________________
૧૪૦
અનુભવ સંજીવની હેતુ હોવાથી, તે હેતુનો ત્યાગ કરવો પડે, તેવા વિચારથી આર્તધ્યાન થાય, – તે યોગ્ય નથી. તેવી જ્ઞાની પુરુષની આજ્ઞા હોવાથી, તે મુખ્યતા અને તેવું લક્ષ ઉપચાર કાળે રાખવા યોગ્ય છે; પરંતુ રોગાદિ વ્યાધિ ઉત્પન્ન થતાં પરિણામમાં કોઈપણ કારણે સંકલેશ ભાવ કરવા યોગ્ય નથી, કે જે
અવિચાર અને અજ્ઞાનને લીધે થાય છે, અને દુર્ગતિનું કારણ થાય છે. તેથી સવિચારે પ્રવર્તવું યોગ્ય છે.
(૫૧૦)
જૂન - ૧૯૯૦ સમ્યક શ્રુતજ્ઞાનની લબ્ધિ અને લબ્ધ સુશ્રુતમાં તફાવત છે. મોક્ષમાર્ગ પ્રાપ્ત ધર્માત્માની જ્ઞાનધારા - વેદક આત્મજ્ઞાન - તે લબ્ધ સુશ્રુત છે; તેની સાથે અનંતગુણનું શુદ્ધ પરિણમન તે જ ધર્મીની ધર્મદશા અથવા અંતરુ પરિણમન છે. આવા પરિણમન કાળે કોઈ કોઈ ધર્માત્માને શ્રુતની અનેક પ્રકારની લબ્ધીઓ પણ નિર્મળતાને લીધે પ્રગટ થાય છે. જે કવચિત્ ઉપયોગરૂપ થાય છે. આ લબ્ધિ તે શ્રુતજ્ઞાની સમૃદ્ધિ, અથવા વિશેષ સંપત્તિ છે; જેથી તેમની નિર્મળતા અને આરાધના - વિશેષને સમજી શકાય છે. આ કાળમાં કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી અને પૂ. ભગવતીમાતા બહેનશ્રી ચંપાબેન આ પ્રકારના જવલંત ઉદાહરણ છે.
આ સિવાઈ, પ્રથમ સ્વાનુભવ વખતે જ પોતાના સર્વજ્ઞ સ્વભાવને અવલંબીને જે, શુદ્ધ ઉપયોગ થયો, તેમાં કેવળજ્ઞાનની લબ્ધિ પ્રગટી જાય છે. તેથી જે ન્યાય ચૌદપૂર્વધારી કાઢે તે સમ્યગ્દષ્ટિ કાઢી શકે છે. કારણકે સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને તે ઉપયોગ થયો છે. તેથી ચૌદપૂર્વ કરતાં પણ અનંતગુણ સ્વભાવના અનુભવજ્ઞાનમાંથી આ લબ્ધિ થવી - હોવી સહજ છે. વળી, એ પણ ન્યાયસંપન્ન છે કે, અભેદ સ્વભાવમાં સામર્થ્યપણે સર્વ ભેદ ગર્ભીત છે. તેથી પ્રયોજનભૂત વિષયમાં અનુભવી જ્ઞાની પુરુષની ભૂલ થતી નથી; અથવા અનુભવી પુરુષનાં આત્મામાંથી આગમ ઉત્પન્ન થયા / થાય છે. આમ જ્ઞાનનો મહિમા અનંત છે, આશ્ચર્યકારી છે.
(૫૧૧)
સતપુરુષ પોતે જ મૂર્તિમંત સન્માર્ગ સ્વરૂપ છે. જે દર્શનમોહના અભાવપણે છે. તેથી જેને સપુરુષનો સંગ થાય છે, તેને ઉન્માર્ગ છૂટી જાય છે. એક સનાતન નિર્દોષમાર્ગની આગળ બીજા સર્વ માર્ગાભાસ દોષથી ગ્રસીત હોવાને લીધે, તેના આગ્રહરૂપ કદાગ્રહ રહે નહિ. કદાગ્રહ તે તીવ્ર દર્શનમોહનો પર્યાય છે; જે સપુરુષના ચરણ સેવનારને સહજમાત્રમાં છૂટવા યોગ્ય છે, જેને જ્ઞાનીપુરુષનાં આશ્રયે એક આત્મ-ધર્મ જ પ્રાપ્ત કરવો હોય, તે દોષિત માર્ગનો આગ્રહ કદાપિ રાખે નહિ તેમ છતાં સત્સંગ પ્રાપ્ત થયા પછી જો વિપરીત મતનો આગ્રહ રહેતો હોય તો, તે જીવે પછી છૂટવાની આશા રાખવી નહિ.
(૫૧૨)