________________
અનુભવ સંજીવની સ્વરૂપ પ્રાપ્તિ પૂર્વે, તદ્ અનુરૂપ વિચારદશા હોય . તેથી જ કહ્યું છે કે વિચારદશા વિના જ્ઞાનદશા હોય નહિ . જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન' (શ્રીમદ્ રાજચંદ્રજી). તે વિચારદશા કેવી ? કે જેના ફળમાં આત્મ-જ્ઞાન પ્રગટે ? તેનો ખ્યાલ પણ ન હોય અને ઉપર ઉપરથી શાસ્ત્ર વાંચી / સાંભળીને કલ્પના કરે છે. પરંતુ તેથી આત્મજ્ઞાન પ્રગટ થાય નહિ. યથાર્થ સ્વરૂપની અંતર્મુખી નિજલક્ષી વિચારણા નિજહિતના પ્રયોજનાની મુખ્યતાવાળી હોય છે. જાગૃતિ તેનું મુખ્ય લક્ષણ છે. જેથી પર પ્રત્યેનો રસ - પરરસમાં કાપ પડે અને સ્વરૂપ રસ / આત્મ રસ ઘૂંટાય. કદાચિત્ પરરસમાં તીવ્રતા થઈ જાય તો પણ ત્યાં ક્ષોભ ઉત્પન્ન થઈ આવે, તો જ દિશા બદલવાનો અવકાશ છે વગેરે પ્રકારે સુવિચારણા હોય તેમાં આત્માર્થી જીવને જે કાંઈ કરવું છે તે એકમાત્ર આત્માથે જ કરવું છે. તેવો (લક્ષ) પ્રકાર તેને કોઈ ઉદયના કાર્યમાં ફસાવા દેતો નથી. પરંતુ તે ઊંડી વિચારણા દ્વારા અંતરુ શોધ કરીને સ્વરૂપનો નિર્ણય પ્રયત્નપૂર્વક કરે છે. સ્વરૂપ પ્રાપ્તિની અંતર્ના ઊંડાણથી ઉદ્ભવેલી ભાવના, તે ભાવના સાકાર થવાની ખરી લગની, પૂરેપૂરી તાલાવેલી... વગેરે સુવિચારણાના મુખ્ય અંગ છે કે જેને લીધે ઉપયોગમાં સ્વભાવને પકડવાની સૂક્ષ્મતા અને તીક્ષ્ણતા આવે. અનુકૂળતાના પોદ્ગલિક સુખ (?) માં મોહથી મૂંઝાનાર અને પ્રતિકૂળતામાં પુરુષાર્થ ઉપાડનાર મુમુક્ષુ વર્તમાન પાત્ર છે. ગુણથી ઉત્પન્ન થતાં સુખનું ધ્યેય હોવાથી, ભૌતિક વૈભવ / વિષયોનું મહત્વ ન રહે, તેને જ સ્વભાવનો મહિમા આવે, સત્પુરુષનો / સત્સંગનો મહિમા આવે, જગતનો મહિમા ન આવે. ‘જ્ઞાયક ના લક્ષે જ આગળ વધાય છે, તેથી તદ્અ નુસાર પ્રયત્ન રાખે. વળી સત્સંગ / પુરુષ પ્રત્યેની અર્પણતા “સર્વાર્પણબુદ્ધિ એ હોય . જાણે કે સપુરુષ જ પ્રગટ પરમાત્મા હોય છે તેવો પ્રત્યક્ષ યોગમાં ભક્તિ - વિનય નો પ્રકાર આવે, ત્યાં બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. અનંતકાળમાં સપુરુષનો સમાગમ થવા છતાં, નિષ્ફળ જવાનું કોઈ ખાસ કારણ હોય તો તે આ જ છે કે જેટલી હદે સત્સમાગમમાં વિનયાવિત થવું જોઈએ તેમાં ક્ષતિ (ક્ષતિ રહેવાનું કારણ પ્રયોજન યથાર્થપણે સમજાયું નથી રહી જાય છે. તેથી તે પુરુષનો બોધ પરિણમતો નથી. શ્રી દિપચંદજીએ અનુભવ પ્રકાશ” માં ગૂઢ ભાવથી લખેલ છે કે પ્રતીતિપૂર્વક વિચાર સાધક છે અને નિર્વિકલ્પ અનુભવ સાધ્ય છે.
(૪૮)
જેની પરિણતિ સ્વરૂપ રસથી ભીંજાયેલી છે, જેને માત્ર સ્વરૂપનું ધ્યેય છે, અને વેદન પ્રગટ છે, તેવા સાધકને પૂર્વકર્મ / સંસ્કારથી પરદ્રવ્ય સંબંધી પરપણે વિકલ્પ / પ્રવૃત્તિ હોતાં, તેમાં અત્યંત નીરસપણું હોય છે.
(૪૯)
જુલાઈ - ૧૯૮૫ ભેદજ્ઞાન : રાગની તીવ્ર અરુચિરૂપ (અરુચિનું કારણ મલિનતા, વિપરીતતા, દુઃખ) ભાવે