________________
નમઃ સિદ્ધભ્ય
૫નુભવ સંજીની
પૂ. ભાઈશ્રીના અગાધ મંથનમાંથી વહેલી ચિંતન કણિકાઓ)
મે-૧૯૮૫ મુમુક્ષુજીને પોતાનું યોગ્યપણું થાય તેની વિચારણા કરવી–જેનું મુખ્ય સાધન આત્મલક્ષ પૂર્વક સત્સંગ છે.
(૧)
સમાધિમરણ સમાધિ જીવનને લઈને થાય છે. જેને સમાધિમરણ થાય છે તેને ભવાંતરમાં સમાધિ જીવન પ્રાપ્ત થાય / હોય છે. . તે નિશંક છે.
(૨)
આત્મસ / જ્ઞાનરસના અભાવમાં પુન્યનો રસ અથવા ક્ષયોપશમનો રસ તીવ્ર થયા વિના રહેતો નથી; જે પાપાનુબંધી પરિણામો છે, તેથી - જ્ઞાની પુણ્યોદય / પ્રશસ્તભાવો (અનુકૂળતા) - લયોપશમાદિ પ્રત્યે ઉદાસ છે અને પ્રતિકૂળતામાં પુરુષાર્થ સહજ વધારે છે . વધે છે. (૩)
દેહાત્મબુદ્ધિ તીવ્ર થતાં ચિંતાને લીધે જ્યોતિષાદિ પ્રત્યે જીવ વળે છે. તે આત્મભાવના વિરૂદ્ધ છે. આત્માર્થીને દેહાદિ સંયોગની એવી ચિંતા હોય નહિ કે જેથી આત્મભાવનાનો નાશ થાય. (૪)
Vઆત્માને અહિતરૂપ ભાવો થતાં, ગભરાટ થાય તે પાત્રતાનું લક્ષણ છે.
(૫)
(તત્ત્વદૃષ્ટિના અભાવમાં જગતની રચના, જીવને મૂંઝવણ, આકુળતા અને અસમાધાન થાય અથવા અસત્યનો આગ્રહ થાય–તેવી છે.
(૬)
અનંતકાળથી સ્વરૂપનો સ્વભાવનો પરિચય ન હોવાથી વિભાવ સહજ થઈ ગયો છે. તેથી