________________
૧૨
અનુભવ સંજીવની કરે. આ વેજ્ઞાનિક પરિસ્થિતિ છે. જે પ્રત્યક્ષ પ્રયોગથી (અનુભવથી) સમજાય તેવું છે. (બ.વ. ૧૭)
(૫૯)
સપ્ટેમ્બર - ૧૯૮૫ દૃષ્ટિ સ્વરૂપની થતાં દૃષ્ટિનું જોર અને જ્ઞાનમાં અભિપ્રાયનું (જ્ઞાન) બળ એવું રહે છે કે હું તો સદાય પૂર્ણ . વીતરાગ સ્વરૂપ છું . ત્યારે પણ જ્ઞાનમાં રાગાદિ ઉદયભાવો ઉત્પન્ન થતાં ભિન્ન જણાય છે. પરંતુ તે પોતાના પૂર્ણ વીતરાગ સ્વરૂપથી વિરૂદ્ધ જાતિના ભાસે છે- અને તેમના થવામાં, મારૂં કર્તાપણું કરાવવાપણું કે અનુમોદન - કાંઈ પણ નથી. કારણ કે તે તે ભાવો થવા કાળે પણ હું તો પ્રત્યક્ષપણે જેવો છું તેવો જ પૂર્ણ વિતરાગ રહું છું.–જરાપણ આ ભાવો સાથે ભળતો નથી.
(૬૦)
પરપ્રવેશભાવ . એ પરમાં નિજનું અવલોકન (અહંભાવ) અર્થાત્ અનુભવ છે. જે નિજાવલોકન થવા દેતું નથી. જ્ઞાનમાં | સ્વમાં નિજનું અવલોકન • વેદના થતાં ઉપયોગ શુદ્ધ થાય.
Vપરમાં અનુકૂળતામાં સુખ બુદ્ધિ / અનુભવ એજ પરનું સ્વપણે ગ્રહણ અને પર રસ ઉપજવાનું મૂળ છે. તે જ સ્વભાવનો ઘાતક ભાવ છે . ઝેર છે; કે જે ભ્રાંતિથી મીઠું લાગે છે. દુઃખમાં કલ્પનાથી મીઠાશ કલ્પી છે.
(૬૧)
મુમુક્ષુ જીવને પણ પોતે સતુ પરમાનંદમય છે' એમ દઢ ન રહે, તો બાહ્ય શાતામાં ઠીક લાગે કે જે પુરુષાર્થને ઉત્પન્ન થવામાં અવરોધક કારણ છે . અટકવાનું સ્થાન છે, યોગ્યતાને રોકે છે. ઉદયમાં સાવધાની સ્વરૂપની સાવધાની થવા દે નહિ, તે લક્ષમાં (તીક્ષણતાથી રહેવું ઘટે.
(૬૨)
પ્રત્યક્ષ સતપુરુષથી વિમુખ વર્તવું અથવા ઉપેક્ષિતભાવે વર્તવું - તે પ્રગટ અનંતાનુબંધીનો કષાય છે. • શ્રીમદ્જી.)
(૬૩)
શુદ્ધાત્મામાં મગ્નતાનો અભિલાષી જીવ, અસંગતા ચાહે છે. . બાહ્યમાં સંગનો રાગ અસંગ તત્ત્વને વિસંગત છે | અનુકૂળ નથી; અશુભયોગનો રસ’ તો તીવ્ર મલિનતાનો ઉત્પાદક હોઈ અસંગ સ્વરૂપ ભાસવામાં ખચીત અવરોધક બને છે.
(૬૪)
Vઅનિત્ય, અશરણ, અન્યત્વ : જે સુખસ્વરૂપ નથી, જે અનિત્ય છે, અને જે શરણભૂત થઈ