવરૂપ યોગ્ય સ્થાન છે, જેથી આત્મરસ ઉપજે.
(૧૭) “પોતાના અવલોકનમાં અખંડ રસધારા વરસે છે.”
સ્વાનુભવમાં અમૃતરસ-ચૈતન્યરસ-આનંદસ વરસે છે. અખંડ સ્વભાવના આશ્રયે સ્વભાવરૂપ પરિણામ ઉપજે છે.
૨૫-૨-૮૭ (૧૮) “લોકાલોકને જાણવાની શક્તિ જ્ઞાનની છે. તેમાં જેટલું સ્વસંવેદન થયું તેટલી જ્ઞાનની વિશુદ્ધતાના અંશે થયું. તે જ્ઞાને સર્વજ્ઞ શક્તિમાં અનુભવ કર્યો. તે જ્ઞાને સર્વજ્ઞપણાનો પોતારૂપે અનુભવ કર્યો. અનુભવમાં અનંત જ્ઞાનના પ્રતીતિભાવને વેદતાં – શુદ્ધ થયું.સ્વભાવરૂપ થયું તે અનંતજ્ઞાનની પ્રતીતિથી આનંદ વધ્યો. (તે) જ્ઞાનની વિશુદ્ધતાને જ્ઞાન સામર્થ્યનો પ્રતીતિભાવ કારણ છે. એકદેશ સ્વસંવેદન સર્વ સંવેદન (પૂર્ણ સંવેદન)નું અંગ છે, તે સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. તેને જ્ઞાની જ જાણે.” (બીજાઓ જાણતા નથી.).
(૧૯) “જેટલો સ્વરૂપનો નિશ્ચય બરાબર યથાર્થ ભાવે, તેટલું સ્વસંવેદન અડગ રહે, વેદન ઉગ્ર રહે) અને જેટલું સ્વરૂપાચરણ (સ્થિરતા) થાય, તેટલું બરાબર વિશેષ તારતમ્યતાવાળું સ્વસંવેદન થાય. એક થતાં ત્રણેની સિદ્ધિ છે.”
સ્વરૂપનો નિશ્ચય યથાર્થ ભાવવો એટલે સહજ પ્રત્યક્ષ સ્વરૂપને જ્ઞાનમાં જેમ જેમ સુસ્પષ્ટપણે જ્ઞાન શક્તિથી અભેદભાવે ગ્રહjપકડવું, - જેથી સ્વસંવેદનનો આવિર્ભાવ થાય. જ્ઞાન શક્તિના પરિણમનના અનુપાતમાં તારતમ્યતા-ઉગ્રતા વધે–સ્થિરતા, આનંદ વધે.
(૨૦) “અનંતસુખનિધાનની સ્વરૂપભાવનાને કરતાં જ અવિનાશી રસ ઊપજે. તે રસને સંતો