________________
અનુભવ સંજીવની થતું નથી. પરંતુ સ્વયંની સાવધાનીનો અભાવ હોતાં રાગના પ્રતિભાસ કાળે, અધ્યાસિતપણે રાગરૂપ થતું અનુભવાય છે . ન થયું હોવા છતાં, અર્થાત્ ભિન્નપણે અનુભવાતું નથી. અહીં રાગ જણાતાં રાગ પ્રત્યે સહજ ઉદાસીનતા ભજે છે. આવો જ જ્ઞાનનો સ્વભાવ છે.
(૪૨)
/ સ્વરૂપ પરિણતિ સહજ થવા પૂર્વે, સર્વ ઉદ્યમથી સ્વરૂપની સાવધાની તીવ્રપણે આવે, તો જ પરિણતિ સહજ થાય.
(૪૩)
- વિચાર દિશાના કાળે સત્ય સમજવાની જિજ્ઞાસા અને સત્ય સ્વીકારવાની તૈયારી વાળી ભૂમિકા હોવી ઘટે.
(૪૪)
ક
અંતર્મુખ ચિત્તની વિચારધારામાં પરિણમન કરતું જ્ઞાન પોતે પોતાના આધારથી લક્ષણથી સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરે . ત્યાં અનંત સામર્થ્યવંત પૂર્ણ સ્વરૂપનું અવભાસન છે. તેમાં સદાય “હું આવો જ છું . તેમ સ્વરૂપનો અપૂર્વ મહિમાનો ઉછાળો વર્યા કરે અને પરિણતિમાં સ્વરૂપ ઘૂંટાયા કરે . તેવી સ્વરૂપની લય હોય- અસ્તિપણે) તેથી નાસ્તિપણે) સમસ્ત જગત પ્રત્યે ઉદાસીનપણું નીરસપણું આવી જાય. પૂર્વ કર્મના ઉદયથી ક્યાંય જોડાવું પડે તે બોજારૂપ લાગે અથવા અનુકૂળતામાં જોડાવું પણ સુખરૂપ ન લાગે - વિકલ્પમાત્ર દુઃખ રૂપ લાગે - ત્યાં સ્વરૂપની લય તીવ્ર થતાં, ધ્યેયભૂત, લક્ષમાં આવેલા સ્વરૂપમાં અંત સાવધાની વધે તે રૂ૫ સહજ પુરુષાર્થ વૃદ્ધિગત થતો થતો પરમ સત્ / પ્રત્યક્ષ સત્ ના પ્રત્યક્ષ દર્શનમાં સફળ થાય. ભાવમાસનથી સન્મુખતા છે. દશાની દિશાફેર થવું તે અપૂર્વ છે.
સાધકને સ્વરૂપના અભેદ વેદનની પરિણતિ બાહ્ય સંયોગોમાં પ્રવૃત્તિકાળે પણ ભિન્નપણાનું સાક્ષાત્ કારણ છે. ત્યાં સ્વરૂપ રસ / ચૈતન્ય રસની મુખ્યતા ઘણી છે. તેથી પરદ્રવ્ય . ભાવમાં સહજ અત્યંત નીરસપણું થઈ જાય (કરવું પડે નહિ).
(૪૬)
ગુણની રુચિ / નિર્દોષતાની રુચિ હોય તેને સ્વભાવની રુચિ પ્રગટે કારણકે સ્વભાવ ગુણમય / ગુણ નિધાન છે. આત્માનો સ્વાભાવિક પુરુષાર્થ આવી રુચિને અનુસરીને ઉત્પન્ન થાય. કરું કરું નો કૃત્રિમ ભાવ તે પુરુષાર્થનું સ્વરૂપ નથી. તેમજ ત્યાં હજી સ્વભાવ લક્ષમાં આવ્યો નથી. તેથી અનન્ય રુચિ પણ પ્રગટી નથી. સ્વભાવની રુચિને માત્ર સ્વભાવ જ રુચે છે. અન્ય કોઈ રુચતું જ નથી. તેથી રુચિવંત પામી જાય છે, ન પામે તે કેવી રીતે બનવા યોગ્ય છે ? (૪૭)