________________
અનુભવ સંજીવની
/ ઉદય અને ઉદયભાવમાં જીવ ઓતપ્રોત | તન્મય રહ્યા કરે છે . અત્યંત મમત્વ કરે છે. ત્યાં જાગૃતિનો અભાવ વર્તે છે.
(૧૩)
મુમુક્ષુજીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળદશાઓ પ્રાપ્ત થવી તે તો તેને સંસારથી તરવા બરાબર છે. અનંતકાળથી અભ્યાસેલો એવો સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે. - શ્રીમજી.
પ્રતિકૂળતા સમયે આત્મહિત પ્રત્યે ચિત્ત વળે, તે પાત્રતાનું લક્ષણ છે. (૧૪)
છે જેને પરિપૂર્ણ નિર્દોષ થવું છે, તેવા મુમુક્ષુજીવે વ્યવહારમાં - ઉદયપ્રસંગોમાં પણ, આરંભપરિગ્રહ અને અનીતિ વગેરેથી દૂર થવા સતત પ્રયત્નવાન રહેવું ઘટે છે. જેથી બોધ પ્રાપ્તિનો પ્રતિબંધક રસ વધે નહિ, અર્થાત્ ઉપદેશાદિનું નિષ્ફળપણું ન થાય. જ્ઞાનની બીજભૂત - ભૂમિકામાં, ઉદય - પ્રત્યે નીરસભાવ, સરળતાદિ થાય છે. જેથી સિદ્ધાંત જ્ઞાન પરિણમવું સંભવિત થાય. ઉદય - પ્રસંગમાં રસ ન આવે, જાગૃતિને લીધે તે જ આ ભૂમિકાના વેરાગ્ય અને ઉપશમ છે. ઉદયપ્રસંગોમાં રસ તો જ ન આવે, જો અંતર સુવિચારણા કરીને સંસારીક પ્રસંગોનું મહાભ્ય ન આવે | ન રહે . સ્વભાવના મહાભ્યને લીધે.
(૧૫)
વિભાવરસ જ ચિત્તને મલિન કરે છે. કે જેથી સત્પુરુષોના વચનોનો યથા યોગ્ય વિચાર થઈ શકતો નથી. આત્મરસ-
ચિસ ઉત્પન્ન થતાં ચિત્ત વિશુધ્ધિ છે કે જેથી મહાપુરુષોના વચનોનો ભાવ યથાતથ્ય ભાસે છે. જે વચનોનો આધાર અનંતગુણનિધાન એવું પરમ સત્ છે તેને નમસ્કાર હો !!
(૧૬)
સમ્યક્ શ્રદ્ધાન એ નિર્મલ આત્મ પરિણામ છે કે જે સંયમની વૃદ્ધિનું કારણ છે. - શ્રીમદ્જી.
. (૧૭)
પરમ પવિત્ર પરમાત્માના અંતર અવલંબનમાં શુદ્ધ આત્મ સ્થિતિ હોય છે . થાય છે. તેવા મહાત્માને બાહ્ય અવલંબનમાં પારમાર્થિક શ્રુત અને ઈન્દ્રિય જય / વૃત્તિજય સુદઢપણે ઉપાસવામાં આવે છે. - શ્રીમજી
(૧૮)
/ મંદ પુરુષાર્થ–પરિણામ કાળે, મહાપુરુષોનું અભુત આચરણ સ્મરણમાં લેવું યોગ્ય છે. - જેથી સહજ મંદ પરિણામ મટે – અને વિહ્વાસ વધે.
(૧૯)