________________
૬
અનુભવ સંજીવની
આના સંસ્કાર પણ અપૂર્વ ચીજ છે; પુરુષાર્થ ઉપડે તે તો નજીક મુક્તિગામી છે. - અલ્પકાળમાં તેનો મોક્ષ થાય જ.
(૩૦)
આત્માર્થીને દેહ છૂટવા સંબંધી વિષાદ હોય નહિ; તેની સ્વભાવની રુચિ આ વિષાદને ટાળે છે અથવા તે પોતાના પ્રયત્નમાં પડેલો છે; ત્યાં દેહની ચિંતાનો કોઈ પ્રકારે અવકાશ નથી. (૩૧)
નયપક્ષના વિકલ્પ રહિત, એકાકાર મારું સ્વરૂપ છે. તેમ પ્રથમ દૃઢ રહેવું જોઈએ;’ - નિઃશંક થવું જોઈએ; પછી વિકલ્પ થાય, તો પણ તે તોડીને (ઉક્ત દઢતાથી) સ્વભાવ પ્રતિ જવું જોઈએ.
(૩૨)
લોભ : યોગ્ય સ્થાનમાં ધનના વ્યયનો અભાવ.
માયા : (ગુપ્ત પાપરૂપ ભાવ) પાપને ગુપ્ત રાખવાનો ભાવ.
V ‘વર્તમાનમાં જ હું શુદ્ધ પરિપૂર્ણ ચિદાનંદ છું. - એવી પ્રતીતિ તે ભવના નાશનું કારણ છે. આવી પ્રતીતિ થયા પછી અલ્પ રાગ રહે તે પરપણે જણાય છે.' પૂ. ગુરુદેવશ્રી.
- રાગ સહિત ભાસે છે. તે
(૩૪)
અજ્ઞાનદશામાં - આત્મા રાગરહિત પૂર્ણ ચિદાનંદ હોવા છતાં ભવનું બીજ છે.–(પુરુષાર્થસિદ્ધિ ઉપાય)
(૩૩)
-
સ્વભાવને ભૂલી - ઉદયભાવમાં ‘હું પણું’ અનુભવવું - તે અજ્ઞાન ચેતના છે - જે અનંત સંસારનું બીજ છે. વ્યવહાર મોક્ષ માર્ગ - અસદ્ભૂતવ્યવહારને તેથી નિશ્ચય મોક્ષમાર્ગથી બાહ્ય ગણવામાં આવે છે. સ્વભાવભૂત એવી જ્ઞાન ચેતનાને સદાય ભાવવા યોગ્ય છે.
(૩૫)
સમસ્ત રાગ - પ્રશસ્ત / અપ્રશસ્ત - પરાશ્રિત પરિણામ છે. તેમ છતાં તેનું મમત્વ કરતાં શ્રદ્ધાની વિપરીતતા થાય છે. સમસ્ત રાગ રહિત-એવું આત્મસ્વરૂપ છે. જે અનંત મહિમાવંત છે. તે જણાતાં સમસ્ત રાગનો મહિમા ઊડી જાય છે. આમ વસ્તુસ્થિતિ છે. તેમ છતાં જેને પ્રશસ્ત રાગાદિમાં મોહ થાય છે, તેણે આત્માને જાણ્યો નથી. સમસ્ત પ્રકારના રાગાદિ પરિણામ મલિન / અશુદ્ધ. દુઃખદાયી છે અને તેથી શુદ્ધભાવ / મોક્ષમાર્ગરૂપ ભાવના ઘાતક સ્વભાવે છે. તેથી પરમાગમોમાં મોક્ષના હેતુનું રક્ષણ કરવા - તેનો નિષેધ કરવામાં આવ્યો છે, તે યોગ્ય છે. (અપૂર્ણ)
(૩૬)