________________
અનુભવ સંજીવની
૫
અતિન્દ્રીય ચૈતન્ય રસ - નિર્વિકાર સ્વભાવની ભાવનાનો વારંવાર આવિર્ભાવ થવાનો (તે) પ્રસંગ છે. તેમ છતાં વિષયોની ઉપેક્ષા ન થાય ત્યાં સુખબુદ્ધિએ તીવ્ર દર્શનમોહ / આસક્તિ પ્રવર્તે છે, જે સત્સંગને સફળ થવા દેતી નથી. અથવા,
૫. સત્સંગમાં એક નિષ્ઠા અને અપૂર્વભક્તિનો જેટલે અંશે અભાવ તેટલું સત્સંગનું અફળપણું થાય છે. (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક - ૬૦૯ ના આધારે).
(૨૪)
“જ્યારે મન સંદેહ શંકા યુક્ત થાય, ત્યારે દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે. મન પ્રમાદી થાય ત્યારે ચરણાનુયોગ, કષાયયુક્ત થતાં કથાનુયોગ અને જડ કરણાનુયોગ વિચારવા યોગ્ય છે.
-
સુસ્ત થતાં (૨૫)
જગતમાં મોહાસક્તિના નિમિત્તો, વૈભવ - વિલાસનાં સ્થાનો, જેને અંતઃકરણમાં વિશેષ વિશેષ વૈરાગ્યનાં ઉત્પાદક (નિમિત્ત) થાય છે; અહો ! તેવા વસ્તુ સ્વરૂપના જ્ઞાનવાન મહાત્માઓ વંદનીય છે. (૨૬)
ધ્યાન -
એ આરાધનાનું ઉત્કૃષ્ટ અંગ છે. તે સર્વ સમ્મત છે. પરમપદનું ધ્યાન પરમપદની પ્રાપ્તિનું અનન્ય કારણ છે. એવું જે ધ્યાન તે સત્પુરુષોના ચરણ કમળની વિનયોપાસના વિના થઈ શકતું નથી. - આ ઉત્કૃષ્ટ રહસ્યમય નિગ્રંથ વીતરાગ પ્રવચન છે.
(૨૭)
આ સંસારની જંજાળ વિષમ પરિણામોનું નિમિત્ત છે. તેવા આ સંસારના પ્રસંગોમાં, સ્વરૂપે કરીને પોતાની ભિન્નતા અવલોકતા / અનુભવતાં સમતા રહે તે જ આત્મચિંતન છે. (૨૮)
અનેકાંત - વસ્તુને પરથી અસંગ બતાવે છે. અને સ્વપણે ‘સત્’ બતાવે છે. સ્વતંત્ર વસ્તુના અસંગપણાની ‘સ્વતંત્ર શ્રદ્ધા' અસંગપણાની ખીલવટનો ઉપાય છે. અર્થાત્ અસંગ સ્વતત્ત્વ' ની શ્રદ્ધા અસંગપદને પ્રગટ કરે છે - અસંગતાનો સંપૂર્ણ વિકાસનું મૂળ ‘અસંગ તત્ત્વ’ની શ્રદ્ધા છે.
(૨૯)
મહાન સંત મુનિશ્ચરોએ, અંતરમાં વહેતા સ્વભાવ - અમૃતને પરમાગમોમાં વહેતાં મૂક્યા છે. શાંત પરિણામે પરિષહોને વેદતાં પરમ સત્' ને જીવંત રાખ્યું છે. પવિત્ર ધર્મ / માર્ગને આ કાળમાં ટકાવી રાખવા આકાશના સ્તંભ થઈને - ગજબ કામ કર્યું છે. અહો ! તેમનાં કથનમાં કેવળજ્ઞાનનાં / પૂર્ણતાનાં ભણકાર સંભળાય છે !! પદે પદે અત્યંત ગંભીર રહસ્ય ભરેલું છે !