________________
અનુભવ સંજીવની
૧૩
શકતાં નથી. તેવાં ભિન્ન (અન્યત્વભાવે રહેલા) પદાર્થો જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે. - તે સતત અંતરશોધપૂર્વક વિચારવા યોગ્ય છે અર્થાત્ તપાસવા યોગ્ય છે.
(૬૫)
એકત્વ : જીવ સર્વત્ર એકલો જ છે - ભવાંતર એકલાનું જ થાય છે, અર્થાત્ દેહનો સંયોગરૂપ જન્માવસ્થા, દેહ ત્યાગરૂપ મરણ તુલ્ય દુઃખાવસ્થા આદિમાં જીવ એકલો જ દુઃખ ભોગવે છે. સમ્યક્ પુરુષાર્થથી સ્વભાવને પામી જીવ એકલો જ સિદ્ધિ પામે છે.
(૬૬)
*
~ અહો ! જગત આખું - ભલે વિવિધતા સભર છે તો પણ - પોતાથી શૂન્ય (ખાલી) જ જોવામાં આવે છે; ત્યાં તેનું આકર્ષણ શું ? તેનું આશ્ચર્ય શા માટે ? કુતૂહલ શા માટે ? અંતરમાં મહા આનંદ સભર નિજ ચૈતન્ય રત્ન ચમકે છે, ત્યાં અંતર્મુખ - કેવળ અંતર્મુખ રહેવા યોગ્ય છે સ્થિર થવા યોગ્ય છે.
(૬૭)
૫ વર્તમાનમાં, ‘દુર્લભ યોગ' જીવને પ્રાપ્ત થયો છે. ત્યાં થોડોક પ્રમાદ કરી - પુરુષાર્થથી વંચિત રહી, અમૂલ્ય સમય ગુમાવવા જેવું નથી. પરમરસ અર્થાત્ અમૃતરસનો શીઘ્ર આસ્વાદ લેવા યોગ્ય
છે.
(૬૮)
// નિજ ભાવના : હું સર્વથી, સર્વ પ્રકારે, સર્વદા ભિન્ન છું. એક કેવળ શુદ્ધ ચૈતન્ય, પ્રગટ ચૈતન્યસ્વરૂપ, અચિંત્ય સુખસ્વરૂપ, આનંદ સાગર, પરમ ઉત્કૃષ્ટ શાંત, એકાંત શાંત - પરમ શાંત, અભેદ અનુભૂતિમાત્ર નિર્વિકલ્પ છું.
(૬૯)
V નિજ પૂર્ણ ભગવાન જ્ઞાન લક્ષણથી લક્ષિત થતાં, તેની સહજ મુખ્યતા રહે છે. (મુખ્યતા ન રહે તો લક્ષ થયું જ નથી) અને તે અન્ય સર્વથી ઉપેક્ષા થવાનું મૂળ કારણ છે.
(૭૦)
// આત્મ સ્વરૂપથી વિપરીત એવાં શુભાશુભ ભાવોમાં આવવું / પરિણમવું તે પ્રમાદ છે. પ્રમાદ ચોર છે. તે છુપી રીતે આત્મગુણોરૂપ ધનને ચોરી લે છે.
સહજ પ્રત્યક્ષ નિજ સ્વરૂપમાં અનન્ય રુચિથી અભેદભાવ થવો તે અપ્રમાદ અથવા પુરુષાર્થ
છે.
(૭૧)
અનંત મહિમાવંત આત્મસ્વરૂપ, અચિંત્ય દિવ્ય ચૈતન્ય રત્ન છે. તેની, અપૂર્વતાથી મહિમા આવે તે તેની સંભાળ છે. સ્વરૂપની આ પ્રકારે સંભાળ ન લેવી, અને અપ્રયોજનભૂત, નિરર્થક,