________________
અનુભવ સંજીવની નિવૃત્તિમાં નિજહિતના ઉપયોગ (સાવધાની | લક્ષ) પૂર્વક સ–શ્રુતના અધ્યયન દ્વારા આત્મભાવને પોષવો.
(૨૦)
જીવને અનાદિથી વિષય - તૃષ્ણાનો રોગ છે . મહારોગ છે. જેને આત્માના સહજ સુખનો અનુભવ / સંવેદનરૂપ આસ્વાદ જ શાંત કરી શકે છે. ત્રણે કાળે આ એક જ ઈલાજ છે. (૨૧)
પ્રતીતિ અનુસાર ઉપયોગની પ્રવૃર્તના છે, તેથી ચળ અનિત્ય પદાર્થની હું પણે પ્રતીતિ જીવને હોવાથી, ઉપયોગ નિરંતર ચળરૂપ ચંચળતાવાળો) રહ્યા કરે છે. ઉપયોગ ચળરૂપ દ્રવ્યભાવો પ્રત્યે અવલંબિત રહ્યા કરે છે. તેથી સ્થિરત્વ થઈ શકતું નથી; તેમજ અચળ નિત્ય) પદાર્થની ત્યાં પ્રતીતિ થતી નથી. અચળ પદાર્થની સમ્યક પ્રતીતિ ઉપયોગના સ્થિરત્વનું કારણ છે. જેથી વાસ્તવિક શાંતિ પ્રાપ્ત થાય છે. વિપરીત પ્રતીતિને લીધે ઉપયોગ પણ ભમ્યા કરે છે, જે અશાંતિ અને દુઃખનો અનુભવ કરાવે છે. પ્રતીતિ અનુસાર જ્ઞાન અને આચરણ થાય છે, તેમ છતાં તેવી સમ્યક્ પ્રતીતિ થવા અર્થે જ્ઞાન આરાધના સિવાઈ અન્ય ઉપાય નથી. તેથી જીવે જ્ઞાન આરાધના રૂડા પ્રકારે આરાધવા યોગ્ય છે.
(૨૨)
આ સ્વભાવનો પરિચય જ આત્માની ઓળખાણ, વિશ્વાસ, પ્રતીતિ અને અનુભવનું કારણ છે.
(૨૩)
સત્સંગની પ્રાપ્તિ સર્વકાળે દુર્લભ રહી છે. તેમાં પણ આ કાળમાં તો દુર્લભથી દુર્લભ છે. તેવો સત્સંગ પ્રાપ્ત થવા છતાં ફળવાન થતો નથી- તેના કારણો :
૧. પૂર્વે ગ્રહણ કરેલ / નિશ્ચય કરેલ મિથ્યા અભિપ્રાયનો આગ્રહ (રહે તો ).
૨. જીવે સત્ સમાગમ અત્યંત ગરજવાન થઈને ઉપાસવા યોગ્ય છે. તે પ્રકારના ગરજ ભાવનો અભાવ સ્વચ્છંદના સદ્ભાવને લીધે હોય છે અને તેથી પ્રાપ્ત સત્સંગ ફળવાન થતો નથી.
૩. સત્પુરુષોનો બોધ અસિધારા સમાન છે. પરંતુ દર્શનમોહના બળવાનપણાને લીધે સત્ સમાગમે સાંભળેલા / ધારેલાં બોધનું પરિણમન થતું નથી. જેને અત્રે પ્રમાદ કહેવામાં આવે છે. પ્રમાદકાળે સાંભળવા મળતો બોધ નીરસ / નિરુત્સાહભાવે શ્રવણ થાય છે તેથી કાળ સાધારણ તત્ત્વવિચાર અને મંદ કષાયની પ્રવૃત્તિમાં નિર્ગમન થઈ જાય છે. પરંતુ સત્સંગનું ફળવાન પણું
ત્યાં થતું નથી–અર્થાત્ આત્મા બોધ પામતો નથી. તેથી પરમ પ્રસન્ન ચિત્તથી સનું શ્રવણ થવા યોગ્ય છે.)
૪. ઈન્દ્રિય - વિષયો પ્રત્યે સહજ નીરસતા - સત્સમાગમ થવા યોગ્ય છે; કારણ સત્સમાગમમાં