________________
૧૦
અનુભવ સંજીવની
અને જ્ઞાન સ્વભાવની સાવધાની / મહિમા રૂપ વલણથી ભેદજ્ઞાન થવા યોગ્ય છે. ભેદજ્ઞાન સ્વપરના વિવેકરૂપ દશા છે. જેમાં સ્વ-અનંત મહિમાવંતપણે સ્થાન પામતાં, પર અને રાગ નિર્મુલ્ય ને ભિન્ન ભાસે, જેથી સહજ ઉપેક્ષાભાવ અને નીરસપણું થાય.
અંતરંગમાં સૂક્ષ્મ અનુભવદષ્ટિ વડે જ્ઞાનવેદન સ્વપણે વેદાય ત્યાં રાગાદિથી ભિન્નતા થાય . રાગ-જ્ઞાનવેદનથી ભિન્ન અનુભવાય, ભિન્નતા થાય. તે જ જ્ઞાનથી જ્ઞાનનું એકત્વરૂપ સ્વઆશ્રયભાવ છે; ચિત્ પરિણતિના પ્રાદુર્ભાવનું મૂળ અહીં છે અર્થાત્ પોતે આત્મા ચૈતન્યરસમય-અનન્યભાવે સધાય છે–આ જ મોક્ષની કળા છે, સાધન છે.
ભેદજ્ઞાન રાગથી ભિન્ન જ્ઞાનની પ્રવૃત્તિરૂપ છે. જેમાં ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ લક્ષના સ્થાને છે, તે સ્વ આશ્રય છે. . આ સહજ છે. કૃત્રિમ વિકલ્પ કાર્યકારી નથી. નિજકાર્યમાં પ્રયોગ પ્રવૃત્તિ - રાગાદિથી ભિન્નતાની અને લક્ષમાં ધ્રુવ સ્વભાવ એમ બન્ને પોતપોતાના યથા સ્થાને ગૌણ અને મુખ્ય ક્રમથી હોય છે. પરંતુ શુદ્ધ પર્યાય પ્રગટ થયા વિના . ‘એક સમયની શુદ્ધ પર્યાયથી પણ ભિન્ન હું છું. એવો કૃત્રિમ વિકલ્પ–તે પ્રયોગ નથી. છતાં તેને પ્રયોગ માની તેમાં રોકાય . તો તે ભેદજ્ઞાનની વિધિ નથી. તેથી ત્યાં કાર્ય સિદ્ધિ થવાને બદલે મિથ્યાત્વ માર્ગની ભૂલથી થાય છે. કારણ કૃત્રિમતા–એ ઉપાય નથી, - વિધિ સાધન નથી. યથાર્થતામાં તો સ્વભાવનો લક્ષ હોવાથી પર્યાય નો આશ્રય નથી.
(૫૦)
અનંત-પરિપૂર્ણ સામર્થ્યવાન ગુણનિધિ, અનંત મહિમાવંત આત્મ વસ્તુ - સ્વરૂપે કરીને પ્રગટ પ્રત્યક્ષ છે. - તેવો પ્રતીતિ ભાવ અનંત ગુણની પ્રગટ નિર્મળતાનું કારણ છે. (૫૧)
જ્ઞાયકભાવ ટંકોન્કિર્ણ છે. ચૈતન્યગુણ વડે નિરંતર અનુભવમાં આવી રહ્યો છે. - સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. છતાં પરની એકત્વબુદ્ધિરૂપ અજ્ઞાનમાં જીવ તેને સર્વથા ચૂકી જાય છે. (સ.ગા. ૪૯)
(૫૨)
// સ્વભાવ તરફના જોર વિનાનું શાસ્ત્રનું જાણપણું વિભાવ અને પર તરફના જોરવાળું હોવાથી તે યથાર્થ જાણપણું નથી. તેથી તેના ફળમાં સમ્યક્ પ્રતીતિ ઉત્પન્ન થતી નથી. (૫૩)
સ્વ-તત્ત્વનો વાસ્તવિક નિર્ણય સ્વ–સન્મુખ જ્ઞાનમાં થાય છે. સ્વાનુભવના પ્રયત્નવાન જીવે વર્તતા વિકલ્પનું લક્ષ છોડીને સ્વભાવના મહિમાપૂર્વક સ્વભાવના લક્ષમાં ઉગ્રતા આણવી તે કર્તવ્ય છે. • પૂ. ગુરુદેવશ્રી.).
(૫૪)