________________
અનુભવ સંજીવની
૧૧ પ્રત્યક્ષ પ્રકાશમાન, પરમ શુદ્ધ, નિરાવરણ, જ્ઞાનાનંદઘન, ધ્રુવ, પરમપદ, પરમ મહિમા સ્વરૂપની આત્મભાવનાથી ઉપાદેયતા થાય છે, ઉપાસના થાય છે અને તે જ જિનેશ્વરની આજ્ઞા છે. (૫૫)
અહો આ આત્મ તત્ત્વ, અનંત આશ્ચર્યકારી મહાન અદ્ભુત ગુણોનો નિધિ છે; કે જેનું લક્ષ થતાં અન્ય કોઈ રુચે નહિ. સ્વભાવ અંગેના વિકલ્પથી પણ ખસવાની જેની તૈયારી / યોગ્યતા છે. તે અત્યંત મંદ કષાયમાં પણ અટક્યા વિના સ્વભાવ લક્ષે આગળ વધે છે. (૫૬)
ઑગસ્ટ-૧૯૮૫ V ઉચ્ચ સ્તરના વ્યવહારિક પરિણમન પ્રત્યે પણ ઉદાસભાવે રહેવું યોગ્ય છે. અન્યથા તેનો રસ ચડ્યા વિના રહેશે નહિ. વ્યવહારની મીઠાશ વેદનાર મિથ્યાદૃષ્ટિ છે. - આ મીઠાશ ઝેર છે. આનંદ અમૃત સ્વરૂપ આત્માની મુખ્યતા - મહિમા હોતા / થતાં અપૂર્ણતા - વ્યવહાર સહેજે ગૌણ થઈ જાય છે.
(૫૭)
છે. સ્વરૂપ ધ્યાની કેવા હોય ? કે જેને વસ્તુનું .
૧. યથાર્થ સ્વરૂપ જ્ઞાન હોય; ૨. જે સહજ વૈરાગી હોય-અર્થાત્ રાગથી વિરક્ત, દુઃખ લાગવાથી હોય; ૩. ઇન્દ્રિય . મન જેને વશ હોય; ૪. અચંચળ ચિત્ત / ઉપયોગવાળો હોય; ૫. પ્રમાદ રહિત હોય; ૬. ધૈર્યવાન હોય; ૭. મુક્તિના ઇચ્છુક અર્થાત્ ઉદ્યમી હોય; ૮. સ્વભાવનો અતિ મહિમા હોય; ૯. જનપદ ત્યાગીને સાધનામાં મગ્ન રહે.
(૫૮)
(૧) પ્રજ્ઞાછીણી અંતરમાં પટકવા - જ્ઞાન અને રાગની સૂક્ષ્મ સંધી ક્યારે અર્થાત કેવી ભાવ ભૂમિકામાં જણાય ? અને (૨) કઈ રીતે પ્રજ્ઞાછીણી કાર્ય કરે ? (૩) પ્રજ્ઞાછીણીનું સ્વરૂપ શું?
(૩) પ્રજ્ઞાછીણીનું સ્વરૂપ ઃ જે જ્ઞાન સૂક્ષ્મ થઈને સૂક્ષ્માતિસૂક્ષ્મ ત્રિકાલી ધ્રુવ સ્વભાવને ગ્રહ તે પ્રજ્ઞાછીણી છે. અર્થાત્ અંતર્મુખ થયેલી જ્ઞાનની પર્યાય પ્રજ્ઞાછીણીનું કામ કરે છે.
(૨) જ્ઞાન અને રાગ સાથે (એક સમયે) હોવા છતાં સ્વભાવ ભેદ જણાતાં તે જુદા જણાય. સ્વભાવ . વિભાવનો ભેદ સ્વને (વેદનથી) ગ્રહતા, જ્ઞાનની મુખ્યતા થતાં જણાય . તે સિવાઈ જણાય નહિ. નિજમાં નિજને અવલોકતાં ઉપયોગ શુદ્ધ થાય. એ વચન અનુસાર નિજ વેદનના અવલોકનથી . વેદનનો અર્થાત્ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થઈ પ્રગટ સ્વસંવેદન રસ ઉપજે.
V(૧) સ્વભાવમાં જ રસ લાગે અને અન્ય સર્વ નીરસ લાગે, ત્યારે જ અંતરની સૂક્ષ્મ સંધી જણાય અર્થાત્ સ્વભાવનો રસ ઉપજે ત્યારે જ વિભાવ અને સ્વભાવ વચ્ચેનો ભેદ / જુદાપણું જણાય. પરંતુ એવું ન બને કે પરમાં તીવ્ર રુચિ / રસ હોય ને ઉપયોગ અંતરમાં પ્રજ્ઞાછીણીનું કાર્ય