________________
અનુભવ સંજીવની
૧૩૯ જ્ઞાની પુરુષનો નિશ્ચય થવાથી જીવને સમસ્ત સંસાર અપરમાર્થરૂપ ભાસે છે. તેથી સંસારી સુખ, ભ્રાંતિપણે જાણેલુ સુખ ભાસે છે. તેથી આત્માર્થીને તેવા (અનુકૂળ ?) સંયોગોની પ્રાપ્તિમાં પણ નીરસપણું – ઉદાસીનપણું રહે છે, જેથી એમ લાગે છે કે પરમાર્થ—જ્ઞાની પુરુષની ઓળખાણ - એ સ્વરૂપના સંસ્કારવત્ નિષ્ફળ ન જાય – ન થાય. તેવા પ્રકારનાં જીવના પરિણામ છે. અર્થાત્ તે જીવે જ્ઞાની પુરુષના દર્શન કરતાં આત્મ-રુચિભાવે સંસ્કારપ્રાપ્તિ કરી છે. વડના બીજની જેમ તે પરમાર્થ - વડનું બીજ છે; તેમાંથી મોક્ષમાર્ગ અને મોક્ષની સર્વદશાઓ અવશ્ય પાંગરશે. – આમ જ્ઞાની પુરુષની ઓળખાણરૂપ શ્રદ્ધાનું આ ફળ છે. તે પ્રત્યે લક્ષ કરાવનાર, નિષ્કારણ કરુણામૂર્તિ સત્પુરુષના ચરણાધીન વર્તવું પરમ શ્રેયસ્કર છે.
(૫૦૮)
Vચાય એ સુવિચારણાનું અંગ છે, કે જે મુખ્યપણે આત્માને નિર્દોષતા, પવિત્રતા, અને આત્મશાંતિ પ્રત્યે દોરી જાય છે. જેમકે શારીરિક વેદના તે દેહનો ધર્મ છે. (તે જીવનો પર્યાયધર્મ પણ નથી) અને પૂર્વે જીવે વિકારભાવ નિમિત્તે બાંધેલા એવા કર્મનું ફળ છે. તેમ જાણી સ્વાભિમુખ થવું અર્થાત્ જ્ઞાનથી જ્ઞાનને વેદવું, પણ જ્ઞાનમાં જણાતી વેદનામાં સ્વપણાનો–પોતાનો–અભાવ જોઈને – અવલોકીને, તે વેદનાથી ભિન્નતા કરવી–અનુભવવી. આવા પ્રયોગકાળે, જે સુવિચારણાના ન્યાયો, વિચારાય છે, તે વિચારતાં, સાથે સાથે . આત્માને પોતાને) મૂળ સ્વરૂપે નિત્ય, અદ્ય, અભેદ્ય, જરા, રોગ, મરણથી રહિત અવ્યાબાધ અનુભવ સ્વરૂપે ભાવતાં ભાવતાં – સ્વરૂપનો સમ્યક્ પ્રકારે નિશ્ચય આવે છે. આવા પ્રકારે સમ્યભાવે, મોટા પુરુષોએ અહિયાસેલા, ઉપસર્ગ, પરિષદને સ્મૃતિમાં લાવતાં, જીવમાં પોતામાં તેમનાં આત્મબળનું સત્કારપણું - ઉપાદેયપણું, બહુમાનપણું આવતાં, તે પરિણામોનું ફળીભૂતપણું થવું સંભવે છે. અર્થાત્ તે વેદના પોતાના ક્ષયકાળે નિવૃત્ત થયે, નવા કોઈ કર્મોનું કારણ થતી નથી.
શરીર વેદના ન હોય તેવા સમયમાં જીવ જો દેહથી પોતાનું જુદાપણું જાણે, દેહનું અનિત્યપણું આદિ સ્વરૂપ જાણી, મોહ-મમત્વનો અભાવ કરે તો તે મોટું શ્રેય છે. જો કે દેહનું મમત્વ ત્યાગવું તે દુષ્કર વાત છે. (તેવો શાતા / અશાતા કાળે થતો અનુભવ જોતા ભાસે છે.) તો પણ જેનો તેમ કરવા દઢ નિર્ધાર છે, અને પ્રયત્ન કરે છે, તે અવશ્ય ફળીભૂત થાય છે. (૫૦૯)
Wઆત્મકલ્યાણ અર્થે પ્રવર્તતા બાહ્ય ક્રિયામાં દેહાદિક સાધન નિમિત્તપણે જ્યાં સુધી રહ્યું છે, ત્યાં સુધી તદુર્થે દેહ સંબંધી જે ઉપચાર આદિ કરવા પડે, તો તે ઉપચાર દેહના મમત્વાર્થે નહિ, પણ તે દેહે જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે, એવો કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ, તે લાભને અર્થે અને તેવા જ અભિપ્રાયથી, ઉપચાર માટે પ્રવર્તતાં, શુદ્ધ હેતુપણાને લીધે, ન્યાયસંગતપણું છે. પરંતુ દેહની પ્રિયતા અર્થે, અથવા કર્તબુદ્ધિએ અથવા સાંસારિક કાર્યો, ભોગાદિનો