________________
૨
અનુભવ સંજીવની
સુદીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધ ભૂમિકાનું’ સેવન થતાં, ‘વિભાવની સાધારણતા' ટળે અને સ્વરૂપની સાવધાની આવે. (શ્રીમદ્ભુ)
(૭)
*
- કોઈપણ ઉદય–પ્રસંગમાં તીવ્ર ૨સે કરીને ન પ્રવર્તાય અથવા વધારે ચિંતાપૂર્વક ન પ્રવર્તાય, તેમ કરવું અથવા થવું તે જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે. તે ત્યારે જ થઈ શકે કે સર્વ ઉદયપ્રસંગો આત્માથી સૌ હીન / ભિન્ન નિશ્ચિત થયા હોય—અને તેની કિંમત અભિપ્રાયમાંથી ગઈ હોય—નહિ તો ઉદયભાવનો રસ ઉપજ્યા વિના રહેતો નથી; કે જે આત્મરસનો પ્રતિબંધક છે. - વિભાવ ૨સ સ્વભાવરસને ઉપજવા દેતો નથી.
(૮)
*
શાસ્ત્રની ધારણારૂપ જ્ઞાનથી હીત સધાતું નથી, અનુભવ-જ્ઞાનથી હિત સધાય છે. (૯)
તીવ્ર રસે કરીને પરમાં સ્વ–પણું થઈ જાય, ત્યારે પાત્રજીવને’ ગભરાટ ઉત્પન્ન થઈ આવે છે. જેમ બહુ મોટો ગુન્હો / નુકસાન થતાં ગભરાટ થાય તેમ.
(૧૦)
ભેદજ્ઞાનની વિધિ : પૂર્વકર્મ અનુસાર શુભાશુભ ભાવ અને ક્રમશઃ ઉદય પ્રસંગ છે; તે સર્વથી હું જ્ઞાનમયપણે હોવાને લીધે ભિન્ન છું. - તેમ સમભાવે સ્વને જ્ઞાનરૂપે વેદવું'. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે આ પ્રકારે અભ્યાસવા યોગ્ય છે. જ્ઞાનથી / સ્વથી રાગનું ભિન્નપણું અનુભવવામાં / થવામાં, જ્ઞાનથી જ્ઞાનનું / સ્વનું એકત્વ થવું તે મુખ્ય છે. જ્ઞાનમાં સ્વ અસ્તિત્વનું ગ્રહણ - વેદનથી થતાં ચિદ્રસ ઉત્પન્ન થાય. સહેજે આ ચિદ્રસ પરિણતિમાં જઈને ભળે છે.
જ્યાં જ્ઞાનગુણ છે, ત્યાં અનંત ગુણ છે. જ્યાં જ્યાં જ્ઞાન પર્યાય છે, ત્યાં અનંતગુણની પર્યાય છે. જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન રહેલ છે. ત્યાં ‘માત્રજ્ઞાન’ માં - ‘જ્ઞાનમાત્ર’ હું પણાના વેદનમાં વિભાવનો અભાવ લક્ષિત થાય છે. રાગાદિથી જ્ઞાનની . પોતાની ભિન્નતા વેદનથી અનુભવવાનો પ્રયાસ / અભ્યાસ વારંવાર ઉક્ત પ્રકારે કરવા યોગ્ય છે.
(૧૧)
‘હું જ્ઞાનમાત્ર છું’ તેવા ભાવે અંતર્ સાવધાની છે. તેમ સાવધાની થતાં અન્ય ભાવ સહજ રોકાય. જ્ઞાનદશામાં - જ્ઞાનચેતનામાં નિરંતર આવી નિર્વિકલ્પ જાગૃતિ છે; તેવી દશા થવાને અર્થે મુમુક્ષુજીવને પણ સવિકલ્પ જાગૃતિ ઉત્પન્ન હોય છે. સંક્ષેપમાં આ જાગૃતિ તે જ વાસ્તવિક મુમુક્ષુતા છે. સત્પુરુષના યોગે તે સહજપણે ઉત્પન્ન થવા યોગ્ય છે.
(૧૨)
*