________________
૧૪
અનુભવ સંજીવની અન્ય પદાર્થોમાં સાવધાની રહેવી . તે મહા મૂર્ખતા છે. . અનંત ફ્લેષોદધિનું કારણ છે. (૭૨).
૫ “હું જ્ઞાન માત્ર છું તેવા સ્વીકાર • સ્વરૂપાકાર પરિણમનમાં, અન્ય સર્વ શેયમાત્રપણે રહી જાય છે. સત્ દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે લક્ષ જતાં, તેઓ પણ આ’–‘જ્ઞાનમાત્ર ને જ મને જ) બતાવી રહ્યા છે, તેમ જણાય.
અજ્ઞાનદશામાં, પૂર્વપુણ્યના ઉદયે સંયોગરૂપ સામગ્રી - ક્ષણિક_અનિત્ય હોવા છતાં . નિત્યપણે ભાસે છે; કે જાણે આ બધું મારે કાયમ રહેવાનું છે, તેથી તેનો તથારૂપ રસ . પરિણતિ બની જાય છે; જ્યારે તેથી ઉછું . - જ્ઞાનદશામાં, પુણ્યયોગે બાહ્ય વૈભવમાં જ્ઞાની હોય તો તેમાં પોતાની નિત્યતાપૂર્વક - અનિત્યતાનું ભાન રહે છે. તેથી તેને તેમાં રસ આવતો નથી. જ્ઞાન પરિણતિ યથાવત્ રહે છે. (૭૪)
ઑક્ટોબર - ૧૯૮૫ જાણપણારૂપ જ્ઞાન સર્વ જીવની દશામાં સામાન્ય છે. તેમ છતાં સર્વને વિવેકબુદ્ધિ સરખી નથી. પરિગ્રહબુદ્ધિ અર્થાત્ પરિગ્રહનું મમત્વ અભિપ્રાયપૂર્વક હોય ત્યાં અવિવેકની પરંપરા ઊભી થાય છે, તેથી પરિગ્રહબુદ્ધિને અવિવેકની ખાણ જ્ઞાનીઓએ કહેલ છે. જેમાંથી સર્વ દોષો પાંગરે
(૭૫)
શુભાશુભ પરિણામ કાળે બહિર્મુખભાવોમાં વેગ તીવ્ર થતાં, તેમજ દર્શનમોહને લીધે, જીવ નિજ અવલોકનમાં પ્રવર્તી શકતો નથી, ત્યારે આત્મસ્વરૂપ સંબંધી વિકલ્પ પણ બેકાર જાય છે. અને જીવ પુણ્ય-પાપમાં સાવધાન થઈ - રહી ક્લેશને પામે છે. પરંતુ જાગૃત આત્માર્થી દર્શનમોહનો રસ ઘટતાં અવલોકનમાં આવી રાગ રસ તોડે છે.
(૭૬)
ચૈતન્ય સામાન્ય અભંગ અંગ છે . “અનુભવ પ્રકાશ' [પર્યાય (ચૈતન્ય વિશેષ) ભંગ - અંગ છે.] ભંગ અંગમાં અહબુદ્ધિ દુઃખ | આકુળતાને ઉત્પન્ન કરે છે.
(૭૭)
સ્વરૂપે પૂર્ણ છું . એમ જ્યાં અનુભવ થયો ત્યાં પર્યાયનું કર્તૃત્વ ઊડી જાય છે. ત્યારે પર્યાય સહજ શુદ્ધ થવા લાગે છે. તો પણ ક્યાંય કર્તબુદ્ધિ થતી નથી . એ જ સ્વભાવ બુદ્ધિ છે. (૭૮)
સ્વરૂપના વિચારથી આગળ વધીને, નિજ અખંડ શુદ્ધ સ્વરૂપને જોતાં, પોતે જ ત્રિકાળ પૂર્ણાનંદથી