________________
અનુભવ સંજીવની
૭
જૂન - ૧૯૮૫
(ચાલુ) વળી રાગ સ્વયં દુઃખ રૂપ છે. સ્વરૂપના આનંદ અમૃતના સ્વાદ આગળ રાગનો સ્વાદ ઝેર જેવો છે. - આવા સ્વાદભેદને જે જીવે જાણ્યો નથી – તેને અનાદિ રાગ-વાસિત બુદ્ધિ છે. તેથી રાગનું મમત્વ કરે છે. તોપણ મધ્યસ્થ થઈને નિજ હિતની ભાવનાથી ન્યાય સમજીને નિજહિતના લક્ષે - સ્વભાવ સન્મુખ થઈને રાગનો પક્ષ છોડવામાં આવે તો જ રાગના મમત્વના ત્યાગનો અવસર આવે. ખરેખર તો વિકલ્પ માત્રમાં (દુઃખમય છે તેથી) તીવ્ર દુઃખ લાગે ત્યારે જ વિકલ્પથી ખસી નિર્વિકલ્પ સ્વ-રૂપમાં નિર્વિકલ્પ થવાય છે. પરંતુ રાગના પક્ષપાતીને તેની ખબર પણ હોતી નથી. તેને માત્ર રાગની કિંમત છે. વીતરાગતા / નિર્વિકલ્પતા અર્થાત્ ધર્મની કિંમત નથી. રાગના પક્ષપાતીએ વીતરાગતાનું સ્વરૂપ જાણ્યું નથી / ઓળખ્યું નથી.
(૩૭)
1
સ્વભાવના ભાસનથી સહજ ઉત્પન્ન સ્વભાવ પ્રતિનો ઝુકાવ - તે રૂપ પુરુષાર્થ સાથે સર્વ ઉઘમ' ‘પૂરો પ્રયાસ’નો અભિપ્રાય વર્તતાં - પર્યાય સ્વભાવાકારે થઈ જાય - તે સ્વભાવની પ્રાપ્તિ છે, અર્થાત્ સ્વભાવરૂપ થયેલ અવસ્થાનો અનુભવ છે. ત્યાં સ્વભાવ દૃષ્ટિ પ્રગટે છે. (૩૮)
સ્વભાવ દૃષ્ટિ એટલે શું ? કે પર્યાયમાં વિકાર હોવા છતાં પોતામાં (સ્વભાવમાં) તેનો અભાવ કહે છે અર્થાત્ દેખે છે શ્રદ્ધે છે - અવિકાર સ્વરૂપની હયાતી દેખે છે. પ્રતીત કરે છે તે અંતર દૃષ્ટિનું લક્ષણ છે. આવી સ્વભાવદૃષ્ટિની વાત તે દૃષ્ટિવાનને જ સમજાય છે. ધારણાજ્ઞાનવાળાને તેમાં વિરોધ ભાસે છે.
-
(૩૯)
જ્ઞાનમાં પરદ્રવ્ય પ્રતિભાસવા છતાં સ્વરૂપ અવલોકનમાં જ્ઞાની નિપુણ છે. તેથી તેનું જ્ઞાન વિશુદ્ધ છે. અર્થાત્ સ્વરૂપ અસ્તિત્વને (પરિણતિ દ્વારા) વેદતાં વેદતાં પરનું જાણવું થાય છે. તે જ્ઞાન પૂર્ણતાના વિકાસના પંથે છે, ભાવમરણનો અભાવ કરીને જ્ઞાની તેમાં જીવે છે/ પૂર્ણતાને અનુભવતો - પૂર્ણ થઈને જીવે છે.
(૪૦)
રાગનું એકત્વ છૂટવાની વિધિ : ભિન્ન જ્ઞાન સ્વભાવનો વારંવાર અભ્યાસ કર્તવ્ય છે. અનંત સ્વભાવ સામર્થ્યને લક્ષમાં રાખીને, અહંપણે સ્વરૂપને દેખવારૂપ પુરુષાર્થથી રાગનું એકત્વ છૂટે છે. - આ ભેદજ્ઞાન છે.
(૪૧)
‘હું શાયક માત્ર’ એ રૂપ ધારા / પરિણિતમાં રાગાદિ ભાવો પરસ્વરૂપે ભાસે છે. આવું રાગ સંબંધીનું જ્ઞાન—તે ભૂતાર્થ આશ્રિત થતું હોવાથી પોતે વિકારરૂપ થતું નથી. જ્ઞાન કદી રાગરૂપ